તમે કોણ છો ?
ધોરણ ૧૦ પછી શું?
આમ, ધોરણ ૧૦ પછી આખું આકાશ તમારા જ સ્‍વાગત માટે ખુલ્‍લું છે. તમારા પગ પાસે લીલીછમ જાજમ છે અને આપ ધારો તો સામે કોઇ જ અવરોધ પણ નથી. આપ આ જાજમ પર પગ મૂકો, ચાલો, દોડો.... તમારી તાકાત હોય તેટલાં રંગીન સપનાં લઇને દોડો.... Sky is the limit...
તો ધોરણ ૧૦ પછી આગળ અભ્‍યાસ માટે આપના રસ-રુચિ-સંજોગોને ધ્‍યાનમાં લઇને જે પણ વિકલ્‍પ પસંદ કરો. તેમાં આપ જો Top પર રહેશો તો - એટલે કે પ્રથમ પાટલીના First Bench ના વિદ્યાર્થી રહેશો તો - આપના માટે સમગ્ર આકાશ ખુલ્‍લું છે જ.
સાયન્‍સ - કોમર્સ - આર્ટસ કયો પ્રવાહ પસંદ કરવો ? કે પછી અન્‍ય કોઇ કરવા ?
આપણે જાણીએ છીએ તેમ દર વર્ષે ગુજરાત રાજ્યમાં ધોરણ ૧૦ ની Board Exam. પાંચથી છ લાખ વિદ્યાર્થી મિત્રો આપે છે જ. તેમાંથી ત્રણથી ચાર લાખ મિત્રો આ પરીક્ષા પાસ કરે છે. આ મિત્રો અને તેમના વાલીઓને એક મહત્‍વનો નિર્ણય લેવાનો છે કે હવે શું કરવું જોઇએ ? કારણકે આ નિર્ણય સમગ્ર કારકિર્દીની દિશા નક્કી કરનારો નિર્ણય પુરવાર થઇ શકે તેવી શક્યતાઓ છે - આથી બધાં જ પાસાંઓનો વિચાર કરીને આપણે આ નિર્ણય લેવાનો છે.
ધોરણ ૧૦ પછી શું ? મુખ્‍ય વિકલ્‍પો
ધોરણ ૧૦ પાસ કર્યા પછી મુખ્‍ય રસ્‍તાઓની વાત કરીએ તો : (૧) ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ માં અભ્‍યાસ (૨) ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગ તેમજ અન્‍ય ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ (૩) આઇ.ટી.આઇ ના જુદા જુદા કોર્સમાં અભ્‍યાસ (૪) ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સમાં અભ્‍યાસ (૫) ફાઇન આર્ટ ડિપ્‍લોમાં કોર્સમાં અભ્‍યાસ (૬) કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્‍યાસ (૭) કેટલાક પ્રોફેશ્‍નલ કોર્સમાં અભ્‍યાસ અથવા (૮) આગળ અભ્‍યાસ છોડી દઇને ધંધામાં અથવા નોકરીમાં જોડાઇ જવું.
પહેલી પસંદગી ધોરણ ૧૧-૧૨:
ધોરણ ૧૦ પછી શું કરવું એનો સૌથી સારો જવાબ એક લીટીમાં આપીએ તો ધોરણ ૧૧ માં એડમિશન લેવું ધોરણ ૧૦ પછી આગળ અભ્‍યાસ માટે મુખ્‍ય બે પ્રવાહો છે : (૧) સામાન્‍ય પ્રવાહ (૨) વિજ્ઞાન પ્રવાહ.
સામાન્‍ય પ્રવાહમાં અભ્‍યાસ :
(૧) આર્ટસના વિષયો રાખીને અથવા (૨) કોમર્સના વિષયો રાખીને ધોરણ ૧૧ સામાન્‍ય પ્રવાહમાં એડમિશન લઇ શકાય છે. ૧૧ માં ધોરણની પરીક્ષા સ્‍કૂલ લે છે અને ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહની પરીક્ષા બોર્ડ લે છે અને હા, આપ જાણતા જ હશો કે ૧૧ મા ધોરણમાં ભલે સ્‍કૂલ પરીક્ષા લે, પરંતુ પ્રશ્નપત્રો (papers) તો બોર્ડ દ્વારા જ સેટ કરવામાં આવે છે.
પાછળ જુઓઆગળ જુઓ