ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક બોર્ડ
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
સ્થળ નકશો
સહાય
Advanced search
English
ગુજરાતી

ઇ-નાગરિક
માહિતી મેળવવાના અધિકાર
જો બોર્ડ દ્વારા પાઠયપુસ્તકોનું વિતરણ કરવામાં આવતું હોય તો સેલડેપો અંગંની વિગત
- મંડળ દ્વારા પાઠયપુસ્તકોના વિતરણની મુખ્ય કામગીરી જિલ્લાવાર નિયુક્ત થયેલ વિતરકો અને વિક્રેતાઓ દ્વારા કરવામાં આવે છે.
- આ ઉપરાંત મંડળનો એક સેલડેપો અસારવા, અમદાવાદ ખાતે આવેલ છે. જ્યાંથી શાળાઓને તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓને તેમજ રજીસ્ટર્ડ ટ્રસ્ટોને તેમજ વાલી-વિઘાર્થી-શિક્ષકોને પાઠયપુસ્તકો વેચાણથી આપવામાં આવે છે.
- મંડળના જિલ્લાવાર માન્ય વિતરકોને ગાંધીનગર ખાતે આવેલ ગાડાઉન ખાતેથી પાઠયપુસ્તકોની ડીલીવરી કરવામાં આવે છે. આ માટે વિતરકોને ગાંધીનગરથી જે-તે જિલ્લાના અંતરે ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવેલ દર મુજબ ટ્રાન્સપોર્ટ વળતર આપવામાં આવે છે.
- આ ઉપરાંત મંડળની મુખ્ય કચેરી ખાતે પણ એક રિટેઈલ ડેપો સને ૨૦૦૪ના વર્ષથી શરૂ કરવામાં આવેલ છે. જ્યાંથી વિઘાર્થીઓ-શિક્ષકો તેમજ જરૂરિયાતવાળી વ્યક્તિઓને પણ પાઠયપુસ્તકો છૂટક વેચાણથી મળી રહી તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
પાઠયપુસ્તકો / પેપર સ્ટોર કરવા માટે ગોડાઉનની વ્યવસ્થાની વિગત
- પાઠયપુસ્તકો સ્ટોર કરવા માટે ગાંધીનગર સેક્ટર-૨૫ ખાતે મંડળની માલિકીના કુલ ૧૩ ગોડાઉન આવેલ છે.
વિતરણ કાર્ય માટે નિભાવવામાં આવતા રજીસ્ટરોની વિગત
- વિતરણ કાર્ય માટે સ્ટોર રજીસ્ટર, વિતરક વાઈઝ વેચાણની વિગતોનું રજીસ્ટર, પ્રેસવાઈઝ બુક રજીસ્ટર વગેરે રજીસ્ટરો નિભાવવામાં આવે છે.
પાછળ જુઓ