| આગામી જુલાઇ – ૨૦૦૮ માં લેવાનાર શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ ની ખાતાકીય પરીક્ષાઓ આ સાથેના સામેલ વિગતવાર કાર્યક્રમ મુજબ લેવાનાર છે. |
| |
| |
આવેદનપત્ર ભરવા અંગે સૂચનાઓ : |
|
|
| શિક્ષણ સેવા વર્ગ-૧ તથા વર્ગ-૨ ના વહીવટી શાખાના અધિકારીઓની ખાતાકીય પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા અને પરીક્ષામાં બેસવા ઇચ્છતા અધિકારીઓએ નિયત અરજી પત્રક (આવેદનપત્ર) તથા ઓળખપત્રમાં સંપૂર્ણ વિગતો ભરી આવેદનપત્ર તથા ઓળખપત્ર કચેરીના વડા (જીલ્લા શિક્ષણાધિકારીશ્રી) ને તા. ૩૦-૦૬-૨૦૦૮ સુધીમાં સુપ્રત કરવાનાં હોય છે. જીલ્લા શિક્ષણાધિકારીશ્રીએ સંપૂર્ણ ચકાસણી કરી સહી સિક્કા કરી તા. ૦૯-૦૭-૨૦૦૮ સુધીમાં કમિશ્નરશ્રી, મધ્યાહ્ન ભોજન યોજનાઓ અને શાળાઓની કચેરી, ગુજરાત રાજ્ય, બ્લોક નં. ૯, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મોકલી આપવાના હોય છે. |
|
| આવેદનપત્ર તથા ઓળખપત્ર અધૂરી વિગતવાળા તથા મુદત વીતી ગયા બાદ મળેલ આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહી અને તેવા આવેદનપત્રો રદ થવાને પાત્ર ઠરશે. જે અંગેની જાણ કરવામાં આવશે નહીં. જેની સ્પષ્ટતા કરવામાં આવે છે. આ સાથે આવેદનપત્ર તથા ઓળખપત્રનો નમૂનો સામેલ છે. તે મુજબ જે તે કચેરીના વડાએ આવેદનપત્ર તથા ઓળખપત્ર તૈયાર કરીને તેમના તાબાની કચેરીઓમાં વિતરણ કરવાના હોય છે. જે તે કચેરીના વડાએ કચેરીના સહી સિક્કા કરી આપવના હોય છે. આવેદનપત્ર તથા ઓળખપત્ર ઉપર સંબંધિત અધિકારીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી કમિશ્નરશ્રી, મધ્યાહ્ન ભોજન યોજના અને શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રમાણિક કરવાના રહેશે. |
|
| કમિશ્નરશ્રી, મધ્યાહ્ન ભોજન યોજના અને શાળાઓની કચેરી દ્વારા અરજી પત્રકોની સંપૂર્ણ ચકાસણી કરી પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા અધિકારીના આવેદનપત્ર તથા ઓળખપત્ર પ્રમાણિત કરી નિયત તારીખ ૧૬-૦૭-૨૦૦૮ સુધીમાં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને રજી. એડી દ્વારા અથવા રૂબરૂમાં મોકલી આપવાના હોય છે. |
|
| * કચેરી સંસ્થામાં અથવા તાબાની કચેરીઓ / સંસ્થાઓમાં સદરહું પરીક્ષામાં ઉપસ્થિત થનાર કોઇપણ અધિકારી ન હોય તો શૂન્ય (નીલ) માહિતી સત્વરે ફરજીયાત કમિશ્નરશ્રી, મધ્યાહ્ન ભોજન યોજના અને શાળાઓની કચેરીને મોકલી આપવાની હોય છે. તથા નકલ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવાની હોય છે.* |
|
|
|
|
| શિક્ષણ સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ ની ખાતાકીય પરીક્ષામાં ઉપસ્થિત થનાર અધિકારીશ્રીએ સરદાર પટેલ રાજ્ય વહીવટી ભવન દ્વારા લેવામાં આવતી પૂર્વ સેવા તાલીમાંત પરીક્ષા પાસ કરેલ હોય તેઓને ખાતાકીય પરીક્ષાના પ્રશ્નપત્ર-૩ અને પ્રશ્નપત્ર-૪ પાસ કરવામાંથી મુક્તિ મળવાપાત્ર થતી હોય અને મુક્તિ મેળવવા ઇચ્છતા હોય તેવા અધિકારીઓએ કમિશ્નરશ્રી, મધ્યાહ્ન ભોજન યોજના અને શાળાઓની કચેરી, ગાંધીનગરમાંથી મુક્તિ મળ્યા અંગેના પત્રની પ્રમાણિત નકલ આવેદનપત્ર સાથે અવશ્ય બીડવાની હોય છે. અન્યથા મુક્તિ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. |
|
|
|
|
| જે અધિકારી વર્ગ રીપીટર્સ તરીકે પરીક્ષા આપવાના હોય તેઓને મુક્તિ મળવાપાત્ર વિષય માટે મુક્તિ મેળવતા માંગતા હોય તો અગાઉના પ્રયત્નની પ્રમાણિત કરેલ માર્કશીટની નકલ આવેદનપત્ર સાથે અવશ્ય બીડવાની હોય છે. તથા આવેદનપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. અને જો ઉલ્લેખ કરવામાં નહિ આવે તો પાછળથી મુક્તિ ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ જેની સ્પષ્ટતા કરવામાં આવે છે. |