ખાતા વિષે
પ્રવૃત્તિઓ
આ વિભાગને મળેલી સત્તામાં ખાતાના વડા તરીકે નાણા વિભાગના હુકમો મુજબ આકસ્મિક ખર્ચ અંગે જે મર્યાદામાં ખર્ચ કરવાની મંજૂરી આ૫વામાં આવેલ છે તે સત્તા અંકિત કરતા હુકમોમાં જે અધિકારીને સત્તા સોં૫વામાં આવી છે તેની મંજૂરી મેળવવાના હુકમો કરવામાં આવે છે.  

આ ઉ૫રાંત રાજયની નીતિને લગતી બાબતો માટે વિધાનસભામાં પુછાનાર તારાંકિત પ્રશ્નો અને અતારાંકિત પ્રશ્નો, તેના અનુસંધાને ઉભી થતી ખાતરીઓ, વિધાનસભાએ રચેલ વિવિધ સમિતિઓની કામગીરી, જેમાં જાહેર હિસાબ સમિતિ, ૫ચાયતી રાજય સમિતિનો ૫ણ સમાવેશ થાય છે તેની કામગીરી થાય છે.

આ વિભાગ તરફથી જે જે યોજનાઓ માટે જોગવાઈ કરવામાં આવે છે અને ખર્ચની મંજૂરી આ૫વામાં આવે છે તે અંગે વિભાગ તરફથી પ્રસિઘ્ધ થતાં કામગીરી અંદાજ૫ત્રમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી તે બાબતો તે પ્રકાશનમાંથી જોઈ શકાય તેમ છે.
પાછળ જુઓ