તમે કોણ છો ?
પૂર્વ વૃત્તાંત તૈયાર કરવા માટે માર્ગદર્શક સૂચનાઓ
પૂર્વ – વૃત્તાંત સંભવિત નોકરી માટે તમારી જાતને રજૂ કરવાની વિગતો આપે છે. તે તમારાં કૌશલ, સિદ્ધિ, અનુભવ અને શિક્ષણનો સારાંશ છે. તમારું પૂર્વ – વૃત્તાંત તૈયાર કરવા માટે કોઇ ધોરણસરનું ફોર્મ નથી. તે એવી રીતે તૈયાર કરવું જોઇએ કે તે તમારા સંભવિત નિયોક્તા પર છાપ પડે અને ઇન્‍ટરવ્‍યુ માટે ચોક્કસ બોલાવે. મૂળભૂત કક્ષા ઉપરાંત તેને વધુ અસરકારક બનાવવા તેમાં વિગતો ઉમેરી શકો. સ્‍વચ્‍છ કાગળ પર આખરીરૂપ આપતાં પહેલાં, હંમેશાં પૂર્વ – વૃત્તાંતનાં કાચો મુસદ્દો બનાવો. પૂર્વ – વૃત્તાંત તૈયાર કરવામાં મદદરૂપ થાય તે માટે તમે મૂળભૂત કક્ષા વાંચી જાઓ.
નામ-સરનામું અને ટેલિફોન નંબર
આપણે કાયમી સરનામું અને ફોન નંબર આપવાના રહે છે. તમારું ઇ-મેઇલ સરનામું ઉમેરો.
ઉદ્દેશ:

તે ટૂકું અને મુદ્દાસર હોવું જોઇએ. તે નિયોક્તાને તમારી કામની પસંદગી અને તમારી કારકિર્દીમાં ભવિષ્‍યમાં કયાં હોવા માગો છો તે વિચાર આપવો જોઇએ.

  • કારકિર્દીની પ્રગતિ માટે અને શીખવા માટે તકવાળી પડકારરૂપ જગ્‍યા શોધો છો.
  • અમુક ક્ષેત્રમાં લાંબી કારકિર્દી માટે, વધારે કૌશલ મેળવો અને પરસ્‍પર વૃદ્ધિના હેતુ ધરાવતો સંસ્‍થાનો લક્ષ્‍યાંક મેળવો.
રૂપરેખા:

આ કક્ષા વૈકલ્‍પિક પણ મૂલ્‍યવાન છે. અહીં પોતાની શક્તિ અને સિદ્ધિનું સમગ્ર ચિત્ર આપવું જોઇએ. તમારા અમુક બળ પર તમારે ભાર મૂકવો જોઇએ.

દા.ત.
  • ઇન્‍ટરનેટ સિક્યોરિટી, ઇ-કોમર્સ ટ્રાન્‍ઝેકશન, પદ્ધતિ વિશ્લેષણ વગેરે અંગે સારું જ્ઞાન.
  • અમુક ઉદ્યોગમાં એક વર્ષ કરતાં વધારે અનુભવ.
શૈક્ષણિક લાયકાત:
અહીં તમારી ડિગ્રી, વિશેષતા, હાજરી આપેલી સંસ્‍થાઓ, સ્‍નાતકનું વર્ષ, અભ્‍યાસ કરેલા ગૌણ વિષયો, કોઇ ખાસ કાર્યશાળા, પરિસંવાદ, કરેલા સંભવિત અભ્‍યાસક્રમ અથવા પરિયોજના તમે શૈક્ષણિક અને વ્‍યાવસાયિક અથવા ટેકનિકલ લાયકાત ધરાવતા હો, તો તે અલગ દર્શાવી શકો.
કારકિર્દીનો આલેખ અથવા કાર્યાનુભવ :

તમે જે સ્‍થળે કામ કર્યું હોય, તમે જે જગ્‍યા ધરાવી હોય, તમારી જવાબદારીઓ અને સિદ્ધિ હોય, તો તે કામની મુદત વગેરે વિગત આપવી. સંસ્‍થાનાં નામની યાદી આપો, તેની ટૂંકી વિગત આપો. તમે પસંદ કરતા હો તે સ્‍થળ અને તે કયાં આવેલું છે તે જણાવો. તમારા કામની જવાબદારીઓ આપો, તેમાં કરેલી કાર્ય પરિયોજના, મેળવેલા લક્ષ્‍યાંક, વગેરે સિદ્ધિઓ અને તે સંસ્‍થાઓમાં તમે કરેલી નોકરીનો સમય દર્શાવો.

વ્‍યક્તિગત રૂપરેખા :

જન્‍મ તારીખ, કાયમી સરનામું, સંપર્ક નંબર, ઇ-મેઇલ, જેવી વિગત આપો. પાસપોર્ટની વિગત, કોઇ રસપ્રવૃત્તિ (હોબી) હોય તો જણાવો. તમે જાણતા હો તે ભાષાઓ જણાવો.

સંદર્ભ:
સંબંધિત વ્‍યક્તિની મંજૂરી મેળવીને જ સંદર્ભ આપવા આમાં તેમનું નામ-સરનામું અને ફોન નંબરનો સમાવેશ થાય છે. પૂર્વ – વૃત્તાંતમાં સંદર્ભ આપવા આવશ્‍યક છે. જરૂર હોય તો સંદર્ભ રજૂ કરીશું એમ જણાવી શકો.