ખાતા વિષે
ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, અમદાવાદની સાફલ્‍ય ગાથા
.સંસ્‍થાનું ધ્‍યેય
ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન, અમદાવાદ, લક્ષિત વયજુથના બાળકો અને શીક્ષકો માટે ગુણવત્તાવાળા શૈક્ષણિક ટેલીવીઝન(વીડીયો) અને રેડીયો(ઓડીયો) કાર્યક્રમોનું નિર્માણ કરી તેમના શિક્ષણને ઉત્‍કૃષ્‍ટ અને મૂલ્‍યવાન બનાવવા તથા પ્રોત્‍સાહન પુરૂં પાડવાના ધ્‍યેય પ્રત્‍યે પ્રતિબધ્‍ધ છે.
.ઉદેશો
(૧)ગુણવત્તા ધરાવતા અને ઉપયોગી એવા શૈક્ષણિક રેડિયો અને ટેલીવીઝન કાર્યક્રમોનું નિર્માણ કરવું તથા પ્રસારણ કરવું.technolofy-bhavan
(ર)પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણને સહાયભૂત એવા કાર્યક્રમોનું નિર્માણ કરવું.
(૩)શૈક્ષણિક ટેકનોલોજી અંગેની માહિતીનો પ્રસાર કરવો
(૪)વૈધિક અને અવૈધિક શિક્ષણની ગુણવત્તા સુધારવી અને તેમાં મૂલ્‍યોનું સિંચન કરવું
(પ)શૈક્ષણિક ઓડીયો અને વીડીયો કાર્યક્રમોનું મુલ્‍યાંકન કરવું. એના વિશે અભિપ્રાયો મેળવવા.
(૬)રેડિયો અને ટેલીવીઝન કાર્યક્રમોના પ્રસારણના સમયપત્રકો તેમજ સહાયક સાધન-સામગ્રી તૈયાર કરવી અને તેનું પ્રકાશન કરવું.
આગળ જુઓ