ખાતા વિષે
"" શાખા
૧)વિભાગના વર્ગ-૧ થી વર્ગ-૪ સુધીના તમામ કર્મચારીઓ - અધિકારીઓ સામેની ખાતાકીય તપાસની બાબતો.
ર)શિક્ષણ વિભાગ હસ્તકના ખાતાના વડાઓની કચેરીઓ તથા તે હસ્તકની કચેરીમાં ઉપરાંત યુનિવર્સિટીઓ અને કોલેજોના વર્ગ-૧ અને વર્ગ-૨ તમામ અધિકારીઓ સામેની પ્રાથમિક તપાસની બાબત.
૩)શિક્ષણ વિભાગ હસ્તકના ખાતાના વડાની કચેરીઓ તથા તે હસ્તકની કચેરીઓ યુનિવર્સિટીઓ તથા કોલેજોના વર્ગ-૧ તથા વર્ગ -૨ના તમામ અધિકારીઓ સામેની ખાતાકીય તપાસની બાબતો.
૪)ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા વિભાગ હસ્તકના તમામ બોર્ડના અધિકારીઓ સામેની પ્રાથમિક તેમજ ખાતાકીય તપાસ અંગેની બાબત.
૫)શિક્ષણ વિભાગ તથા વિભાગ હસ્તકની કચેરીઓના તમામ અધિકારીઓ - કર્મચારીઓની ફરજ મોકુફીની બાબત, તેની સમીક્ષા બાબત, નિર્વાહ ભથ્થું તથા પુનઃ સ્થાપનની બાબતો.
૬)ઉપરોક્ત તમામ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓના લાંચરુશ્વતની સંડોવણીની બાબતોમાં ફોજદારી કાર્યવાહીની બાબતો.
૭)તકેદારી આયોગ તરફથી ગેરરીતિ, ભ્રષ્ટાચાર તેમજ અન્ય બાબતોમાં થતી તમામ પ્રાકારની ભલામણો તથા તપાસ અંગેની તમામ કામગીરી.
૮)ખાતાકીય તાપસનાં કેસોમાં લોક અદાલત જેવી પધ્ધતિ દાખલ કરવાની તમામ કામગીરી.
૯)તકેદારી આયોગ તરફથી યોજાતી વાર્ષિકક સમીક્ષા બેઠકમાં પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ, ફોજદારી કેસોની બાબતોની તમામ તૈયારી તથા તે અંગેની બેઠકની સંપૂર્ણ કામગીરી હાથ ધરવી તથા તે અંગેની સંપૂર્ણ વિગતો સહ ફોલ્ડરો તૈયાર કરવા.
૧૦)તકેદારી આયોગ સાથેની વાર્ષિક સમીક્ષા બેઠકો સિવાયની અવાર-નવાર યોજવામાં આવતી અન્ય સમીક્ષા બેઠકો હાથ ધરવાની કામગીરી.
૧૧)તકેદારી આયોગને દર ત્રણ માસે મોકલવામાં આવતા ત્રિમાસીક અહેવાલની તમામ કામગીરી.
૧ર)સતત તકેદારી સેલ, સા.વ.વિ.ની શિક્ષણ વિભાગને લગતી તમામ કામગીરી.
આગળ જુઓ