ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક બોર્ડ
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
સ્થળ નકશો
સહાય
Advanced search
English
ગુજરાતી

ઇ-નાગરિક
માહિતી મેળવવાના અધિકાર
.સામાન્યસભા (અધ્યક્ષઃ માન.શિક્ષણમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય)
.નિયામકસભા
.કાર્યવાહક સમિતિ
.શૈક્ષણિક સમિતિ
.ઉત્પાદન સમિતિ
.સંશોધન સમિતિ
મંડળની સ્થાપનાના મુખ્ય ઉદ્દેશો
.પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની પ્રગતિમાં સહાય કરવી અને તેને વેગ આપવો
.અધ્યયન-અઘાપનની પ્રક્રિયામાં સહાયતા મળે તે માટે શાલેય પાઠયપુસ્તકો, શિક્ષણ અધ્યાપનપોથીઓ, સ્વાધ્યાય-પુસ્તિકાઓ અને અન્ય શૈક્ષણિક સામગ્રીનું નિમાર્ણ કરવું.
.ગુજરાત સરકારે મંજુર કરેલા પાઠયક્રમો-અભ્યાસક્રમો અનુસાર જુદા જુદા વિષયનોનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવાં.
.મંડળના પ્રકાશનો "નહિ નફો, નહિ નુકશાન' ના ધોરણે વિઘાર્થીઓને પ્રાપ્ય બનાવવાં
.પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના અભ્યાસક્રમો સુધારવા માટેનાં સંશોધનો હાથ ધરવાં અને તેવાં સંશોધનોને પ્રોત્સાહન આપવું.
.પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિઘાર્થીઓ માટે પૂરત વાચનસામગ્રીનું નિર્માણ કરવું.
.પાઠયપુસ્તકો વિનામૂલ્યે આપવાની રાજ્ય સરકારની યોજના અંતર્ગત પાઠયપુસ્તકો તાલુકા / જિલ્લા મથકો સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવે છે.
હસ્તપ્રતો તૈયાર કરવાની કામગીરી
મંડળ ધોરણ ૧તી ૧૨નાં પાઠયપુસ્તકોની હસ્તપ્રતો જે-તે ધોરણનાં શિક્ષકો, અધ્યાપન મંદિર-બી.એડ. કોલેજના અધ્યાપકો, શાળા-કોલેજ-યુનિવર્સિટીના શિક્ષકો-અધ્યાપકો પાસે તૈયાર કરાવી ક્ષતિરહિત બનાવીને પ્રકાશિત કરે છે. આ હસ્તપ્રતોની સમીક્ષા પણ ઉપર મુજબની વ્યક્તિઓ પાસે કરાવવામાં આવે છે. તદઉપરાંત વિષયસલાહકારો જે-તે વિષયના પાઠયપુસ્તકની તૈયારીમાં મહત્ત્વનો ફાળો આપ છે.
પાછળ જુઓ

આગળ જુઓ