| ૧) | પ્રાથમિક અને માઘ્યમિક શાળાઓમાં ટેકનીકલ, યુરોપિયન અને આંગ્લ ભારતીય શિક્ષણ અને ખેતી વિષયક શિક્ષણ સહિતનું શિક્ષણ (કૃષિ અને ગ્રામ વિકાસ વિભાગને ફાળવેલા ખેતી વિષયક શિક્ષણનો સમાવેશ થતો નથી) અને ફાર્મસી શિક્ષણ. |
| ર) | કોપી રાઈટ |
| ૩) | પુસ્તકો અને સામયિકો |
| ૪) | વૈજ્ઞાનિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ |
| ૫) | શાળાઓ અને કોલેજોની અભિનય નાટય કલાની સ્પર્ધાઓ |
| ૬) | પ્રાથમિક શાળા શિક્ષકોને નાટય કલાની તાલીમ આ૫વાની યોજના. |
| ૭) | (અ) વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના બધા રાજય૫ત્રિત અધિકારીઓ અને બિનરાજય૫ત્રિત સરકારી કર્મચારીઓની નિમણુંકો, ૫દનિયુકિતઓ, બદલીઓ,બઢતીઓ, વર્તણૂંક, રજા મંજૂરી, પેન્શન વગેરેને લગતી તમામ બાબતો.
(બ) વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના સચિવાલય સંવર્ગના વર્ગ-૧ અને વર્ગ-રના અધિકારીઓને પેન્શન, રજા મંજૂર કરવાને લગતી તમામ બાબતો. |
| ૮) | મઘ્યાહન ભોજન યોજના |
| ૯) | રાજયના હેતુઓ માટે રાજયના નિહિત થયેલાં કે તેના કબજા હેઠળના અને શિક્ષણ વિભાગને સોં૫યેલા કામ, જમીન અને મકાનો. |
| ૧૦) | આ સૂચિમાંની કોઈ૫ણ બાબતના હેતુઓ માટે તપાસ અને આંકડા. |
| ૧૧) | કોઈ કોર્ટમાં લેવાતી ફી સિવાય આ સૂચિમાંની બાબતો માટેની ફી. |
| ૧ર) | મહિલા સામખ્ય |