Examinations

રાષ્‍ટ્રીય સાક્ષરતા દર ૬૫.૩૮ ટકા કરતાં વધુ સાક્ષરતા દર ધરાવતા
જિલ્‍લાઓ
નબળી આર્થિક સ્‍થિતિ ધરાવતા તેજસ્‍વી વિદ્યાર્થીઓનો માધ્‍યમિક તથા ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટાડવા તથા આ વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્‍યાસ પૂર્ણ કરી શકે તે હેતુથી નેશનલ મીન્‍સ કમ મેરીટ સ્‍કોલરશીપ નામની યોજના સને ૨૦૦૮-૦૯ થી અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનાના મહત્‍વના પાસાઓ નીચે મુજબ છે. આ યોજના સ્‍થાનિક સ્‍વરાજ્યની સંસ્‍થા અનુદાનિત સંસ્‍થાઓને લાગુ પડશે.
 
  ઉમેદવારની લાયકાત :
જે ઉમેદવાર વર્ષ ૨૦૦૮-૦૯ ધોરણ – ૯ માં સરકારી સ્‍થાનિક સ્‍વરાજ્ય અનુદાનિત સંસ્‍થાઓ સંચાલિત શાળાઓના ઉમેદવારો અભ્‍યાસ કરતા હોય  તેવા ઉમેદવારો એન. એમ. એમ. એસ. ની પરીક્ષા આપી શકશે. સદર ઉમેદવારે ધોરણ-૮ માં ઓછામાં ઓછા ૫૫ ટકા મેળવેલ હોય તેમજ અનુસૂચિત જાતી અને અનુસૂચિત જન જાતિના ઉમેદવારે ધોરણ-૮ માં ઓછામાં ઓછા ૫૦ ટકા મેળવેલ હોય અને તેમના વાલીની વાર્ષિક આવક ૧,૫૦,૦૦૦/- ની વધુ ન હોય તેવા જ ઉમેદવાર આ પરીક્ષા આપી શકશે.
  પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ :
એન. એમ. એમ. એસ. ની પરીક્ષામાં (એમ. એ. ટી.) અને (એસ. એ. ટી.) એમ બે પ્રકારના ટેસ્‍ટ રહેશે. પ્રત્‍યેક ટેસ્‍ટ ૯૦ મીનીટ અને ૯૦ ગુણનો હોય છે જે નીચે મુજબ છે.
 
  જનરલ મેન્‍ટલ એબીલીટી ટેસ્‍ટ (એમ.એ.ટી.) કુલ ગુણ-૯૦ સમય ૧ કલાક ૩૦ મીનીટ
  સ્‍કોલેસ્‍ટીક એપ્‍ટીટ્યુડ ટેસ્‍ટ (એસ.એ.ટી.) કુલ ગુણ-૯૦ સમય ૧ કલાક ૩૦ મીનીટ સ્‍કોલેસ્‍ટીક એપ્‍ટીટ્યુડ ટેસ્‍ટમાં નીચેના વિષયો ઉપર બહુ વિકલ્‍પ પ્રશ્નો પૂછાય છે. (૧) વિજ્ઞાન (બેઝીક સાયન્‍સ) ગુણ-૩૫ (૨) ગણિત ગુણ-૨૦ (૩) સમાજવિદ્યા ગુણ-૩૫
  અરજી કરવાની રીત :
ઉમેદવાર જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીમાંથી આવેદનપત્રો મેળવી ભરેલા આવેદનપત્રો પોતાની શાળાના આચાર્યશ્રીના સહિ સિક્કા કરાવી જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રીની મારફતે રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલી આપવાના હોય છે.
  પરીક્ષાનું માધ્‍યમ :
પરીક્ષાનું માધ્‍યમ અંગ્રેજી તેમજ ગુજરાતી પ્રશ્નો બહુ વિકલ્‍પ પ્રકારના હોય છે.
  પરીક્ષા ફી :
પરીક્ષા ફી ધોરણ-૯ જનરલ કેટેગરી માટે રૂ. ૭૦/- અને એસ.સી./એસ.ટી. માટે રૂ. ૫૦/- હોય છે. શાળાએ પરીક્ષા ફીની તમામ રકમ એકત્ર કરી સચિવશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરના નામનો ડિમાન્‍ડ ડ્રાફટ કઢાવી જમા કરાવવાનો હોય છે.
  NEXT
Visitors : 2258 Privacy Policy | Terms of Use | Disclaimer