ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક બોર્ડ
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
સ્થળ નકશો
સહાય
Advanced search
English
ગુજરાતી

વહીવટ
અઘતન 'સેલ્સ ડેપો' નિર્માણના હેતુઓ
.રાજ્યમાં શાળાઓ અને વિઘાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર થતા વિકાસને ધ્યાનમાં રાખીને અઘતન બહુહેતુક સુવિધા ધરાવતા સેલ્સ ડેપોની જરૂરિયાત સંતોષવી.
.પાઠયપુસ્તકની વિતરણ-વ્યવસ્થા સરળ અને ઝડપી બનાવવી.
.રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તેમજ ઉચ્ચ શિક્ષણના સંવર્ધન માટે રાજ્યકક્ષાના અધિકારીશ્રીઓ માટે અમદાવાદ ખાતે મીટિંગ સ્થળ તરીકે સગવડ ઊભી થાય.
.શાળાઓ-સંસ્થાઓ તથા વિઘાર્થીઓને સરળતાથી પાઠયપુસ્તકો ઉપલબ્ધ થઈ શકે.
.મંડળનાં પ્રકાશનો, એન.સી.ઈ.આર.ટી., સી.બી.એસ.ઈ. તથા અન્ય રાજ્યોનાં પાઠયપુસ્તક મંડળોનાં પ્રકાશનોનું સંગ્રહાલયનું નિર્માણ કરવું.
.પાઠયપુસ્તકો અને મંડળનાં અન્ય પ્રકાશનોની હસ્તપ્રતોના નિર્માણમાં મંડળના અધિકારીશ્રીઓ, લેખકશ્રીઓ તથા સમીક્ષકો સાથે બેસી સમય-મર્યાદામાં કામ પૂર્ણ કરી શકે તેવી અઘતન બેઠક-વ્યવસ્થા પૂરી પાડવી.
.મંડળની કાર્યશિબિરમાં રાજ્યભરમાં આમંત્રિત સભ્યશ્રીઓ માટે નિવાસની સગવડ સુલભ થાય.
.ગુણવત્તાસભર પાઠયપુસ્તક હસ્તપ્રત-નિર્માણ અર્થે લાઇબ્રેરીની ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ થાય.