ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક બોર્ડ
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
સ્થળ નકશો
સહાય
Advanced search
English
ગુજરાતી

ઇ-નાગરિક
માહિતી મેળવવાના અધિકાર
માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ - ૨૦૦૫
પાઠયપુસ્તક વિતરણ વ્યવસ્થા
પાઠયપુસ્તકોની વિતરણ વ્યવસ્થાની પદ્ધતિ (બિલ બનાવવા/નાણાં મેળવવા સહિત)
મંડળ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લા કક્ષાએ વિતરકોની નિયુક્તિ, કરાર કરવામાંમ આવે છે. આ વિતરકોને સપ્તાહના નક્કી કરેલ દિવસે મંડળ દ્વારા ઈન્ડેક્ષ-બી (ઈન્ડસ્ટ્રીયલ એક્ટેશન બ્યૂર) માં કમ્પ્યુટરાઈઝડ પ્રોગ્રામ નક્કી થયેલ છે તેમાં વિતરકોને મંજૂર થયેલ ઈન્ડેન્ટ મુજબ બિલ બનાવવામાં આવે છે. આ બિલની રકમનો ડિમાન્ડડ્રાફટ/નેશનાલાઈઝ બેન્કનો ચેક સ્વીકારવામાં આવે છે
પાઠયપુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવતા હોય તો તે યોજનાની વિગતો અને પાઠયપુસ્તકો પહોંચાડવા અંગેની વિતરણ વ્યવસ્થા / કાર્ટિંગ પદ્ધતિ અને તેના કરાર / દર સહિતની વિગતો.
રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી તરફથી ધોરણ 1 થી ૭ ના વિનામૂલ્ય યોજનાના પાઠયપુસ્તકોના સેટની સંખ્યા મંડળની મોકલવામાં આવે છે. મંડળ દ્વારા આ પુસ્તકોની સંખ્યાને ધ્યાનમાં લઈને ટ્રકલોડ પ્રમાણેના રૂટો બનાવવામાં આવે છે. આ પુસ્તકો પહોંચાડવા માટે મંડળ દ્વારા કાર્ટિંગ અંગેનું ટેન્ડર બહાર પાડીને સૌથી નિમ્ન ભાવવાળા કાર્ટિંગ કોન્ટ્રાક્ટરની નિયુક્તિ કરીને કરાર કરીને ઓર્ડર આપવામાં આવે છે. કાર્ટિંગ કોન્ટ્રાક્ટર દ્વારા મંડળે નક્કી કરેલ રૂટ મુજબ ટ્રકો દ્વારા પાઠયપુસ્તકો તાલુકા કક્ષાએ પહોંચાડવામાં આવે છે.
પાઠયપુસ્તકોનું વિતરણ જિલ્લા કક્ષાએ વિતરકો દ્વારા કરવામાં આવે છે. જિલ્લાના છૂટક વેપારીઓ (વિક્રેતાઓ)નું મંડળ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. વિક્રેતા રજિસ્ટ્રેશન ફી પાંચ વર્ષ માટે રૂા. ૬૦/- અને ત્રણ વર્ષ માટે રૂા. ૪૦/- નક્કી કરવામાં આવેલ છે. મંડળના માન્ય વિતરકો સાથે કરાર કરવામાં આવે છે. વિતરકોને ૧૫.૫ ટકા કમિશનથી પુસ્તકો વેચાણ આપવામાં આવે છે અને વિતરકો દ્વારા મંડળમાં રજીસ્ટર્ડ થયેલ છૂટક વિક્રેતાઓને ૧૨.૫ ટકા કમિશનથી પુસ્તકો આપવામાં આવે છે. આમ, નાના વેપારી (વિક્રેતાઓ) અને જિલ્લા વિતરક મારફતે સમગ્ર રાજ્યમાં પાઠયપુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે.
શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૦૫ થી નવા અભ્યાસક્રમ અનુસાર અમલમાં આવેલ ધોરણ ૯ અને ૧૨ના પાઠયપુસ્તકોનું વિતરણ મંડળના મા. પ્રમુખશ્રી અને માન. શિક્ષણમંત્રીશ્રીની સૂચનાનુસાર શાળા વિકાસ સંકુલ (લ્.સ્.લ્.) મારફત કરવામાં આવ્યું હતું.
આગળ જુઓ