Examinations

રાષ્‍ટ્રીય ઇન્‍ડિયન મિલીટરી કોલેજ (આર.આઇ.એમ.સી.) પ્રવેશ પરીક્ષા :-
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર મારફત લેવામાં આવતી રાષ્‍ટ્રિય ઇન્‍ડિયન મીલીટરી કૉલેજ, દહેરાદૂન (આર.આઇ.એમ.સી.) ની જુલાઇ-૨૦૦૯ ટર્મ માટેની ધો. ૮ ની પ્રવેશ પરીક્ષા નીચે જણાવ્‍યા મુજબ હોય છે.
  પરીક્ષાની તારીખ :
 
  લેખિત પરીક્ષા : તા. ૦૧-૧૨-૨૦૦૮ અને તા. ૦૨-૧૨-૨૦૦૮
 
  અંગ્રેજી :- તા. ૦૧-૧૨-૨૦૦૮ સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦
  ગણિત :- તા. ૦૧-૧૨-૨૦૦૮ બપોરે ૧૪-૦૦ થી ૧૫-૩૦
  સામાન્‍ય જ્ઞાન :- તા. ૦૨-૧૨-૨૦૦૮ સવારે ૧૦-૦૦ થી ૧૧-૦૦
  (બુદ્ધિ વ્‍યક્તિત્‍વની પરીક્ષા લેવામાં આવશે, અંગ્રેજી પ્રવિણતાની પરીક્ષા લેવામાં આવશે નહીં)
 
  રૂબરૂ ઇન્‍ટરવ્‍યુ : તા. ૦૩-૦૪-૨૦૦૯ (ફક્ત ઉત્તીર્ણ ઉમેદવારો માટે જ)
  પરીક્ષામાં બેસવાની પાત્રતા :
ઉમેદવારે ધો. ૭ ની પરીક્ષા પાસ કરેલ હોય અથવા ધો. ૭ માં અભ્‍યાસ કરતો હોવો જોઇએ. ફક્ત કુમારો જ પરીક્ષામાં બેસવાપાત્ર થશે. કન્‍યાઓ નહીં. દરેક ઉમેદવારે દરેક વિષયમાં રૂબરૂ ઇન્‍ટરવ્‍યુ સહિત ૫૦% ગુણ મેળવવાના હોય છે. અન્‍યથા તે વિદ્યાર્થી પ્રવેશને પાત્ર રહેશે નહીં.
  ઉંમર :
ઉમેદવાર તા. ૧ લી જુલાઇ ૧૯૯૬ પહેલા અને ૧ લી જાન્‍યુઆરી ૧૯૯૮ પછી જન્‍મેલો હોવો જોઇએ નહીં. એટલે કે તા. ૧ લી જુલાઇ ૨૦૦૯ ના રોજ ૧૧.૧/૨ વર્ષ કરતા નાનો અને ૧૩ વર્ષ કરતાં મોટો હોવો જોઇએ નહીં.
  આવેદનપત્રો :
આ પરીક્ષા માટેના આવેદનપત્રો તેમજ જુના પ્રશ્નપત્રો ફક્ત આર.આઇ.એમ.સી. દહેરાદૂન ખાતેથી જ મળી શકશે. આ માટે રૂ. ૨૫૦/- નો ડીમાન્‍ડ ડ્રાફટ, કમાન્‍ડન્‍ટ, આર.આઇ.એમ.સી. દહેરાદૂનનાં નામનો (પેએબલ એટ એસ.બી.આઇ. તેલભવન, દહેરાદૂન બેંક કોડ-૦૧૫૭૬) રજી. પોસ્‍ટ એ.ડી.થી મોકલવાથી મળી શકશે. કોઇપણ અન્‍ય સ્‍થળેથી મેળવેલ અગરતો ઝેરોક્ષ નકલવાળા આવેદનપત્રો માન્‍ય રહશે નહીં.
  NEXT
Visitors : 2278 Privacy Policy | Terms of Use | Disclaimer