ખાતા વિષે
"ર" શાખા
૨ શાખામાં અનામત /રોસ્ટર બાબતે મોનીટરીંગ સેલનું કામ કરે છે. જેમાં
૧)શિક્ષણ વિભાગ હેઠળની ખાતાના વડાની કચેરીઓની ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓ, યુનિવર્સીટીઓ વિગેરેમાં અનામત / રોસ્ટરના અમલ અંગે આવેલ રજુઆતો અંગેની કામગીરી.
ર)વિભાગ હેઠળના ખાતાના વડાઓના કચેરી /જિલ્લાએ આવેલા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓ યુનિવર્સીટી વિગેરેના રોસ્ટર રજીસ્ટોરોની ચકાસણી અને તેને સંબંધિત કામગીરી.
૩)અનું.જાતિ / જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગના હિત માટે રચાલેય મંડળો, તથા આયોગ દ્વારા થતી રજુઆત બાબતની કામગીરી.
૪)ઉપરોક્ત જાતિઓને સંબંધિત
(૧) સા.ન્યા. અધિકારીતા વિભાગ
(૨) આદિજાતી વિભાગ અને સા.વ.વિ દ્વારા સતત માંગવામાં આવતા પ્રાગતિ અહેવાલો / માહીતીઓ અંગેની કમગીરી.
૫)શિક્ષણને સંબંધિત અનામત / રોસ્ટર બાબતે વિધાનસભા / લોકસભા દ્વારા પૂછાયેલ પ્રશ્નો અંગેની કામગીરી.
૬)ભારત સરકારના અનુ.જાતિ / જનજાતિ રાષ્ટ્રીય આયોગના વર્ષમાં જુદા જુદા આવતા અહેવાલો તે અંગેની ભલામણો અને તે સામે લીધેલ પગલાંઓ બાબતે માંગેલ માહિતી. વિભાગ હેઠળના તાબાની કચેરીઓ / સંસ્થાઓ પાસેથી એકઠી કરી સંકલિત માહિતી / અહેવાલો સંબંધિતોને પુરા પાડવાની કામગીરી.
૭)અનુ.જાતિ / અનુ.જનજાતિ તેમજ સા.શૈ.પ. વર્ગ માટેની ગુજરાત વિધાનસભાની સમીતીઓ સમક્ષના પ્રશ્નો તેને લગતી કામગીરી.
૮)બેકલોગ પૂર્ણ કરવાની ઝુંબેશથી સતત યોજવામાં આવતી મીટીંગો અને તે અંગેની કામગીરી.
૯)"કોપી રાઈટ" ની બાબત.
૧૦)ગુજરાતી ભાષામાં વિશ્વકોષ તૈયાર કરવા બાબત રચાયેલ ટ્રસ્ટ તરફથી થયેલ રજુઆતો, ગ્રાન્ટ વિગેરેની કામગીરી.
૧૧)ગુજરાતી જોડણી સુધારણાની રચાયેલ સમિતિ દ્વારા થતી રજુઆત અંગેની કામગીરી.
આગળ જુઓ