ખાતા વિષે
વિહંગાવલોકન
પ્રસ્તાવના :-
તા.૧લી મે, ૧૯૬૦ ના રોજ ગુજરાત રાજયની રચના થતાં શિક્ષણ અને મજૂર વિભાગએ નામે એક સંયુકત વિભાગ અમલમાં આવ્યો. તે સમયના શિક્ષણ વિભાગમાં સમાજ કલ્યાણ, મજૂર, નશાબંધી અને આબકારી તથા રોજગાર વિભાગનો સમાવેશ કરેલો હતો. વહીવટી કારણોસર પાછળના વિષયો ક્રમશઃ શિક્ષણ અને મજૂર વિભાગ પાસેથી લઇ લવાયા અને ઓગષ્ટ,૧૯૭૬ થી શિક્ષણ વિભાગ તરીકેનો સચિવાલયનો એક અલગ વિભાગ અસ્તિત્વમાં આવ્યો. જે પ્રાથમિક શિક્ષણ, નિરંતર અને સાક્ષરતા શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ટેકનીકલ શિક્ષણ, ફાર્મસી શિક્ષણ સહિત શિક્ષણ અંગેની કામગીરી સંભાળે છે.
નીતિ વિષયક માળખું :-
૧)નિરંતર શિક્ષણ અને સાક્ષરતાનો મહત્વનો કાર્યક્રમ.
ર)૬ થી ૧૪ વર્ષની વયના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ સાર્વત્રિક બનાવવાની ધણી જ મોટી ટોચ-મર્યાદા.
૩)માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના વિસ્તૃતિકરણનું નિયંત્રણ અને માધ્યમિક કક્ષાએ વ્યવસાયીકરણ અમલમાં મૂકવું તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની સુધારણા.
૪)આયોજન અને આયોજન બહારની જોગવાઇઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અને શિક્ષણ ક્ષેત્રે કરેલ રોકાણનો ઉત્તમ ઉપયોગ અને વિકાસનો હેતુ સાધવો.
પ)અમલીકરણની ગુણવત્તા સુધારવી.

આ વિશાળ ઉદૃશને લક્ષમાં રાખીને શિક્ષણ વિભાગ, શિક્ષણને લગતી નીતિઓ ધડે છે. એના અમલ પર પણ દેખરેખ રાખે છે અને માર્ગદર્શન તથા હુકમોના સ્વરૂપે આદેશો બહાર પાડે છે. આમ શિક્ષણને લગતી બાબતોનો સમગ્ર હવાલો સંભાળે છે. કામકાજના નિયમો હેઠળ વિભાગને સુપ્રત કરાયેલ વિષયો પરિશિષ્ઠ-ક માં દર્શાવેલ છે. શિક્ષણ વિભાગના વડા તરીકે બે સચિવો છે, જેમાં એક અગ્ર સચિવશ્રી (શિક્ષણ) અને સચિવશ્રી (પ્રાથમિક શિક્ષણ) છે. તેમાં ૭ નાયબ સચિવો અને ૮ ઉપસચિવો છે. જુદા જુદા વિષયો અંગે કામ કરતી જુદી જુદી શાખાઓ છે અને સેકશન અધિકારીઓ ૧૮ (રાજયપત્રિત વર્ગ-ર) તે શાખાના વડા છે. શિક્ષણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ ૮ ખાતાના વડા અને એક વૈધાનિક બોર્ડ છે. શિક્ષણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ નીચેના ખાતાના વડાઓ કામ કરે છે.
આગળ જુઓ