ઉપયોગી લીન્ક
ગ્રામીણ વિસ્તારોના બાળકો માટે શિષ્યવૃત્તિ
ગ્રામીણ વિસ્તારના તેજસ્વી બાળકો માટે માધ્યમિક તબક્કાના અભ્યાસ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિઓ
અભ્યાસની કક્ષા
માધ્યમિક તબક્કો (+ ર તબક્કા સહિત)
શિષ્યવૃત્તિની સંખ્યા વાર્ષિક – ૪૩,૦૦૦
પાત્રતા

આ યોજના ૧૯૭૧-૭૨ થી અમલમાં છે. આ યોજનાનો ઉદ્દેશ, ગ્રામીણ વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓને માધ્યમિક તબક્કાનું શિક્ષણ આગળ ધપાવવા માટે તક પૂરી પાડવાનો છે. ફાળવેલી શિષ્યવૃત્તિની સંખ્યાણ રાજ્ય સરકારો / સંઘપ્રદેશ વહીવટને દર વર્ષે જણાવવામાં આવે છે.

સામૂહિક વિકાસ ઘટકમાં વર્ગ ૬ થી ૮ માં શાળામાં ભણતો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે સ્‍પર્ધામાં ઊતરવાને પાત્ર છે. ૪૩,૦૦૦ શિષ્યવૃત્તિની પ્રકારવાર વહેંચણી નીચે મુજબ છે.

સામાન્‍ય કક્ષા સામૂહિક વિકાસ ઘટક દીઠ ૪ શિષ્‍યવૃત્તિ ૪ × ૫૦૦૦ ૨૦,૦૦૦
ભૂમિહીન શ્રમિકોના બાળકો સામૂહિક વિકાસ ઘટક દીઠ ૨ શિષ્‍યવૃત્તિ ૨ × ૫૦૦૦ ૧૦,૦૦૦
અનુસૂચિત જાતિઓનાં બાળકો સામૂહિક વિકાસ ઘટક દીઠ ૨ શિષ્‍યવૃત્તિ (૨ × ૫૦૦૦) અને સામૂહિક વિકાસ ઘટકમાં અનુસૂચિત જાતિની વસ્‍તી ૨૦% કરતાં વધારે હોય ત્‍યાં ૧ વધારાની શિષ્‍યવૃત્તિ (૧ × ૧૫૦૦) ૧૧,૫૦૦
અનુસૂચિત આદિજાતિઓનાં બાળકો આદિજાતિ સામૂહિક વિકાસ ઘટક દીઠ ૩ શિષ્‍યવૃત્તિ (૩ × ૫૦૦) ૧,૫૦૦
કુલ ૪૩,૦૦૦
પસંદગી

પાત્ર વિદ્યાર્થીઓએ બે તબક્કાની પરીક્ષામાં બેસવાનું રહેશે. પ્રથમ તબક્કો. રાજ્ય સરકારો / સંઘ પ્રદેશ વહીવટ પરીક્ષા યોજે છે. પસંદ કરેલા વિદ્યાર્થીઓની સંખ્યાજ, સામાન્ય રીતે આપવાની શિષ્યવૃત્તિની સંખ્યા‍ કરતાં દસ ગણી હોય છે.

બીજો તબક્કો : આખરી પરીક્ષા રાષ્ટ્રીય શિક્ષણ, સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) રાષ્ટ્રીય કક્ષાએ યોજે છે. રાજ્ય શિક્ષણ સંસ્થાતમાં સ્થારપેલ સ્થાનિક એકમ એન.સી.ઇ.આર.ટી.ના રાષ્ટ્રીય કક્ષાના એકમ સાથે ચર્ચા વિચારણા કરીને કસોટી પ્રશ્નપત્રો તૈયાર કરી સમગ્ર રાજ્ય/સંઘ પ્રદેશમાં પરીક્ષા યોજે છે. કસોટીમાં ૧-૧/ર (દોઢ) કલાકનું એક એવા બે પ્રશ્નપત્ર વિદ્યાર્થીની અંતર્ગત શક્તિના પરીક્ષણ માટે હોય છે. તે સમગ્ર રાજ્ય/સંઘ પ્રદેશ માટે સમાન હોય છે. આખરી પસંદગી એકમ તરીકે સામૂહિક વિકાસ ઘટક સાથે કરવામાં આવે છે અને દરેક ઘટકના ઉત્તમ વિદ્યાર્થીઓને શિષ્યાવૃત્તિ આપવામાં આવે છે.

શિષ્ય વૃત્તિની કિંમત
શિષ્યવૃત્તિ શાળામાં પ્રવેશ અપાયો હોય તે મહિનાથી શરૂ થાય છે અને શિક્ષણના માધ્યમિક તબક્કાની છેલ્લીપ પરીક્ષા લેવાય તે મહિના સુધી ચાલુ રહે છે. પછીના વર્ષમાં રીન્યુ કરાવાય તે બાબતમાં, શિષ્યવૃત્તિ અપાઇ હતી તેનાં પછીના વર્ષથી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. શૈક્ષણિક પ્રગતિ સારી હોય તેને અધીન શિષ્યવૃત્તિ રીન્યું કરવામાં આવે છે.
શિષ્યવૃત્તિ મોકૂફ રાખવી.
સ્કોલર સંતોષકારક પ્રગતિ ન કરે, તો શિષ્યવૃત્તિ મોકુફ રાખવામાં આવે છે.
સંપર્ક સરનામું
શાળાના જિલ્લાં નિરીક્ષક / શિક્ષણ નિયામક, રાજ્ય / સંઘ પ્રવેશ સરકાર.