તમે કોણ છો ?
બેન્‍કલોન

રાષ્‍ટ્રીયકૃત અને અન્‍ય પ્રતિષ્‍ઠિત બૅન્‍કિંગ સંસ્‍થાઓ વિદ્યાર્થીઓને ઉચ્‍ચ અભ્‍યાસ માટે સહાયભૂત થાય છે. મોટા ભાગની તમામ બેંકો પાસે લોન સહાય યોજનાઓ છે. દેશ અને વિદેશના ઉચ્‍ચ અભ્‍યાસ માટે લોન પ્રાપ્‍ય છે. આ લોન- યોજનાની હવે તો પ્રોફેશનલ શૈક્ષણિક સંસ્‍થઓ બેંકના સહયોગથી પ્રવેશ સાથે સંકલિત કરીને આકર્ષક જાહેરાત આપે છે. દેશના ઉચ્‍ચ અભ્‍યાસ માટે રૂ. ૭ લાખની લોનની રકમ છે. વિદેશના ઉચ્‍ચ સ્‍ટડી માટે રૂ. ૧૫ લાખની જોગવાઇની લોન રકમ થાય છે. વ્‍યાજ નિયમ મુજબ ૧૩-૧૫ ટકા હોય છે. લોનની રિકવરી સામાન્‍ય રીતે અભ્‍યાસ પૂર્ણ થયાના ૧ વર્ષ બાદ શરૂ થાય છે. જેના ૭૦-૮૦ હપ્‍તા બેંકના નિયમ મુજબ થાય છે. ગુણાંક, અભ્‍યાસનો પ્રકાર, રહેઠાણ, આવક, ગેરંટી ઇત્‍યાદિ આધારે આ લોન મળે છે. એજ્યુકેશન લોન તરીકે ઓળખાતી આ યોજના બેંક મુજબ વિવિધ નામાભિધાનથી પણ પ્રખ્‍યાત છે. જેમ કે સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા ‘‘શૈક્ષણિક ઋણ યોજના, સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયા, ‘સેન્‍ટ વિદ્યાર્થી યોજના, બેંક ઓફ ઇન્‍ડિયા, ‘વિદ્યાર્થીની યોજના ઇત્‍યાદિ વધુ વિગત માટે જે તે બેંકના પ્રાદેશિક કાર્યાલય કે મુખ્‍ય શાખાના અધિકારીનો સંપર્ક કરવો જરૂરી છે.