તમે કોણ છો ?
ટ્રસ્‍ટ સહાય

જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિને અનુલક્ષીને સમાજમાં ટ્રસ્‍ટની રચના થાય છે. આવાં ટ્રસ્‍ટો અનેકવિધ કાર્ય સાથે શિષ્‍યવૃત્તિ સહાય પ્રવૃત્તિ કરે છે. અથવા ખાસ શૈક્ષણિક સહાયનું જ કાર્ય કરે છે. આ ટ્રસ્‍ટો વ્‍યક્તિગત, વિસ્‍તારલક્ષી, જ્ઞાતિજન્‍ય, સામાજિક, ઉધોગપતિ, જેવા અભિગમોથી બનેલાં હોય છે. ગુજરાત, મુંબઇ, અમદાવાદમાં આ ટ્રસ્‍ટોની સંખ્‍યા ઘણી જ છે. આ ટ્રસ્‍ટ તરફથી અપાતી સહાયમાં વિવિધા છે. કોઇ સધ્‍ધર ટ્રસ્‍ટ લાયક ઇચ્‍છુક તમામને સહાય કરે છે. કોઇ મર્યાદિત વિસ્‍તાર કે જ્ઞાતિસમૂહને સહાયરૂપ થાય છે. મર્યાદિત ભંડોળથી લાંબા ગાળાની સહાયક પ્રવૃત્તિ ચલાવતાં ટ્રસ્‍ટો છે. પરંતુ સૌનો માન્‍ય હેત વિદ્યાર્થીને મદદરૂપ થવાનો છે. સૌને વિદ્યાર્થી સમુદાયના કલ્‍યાણમાં રસ છે.

શિષ્‍યવૃત્તિ સહાયક ટ્રસ્‍ટોની સંખ્‍યા, વિગત મોટી અને વિવિધતા સભર છે. તેથી ટ્રસ્‍ટોની સંખ્‍યા તેનું કાર્યક્ષેત્ર જોઇએ.
(૧) ઉદ્યોગ પ્રેરિત ટ્રસ્‍ટની સંખ્‍યા ૧૫ થી વધુ છે. જેમાં મફતલાલ, બિરલા, ઇત્‍યાદિનો સમાવેશ  છે. જે ઉચ્‍ચ ટેકનિકલ અભ્‍યાસમાં મદદરૂપ થાય છે.
(૨) કપડવંજ, નવસારી, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ જેવા વિસ્‍તારોનાં ટ્રસ્‍ટ છે, જે તેના મર્યાદિત વિસ્‍તારના વિદ્યાર્થીઓને મદદમાં અગ્રતા આપે છે. આવાં ૧૦ જેટલાં ટ્રસ્‍ટો છે.
(૩) સરકાર કે ઉદ્યોગ પ્રેરિત તથા વ્‍યક્તિગત સ્‍મૃતિ ટ્રસ્‍ટો ૧૭ જેટલાં છે. જે વિદેશના ઉચ્‍ચશિક્ષણમાં મદદરૂપ થાય છે. જેમાં કેમ્‍બ્રિજ સોસાયટી, રતન ટાટા ટ્રસ્‍ટ, બૃહદ ભારતીય સમાજ, કૉમનવેલ્‍થ સ્‍કૉલરશિપ ઇત્‍યાદિનો સમાવેશ થાય છે.
(૪) નાની મોટી જુદા જુદા પ્રકારની સહાય વિદ્યાર્થીઓને તેના અભ્‍યાસ માટે આપે છે. તેવાં ટ્રસ્‍ટ ગુજરાતમાં અને ગુજરાત બહાર ઘણા જ છે. જેમાં સૌરાષ્‍ટ્ર વિદ્યાર્થી મંડળ, સયાજીરાવ ટ્રસ્‍ટ જલારામ બાપા ટ્રસ્‍ટ કેનેરા બેંક એજયુકેશન ફંડ, પાંચકૂવા કાપડ મહાજન ટ્રસ્‍ટ વગેરે છે, જેની સંખ્‍યા આશરે ૧૩૦ છે. આ ઉપરાંત જુદી જુદી જ્ઞાતિનાં ટ્રસ્‍ટો મદદરૂપ બને છે. તેની સંખ્‍યા વણિક સમાજ માટે ૪૦ બ્રહ્મસમાજમાં ૬, કપોળ જ્ઞાતિમાં ૩, પાટીદાર પટેલના ૪, પંચાલ માટે , બ્રહ્મક્ષત્રિયના ૩, અન્‍ય જ્ઞાતિ કોળીમાં ૧ જેટલી છે. આ સંખ્‍યા સર્વગ્રાહી નથી, પણ સહાયના વ્‍યાપનો એક અંદાજ આવે છે.


આ ટ્રસ્‍ટ સહાય માટે જે તે ટ્રસ્‍ટના વિદ્યાર્થી વાલીએ વ્‍યક્તિગત સંપર્ક કરવો રહે. ટ્રસ્‍ટ તરફથી અખબારોમાં જાહેરાત આવતી હોય છે. જ્ઞાતિના ટ્રસ્‍ટોની વિગત જ્ઞાતિ આગેવાનો, જ્ઞાતિ, મૅગેઝિનો, જ્ઞાતિ મુખપત્રો, જ્ઞાતિબોર્ડિંગ, મહાજનવાડી વગેરે પાસેથી પણ મળે છે. આ માટે વહેલાસર માહિતી માર્ગદર્શન મેળવીને નિયત સમયમાં અરજી કરવાની રહે છે. કારકિર્દી સામયિકો અખબારો આ બાબતે માહિતી પ્રદાન કરે છે. પણ સમાજમાં વ્‍યવસ્‍થિત માહિતી માર્ગદર્શનનો માહોલ ઊભો કરવાની જરૂર છે. ટ્રસ્‍ટોએ પણ જૂની પદ્ધતિ ને બદલે કૉલેજ સંખ્‍યા કે જ્ઞાતિસમૂહ વચ્‍ચે આવીને શિષ્‍યવૃત્તિ કેમ્‍પસ કરવાની જરૂરત એ આજના સમયની માંગ ગણાય છે. જેને મદદરૂપ થવાનો મંત્ર ટ્રસ્‍ટોએ અપનાવવો ઘટે. આવા પ્રયત્‍નો થકી વધુને વધુ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન આપીને તેમની કારકિર્દી ઘડતરમાં યતકિચિત્ ફાળો આપવાનો આપણે સૌને પડકાર હોય તેવું જણાય છે.