ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક બોર્ડ
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
સ્થળ નકશો
સહાય
Advanced search
English
ગુજરાતી

ઇ-નાગરિક
માહિતી મેળવવાના અધિકાર
માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ - ૨૦૦૫
સંચાલનઃ
મંડળનું રજીસ્ટ્રેશન સોસયટીઝ રજીસ્ટ્રેશન એક્ટ ૧૮૬૦ અન્વયે થયેલ છે. રાજ્યના માનનીય શિક્ષણમંત્રીશ્રીની મંડળના બંધારણની રૂએ મંડળના પ્રમુખ છે.
મંડળનું સંચાલન તેના નિયત ઉદેશો અનુસાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નીચેની સમિતિઓની રચના કરવામાં આવે છેઃ
.સામાન્યસભા (અધ્યક્ષઃ માન.શિક્ષણમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય)
.નિયામકસભા
.કાર્યવાહક સમિતિ
.શૈક્ષણિક સમિતિ
.ઉત્પાદન સમિતિ
.સંશોધન સમિતિ
મંડળના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનની અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની જોગવાઈ મુજબ મંડળની નિયામકસભા અને સામાન્યસભાની રચના નીચે મુજબ કરવાની થાય છે. મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનની નકલ જરૂરી માહિતી માટે કચેરીમાં ઉપલબ્ધ છે.
નિયામકસભા (Governing Body)બંધારણની કલમ નં. ૨૪, ૨૫
(૧) સરકારી સભ્યો ૧૧ બંધારણની કલમ -૨૪ મુજબ
(૨) કાર્યવાહક પ્રમુખ 01 બંધારણની કલમ -૨૫એ મુજબ
(૩) બિનસરકારી સભ્યો ૦૯ બંધારણની કલમ -૨૫ બી મુજબ
કુલ સંખ્યા ૨૧