ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્ત‍ક બોર્ડ
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
મુખપૃષ્ટ
સંપર્ક
સ્થળ નકશો
સહાય
Advanced search
English
ગુજરાતી

ઇ-નાગરિક
માહિતી મેળવવાના અધિકાર
માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ - ૨૦૦૫
શૈક્ષણિક બાબતો
.ધોરણ ૧થી ૧૨ના પાઠયપુસ્તકો, ઉત્તરબુનિયાદી પાઠયપુસ્તકો, ધોરમ ૮ થી ૧૨ના પાઠયપુસ્તકો, ""બાલસૃષ્ટિ'' સામાયિક વગેરેનું પ્રકાશન કરવામાં આવે છે
.ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, હિન્દી, મરાઠી, સિંધી, ઉર્દૂ અને તમીલ તેમજ દવનાગરી લિપિમાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.
.પૂરક પ્રકાશનો બાબતે ધોરણ ૧ થી ૪ના પાઠયપુસ્તકોને લગતી શિક્ષક આવૃત્ત્િાઓ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી, સિંધી અને ઉર્દૂ માધ્યમમાં ""બાલસૃસ્ટિ'' સામયિક, ધોરણ 1 થી ૭ માટે ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ વગેરે પ્રકારના પૂરક પ્રકાશનો મંડલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે.
.""બાલસૃષ્ટિ'' નામનું સામયિક માસિક રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેનું માસિક લવાજમ રૂ. ૮૦/- છે.
.પુસ્તકોની હસ્તપ્રત તૈયાર કરવા માટે પાઠયપુસ્તકના અભ્યાસક્રમને અનુરૂપ લેખકોની પેનલમાં નામોની મંજૂરી મેળવીને લેખકો દ્વારા હસ્તપ્રત તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેની સમીક્ષા માટે પાઠયપુસ્તકોના વિષયને અનૂરૂપ પરામર્શકોની નિયુક્તિ કરી, પરામર્શન કરાવવામાં આવે છે. તેમાં જરૂરી સૂચનાને આમેજ કરવામાં આવે છે. ત્યારબાદ હસ્તપ્રતને વિષયવસ્તુની દૃષ્ટિએ વાંચન કરાવવામાં આવે છે. આમ, આ પ્રક્રિયા પૂર્ણ થયે. હસ્તપ્રત તૈયાર થાય છે.
.લેખક/પરામર્શક/અનુવાદકની નિયુક્તિની પ્રક્રિયામાં જે-તે ધોરણના પાઠયપુસ્તકના વિષયને અનુરૂપ શૈક્ષણિક લાયકાત અને અનુભવને ધ્યાનમાં લઈને નિયુક્તિ કરવામાં આવે છે.
.લેખન/પરામર્શન/પ્રુફરીડિંગ/અનુવાદ અંગેના પુરસ્કાર મંડળની સામાન્યસભામાં નક્કી થયેલ નીચે મુજબના દર ચૂકવવામાં આવે છે
.લેખન કાર્યનો પુરસ્કાર પ્રતિ માન.... રૂ. ૫૦૦/- સંયુક્ત પેનલને
.પરામર્શન પુરસ્કાર પ્રતિ માન..... રૂ. ૩૦/- પરામર્શન દીઠ
.પ્રુફરીડિંગ પુરસ્કાર પ્રતિ માન... . રૂ. ૨૦/- છાપેલા પાનદીઠ
.અનૂવાદ પુરસ્કાર પ્રતિ છાપેલ પાનદીઠ રૂ. ૨૦૦/- બધી ભાષા માટે સંયુક્ત પેનલને
.લેખન/પરામર્શન/પ્રુફરીડિંગ/અનુવાદની કામગીરી માટે લેખકો સાથે કરાર કરવામાં આવે છે. યોજવામાં આવતી મિટિંગ/કાર્યશિબિરમાં ઉપસ્થિત રહેવા અંગે બેઠકભથ્થું, ટી.એ. /ડી.એ. રહેવા/આકસ્મિક ખર્ચ અને ચા-નાસ્તા અંગેના ખર્ચના દરની (સભ્યદીઠ) વિગતો
.બેઠક ભથ્થું. રૂ. ૧૫૦/- પ્રતિદિન
.ટી.એ. /ડી.એ... રૂ. ૧૨૦/ પ્રતિદિન
.આસસ્મિક ખર્ચ રૂ. ૧૦૦/- અથવા વાસ્તવિક ખર્ચ
.ચા-નાસ્તા ખર્ચ રૂ. ૩૦/- પ્રતિનિદ (સભ્યદીઠ)
.બેઠકો સ્થાનિક તેમજ બહારગામ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ પ્રસિદ્ધ સ્થળોએ યોજવામાં આવે છે.
.પાઠયપુસ્તકો ઉપરાંત ધોરણવાર વિઘાર્થીઓ વધારાના વાંચન માટે પ્રાયોગિકપોથી, શિક્ષક અધ્યાપનપોથી, શબ્દકોશ વેગેર સંદર્ભ પુસ્તકો તૈયાર કરવામાં આવે છે.