ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક બોર્ડ
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
સ્થળ નકશો
સહાય
Advanced search
English
ગુજરાતી

ઇ-નાગરિક
માહિતી મેળવવાના અધિકાર
માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ - ૨૦૦૫
હિસાબી શાખાને લગતી બાબતો
હિસાબી શાખાની કાર્યપદ્ધતિ
હિસાબી શાખામાં દ્રિનોંધી નામા પદ્ધતિથી કામગીરી કરવામાં આવે છે.
તમામ પ્રકારના બિલો પાસ કરવાની પદ્ધતિ
મંડળની વિવિધ શાખાઓના બજેટહેડ મુજબ બિલો પાસ કરવા માટેના રજીસ્ટરો નિભાવવામાં આવે છે. તેમાં હિસાબી શાખામાં બિલો ઈનવર્ડ થયા પછી સંલગ્ન કર્મચારીને બિલ પાસ કરવા માટે આપવામાં આવે છે. બિલોની જરૂરી ચકાસણી કરીને રજીસ્ટરમાં નોંધી પાસ ફોર પેમેન્ટ માટેની કાર્યવાહી મૂકવામાં આવે છે.
ચેક આપવા અંગેની પદ્ધતિ (રૂબરૂ / પોસ્ટ કે અન્ય પદ્ધતિ હોય તો)
મંડળ દ્વારા સપ્તાહમાં બે દિવસ (મંગળવાર અને શુક્રવાર) પાર્ટીઓને ચેક આપવામાં આવે છે. જે પાર્ટીઓ રૂબરૂ ના આવી શકી હોય તેમને રજી.એ.ડી. થી ચેક મોકલી આપવામાં આવે છે.
નાણાંકીય સત્તાઓ
મંડળની વિવિધ શાખાઓની ભલામણોને આધારે મંડળની કાર્યવાહક સમિતિ, નિયામકસભા, સામાન્યસભામાં જે-તે ખર્ચની મંજૂરી મેળવીને ઉપાડ અને ચૂકવણી અંગેની તમામ સત્તાઓ મંડળના નિયામકશ્રીને સોંપવામાં આવેલ છે.
નાણાંકીય બાબતો માટે નિભાવવામાં આવતા રજીસ્ટરો
બેંકબુક, કેશબુક, ખાતવાહી, ટી.ડી.એસ રજીસ્ટર, પગારબિલ રજીસ્ટર, સ્ટાફને લગતી પેશગીનું રજીસ્ટર, બજેટહેડ મુજબના બિલો પાસ કરવાના રજીસ્ટર વગેરે રજીસ્ટરો નિભાવવામાં આવે છે.
નાણાંકીય બાબતો માટે નિભાવવામાં આવતા રજીસ્ટરો
બેંકબુક, કેશબુક, ખાતવાહી, ટી.ડી.એસ રજીસ્ટર, પગારબિલ રજીસ્ટર, સ્ટાફને લગતી પેશગીનું રજીસ્ટર, બજેટહેડ મુજબના બિલો પાસ કરવાના રજીસ્ટર વગેરે રજીસ્ટરો નિભાવવામાં આવે છે.
વાર્ષિક હિસાબો / બજેટ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તેની વિગત
- મંડળના વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે મંડળના માસિક હિસાબો, કાચું સરવૈયું તૈયાર કરીને મંડળના નિયુક્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આપવામાં આવે છે. જેના આધારે પાકા સરવૈયા અને વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે.
- હિસાબી શાખા દ્વારા મંડળની બાકી શાખાઓને બજેટ હેડના ખર્ચની માહિતી આપવા જણાવવામાં આવે છે. જે માહિતી એકઠી કરીને હિસાબી શાખા દ્વારા બજેટ તૈયાર કરીને મંજૂરી માટે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવે છે.