તમે કોણ છો ?
ધોરણ ૧૦ પછી શું?
ધોરણ ૧૦ પછી શું કરવું ? આ સવાલના જવાબમાં એટલું જ કહી શકાય કે આપની પાસે ઘણા બધા વિકલ્‍પો છે અને આપ ધારો તો આકાશને પણ ચૂમી શકો એટલી બધી શક્યતાઓ છે જ. અંગ્રેજીમાં શબ્‍દપ્રયોગ છે. ‘Sky is the limit’ શું આકાશને સીમાડાઓ છે ખરા ? જેમ આકાશને પણ ચૂમી શકો તેટલી શક્યતાઓ છે. ધોરણ ૧૦ પછી પસંદગી માટે સમગ્ર આકાશ ખુલ્‍લું છે અને આપની પાસે છે આકાશની માફક અમાપ, અસીમિત શક્યતાઓ અને વિકલ્‍પો... ગણ્‍યા ગણાય નહીં તેટલાં સપનાંઓ આપની પાસે છે. તો આ સપનાંને સાકાર કરી બતાવવાની શક્યતા અને શક્તિ પણ આપના જ હાથમાં છે.
પસંદગીના વિકલ્‍પો
ધોરણ ૧૦ પાસ કર્યા પછી આપણી સમક્ષ કયા કયા મુખ્‍ય વિકલ્‍પો છે તે પર નજર કરીએ તો :
ધોરણ ૧૧-૧૨ – Higher Secondary માં એડમિશન મેળવવું. અહીં પણ વિજ્ઞાનપ્રવાહ, સામાન્‍ય પ્રવાહ (વિનયન-વાણિજ્ય), ઉત્‍તર બુનિયાદી પ્રવાહ એવા વિકલ્‍પો છે.
ધોરણ ૧૦ પછીના વ્‍યવસાયલક્ષી ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો (ડિપ્‍લોમાં ઇન એકાઉન્‍ટન્‍સી, ડિપ્‍લોમાં ઇન બૅન્‍કિગ, ડિપ્‍લોમાં ઇન હોમસાયન્‍સ ઇત્‍યાદિ) માં એડમિશન મેળવવું.
ધોરણ ૧૦ પછીના ટેકનિકલ ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમોમાં (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ઓટોમોબાઇલ, મેટલર્જી, કેમિકલ, પ્‍લાસ્‍ટિક, પ્રિન્‍ટિગ, ફેબ્રિકેશન, હોમસાયન્‍સ, કોમર્શિયલ પ્રેકટિસ, માઇનિંગ, સિરેમિક, ટેક્ષ્‍ટાઇલ મેન્‍યુફેક્ચરિંગ/ટેકનોલોજી ઇત્‍યાદિ ક્ષેત્રોમાં) પ્રવેશ મેળવવો. આ ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો સરકારી પૉલિટેકનિકો/સ્‍વનિર્ભર સંસ્‍થાઓ ખાતે લઇ શકે છે.
ધોરણ ૧૦ પછી આપના માટે નોકરીની પણ કેટલીક સારી તકો છે જ - જો આપ આગળ અભ્‍યાસ કરી શકો તેવા સંજોગો ન હોય તો.
આપ ખાનગી ઉમેદવાર તરીકે પણ - ઘરે રહીને પણ - આગળ અભ્‍યાસ કરી શકો.
હવે આપ જ કહો : છે ને અનંત તકો...
આપે ધોરણ ૧૦ પછીના વિકલ્‍પો પર એક ઊડતી નજર કરીને ? હવે આપ જ કહો છો ને આકાશ જેટલી અનંત તકો. જો કોઇ ક્ષેત્રમાં વિકાસની, આગળ વધવાની અગણિત તકો હોય, તો આપણે કહીએ છીએ કે Sky is the limit હવે આપણે ધોરણ ૧૦ પછીની તકોના સંદર્ભમાં પણ આ જ વાક્ય કહી શકીએ ને?
પાછળ જુઓઆગળ જુઓ