ખાતા વિષે
"વ.૧" શાખા
૧)રાજ્યની તાલુકા પંચાયતો અને જિલ્લા પાંચાયતો ઉપરના વિભાગને સંબંધિત નિરીક્ષકશ્રી, સ્થાનિક ભંડોળ અને હિસાબ તરફથી આપવામાં આવેલ ટ્રસ્ટ ઓડિટ પેરાના જવાબો નિયત સમય-મર્યાદામાં કરવાની કામગીરી.
ર)નિરીક્ષકની સ્થાનિક ભંડોળ હિસાબો ગુજરાત વિધાનસભાને રજૂ કરેલ જે તે વર્ષના જિલ્લા અને તાલુકા પંચાયતો ઉપરના ઓડિટ અહેવાલનાં વિગતવાર ખુલાસાઓ તૈયાર કરીને નિરીક્ષકશ્રીની મંજુરી મેળવીને નિયત નમૂનામાં પુસ્તકો સ્વરૂપે છપાવીને ગુજરાત વિધાનસભાની પંચાયત રાજ સમિતિ રજૂ કરવા.
૩)ચર્ચા દરમય્ન સમિતિ તરફથી માંગવામાં આવતી માહિતી મેળવી ચકાસી, સંકલિત કરીને બુક્સ છપાવીને સમિતિને રજૂ કરવી.
૪)પંચાયતી રાજ સમિતિની ભલામણો અન્વયે સંબંધિતો સામે પગલાં લેવાની કે આનુષાંગિક કાર્યવાહી હાથ ધરવી અને સમિતિને પગલાં પત્રકો રજૂ કરવા.
૫)એ.જી. રાજકોટ / અમદાવાદના વિભાગ હસ્તકની સમગ્ર રાજ્યની કચેરીઓ તેમજ ઓટોનોમસ બોડીઝ અને સ્વૈચ્છિક સંસ્થાઓ કે જેઓને રાજ્ય સરકાર તરફથી રૂ. ૨૫ લાખ કે તેથી વધુ સહાય આપવામાં આવતી હોય અને જેનું ઓડિટ એ.જી. કચેરી પાસે કરાવવું ફરજીયાત છે. તે તમામ સંસ્થાઓમાં એ.જી.ડ્રાફટ પેરાઓ અને નિરીક્ષણ અહેવાલો ની કામગીરી.
૬)ખર્ચ મેળવણાની કામગીરી.
૭)એપ્નોપ્નીએસન એકાઉન્ટસ (વિનિયોગ હિસાબો) ના વિભાગને સંબંધિત તેમજ વિભાગની જે યોજનાઓ-માંગણીઓ સમાજ કલ્યાણ વિભાગ હસ્તક છે. તે માંગણીઓ ઉપરના વિગતવાર ખુલાસાઓ ગુજરાતી / અંગ્રેજીમાં તૈયાર કરી પુસ્તિકાઓ છપાવીને જાહેર હિસાબ સમિતિને રજૂ કરવાની કામગીરી.
૮)ભારતના કોમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ (સીએજી) ના મુલ્કી અહેવાલો ઉપરની સમગ્ર કામગીરી.
૯)ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલના ઓડિટ અહેવાલ (મહેસુલ આવક) ઉપરની સમગ્ર કામગીરી.
૧૦)જાહેર હિસાબ સમિતિને લગતી તમામ કામગીરી.
૧૧)અંદાજ સમિતિની તમામ કામગીરી.
૧ર)વિચરતી અને વિમુક્ત જાતીના કલ્યાણ માટેની સમિતિની કામગીરી.
૧૩)સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓના કલ્યાણ માટેની સમિતિની કામગીરી.
૧૪)ઓડિટ કમિટીઓ અને મોનીટરીંગ કમીટીને લગતી કામગીરી.