ઇ સિટિઝન
વારંવાર પુછાતા પ્રશ્નો
કારકિર્દી તરીકે કાયદા અંગેની વિગત
પ્રશ્ન : ૧.કારકિર્દી તરીકે કાયદા અંગેની વિગત મને આપો.
પ્રશ્ન : ૨.કાયદા માટે પાત્રતા અને તાલીમ શું છે ?
પ્રશ્ન : ૩.કામનો પ્રકાર કેવો છે ?
પ્રશ્ન : ૪.તાલીમ સંસ્થાઓ કયાં કયાં છે ?
પ્રશ્ન : ૫.મહેનતાણું કેટલું મળે છે ?
પ્રશ્ન : ૬.વિશેષજ્ઞતાનાં ક્ષેત્રો કયાં કયાં છે ?
પ્રશ્ન : ૭.આ ક્ષેત્રની ભાવી શક્યતાઓ કઇ કઇ છે ?
પ્રશ્ન : ૧.કારકિર્દી તરીકે કાયદા અંગેની વિગત મને આપો.
જવાબ-૧

વકીલ પરિષદ (બાર કાઉન્સિલ) ના અંદાજ મુજબ દર વર્ષે ૧૨૦૦ થી ૧૫૦૦ વકીલો નોંધણી કરાવે છે. બીજો વિચારણામાં લેવાનો પ્રગતિશીલ મુદ્દો એ છે કે આ પુરુષોના આધિપત્યકવાળું ક્ષેત્ર છે. તેના પર મહિલાઓએ આક્રમણ કર્યું છે. ઘણી સ્ત્રીઓ આ વ્યપવસાય નથી કરતી તે સાચું છે. આનાં કારણો ઘણાં છે. હાલની સામાજિક સ્થિતતિની સરખામણીમાં ઘણી જિલ્લા કોર્ટમાં કામની સ્થિ તિ ઘણી નબળી છે. ઘણી સ્ત્રીજઓ પ્રેકટિસ કરવા કરતાં કાનૂની પેઢીઓ અથવા કોર્પોરેટ ગૃહમાં કાનૂની અધિકારી તરીકે જોડાવાનું પસંદ કરે છે. તેમ છતાં, આ માહોલ નોંધપાત્ર રીતે બદલાઇ રહ્યો છે અને વધુ ને વધુ સ્ત્રી ઓ ગૌરવપૂર્વક આ જગ્યા ધરાવે છે અને કોર્ટમાં તેમની યોગ્યાતા દર્શાવે છે.

પ્રશ્ન : ૨.કાયદા માટે પાત્રતા અને તાલીમ શું છે ?
જવાબ-રકોઇપણ વિદ્યાશાખામાં સ્નાદતક પછી ત્રણ વર્ષનો કાયદાનો અભ્યારસક્રમ અથવા ૧૨ મા ધોરણની પરીક્ષા પછી પાંચ વર્ષનો બી.એ., એલ.એલ.બી. (ઓનર્સ) અભ્યાવસક્રમ કરી શકે. વ્યપવહારુ રીતે બધી યુનિવર્સિટીઓ સ્‍નાતક માટે ત્રણ વર્ષનો અભ્યા્સક્રમ આપે છે. સામાન્ય રીતે, સ્ના તક પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે પાત્રતા હોય છે. તેમ છતાં, કેટલીક યુનિવર્સિટીઓ પ્રવેશ પરીક્ષા પણ લે છે. પાંચ વર્ષના અભ્યાસક્રમ માટે મુખ્યી સંસ્થા બેંગ્લોરની નેશનલ લૉ સ્કૂપલ છે. પાંચ વર્ષના અભ્યામસક્રમમાં પ્રત્યકક્ષ તાલીમને પણ આવરી લેવામાં આવે છે. આમાં કોર્ટમાં હાજરી, કાનૂની સહાય કેન્દ્રો અને સંશોધન પરિયોજનાઓમાં મેળવનારનો સમાવેશ થાય છે. એકાકી કેન્દ્રિંત શાખામાં વિશેષતા માટે શ્રમ અને શ્રમ કલ્યા ણ, કરવેરા વગેરે જેવા ટૂંકા ડિપ્લોંમા અભ્યાસક્રમ છે. પ્રેકટિસ કરી શકવા માટે એક વર્ષની ઇન્ટશીપ ફરજિયાત છે. આખરી વર્ષના અભ્યાસક્રમ દરમિયાન આ કરી શકાય.
પ્રશ્ન : ૩.કામનો પ્રકાર કેવો છે ?
જવાબ-૩કાયદાની ડિગ્રી અને ફરજિયાત આર્ટિકલશીપ પૂરી કર્યા પછી વ્યેક્તિ એડવોકેટ અથવા સોલિસીટર નીમી શકે. બે વચ્ચે તફાવત છે. એડવોકેટ અદાલતમાં વકીલાત કરે છે અને મુકદમા સાથે સક્રિયપણે જોડાયેલ છે. અમુક કેસમાં કયા કાયદા અને કયાં પૂર્વ દ્રષ્ટાંથત પ્રસ્તુત છે, તે તે નક્કી કરે છે, જ્યારે સોલિસીટર વિષયોની વ્યાદપક શ્રેણીમાં, વ્યટક્તિગતથી માંડી વેપારની બાબતમાં અસીલને કાનૂની સહાય આપે છે. કોર્ટમાં જતા કેસ બાબતમાં, સોલિસીટર એડવોકેટને સંક્ષિપ્તઅમાં જણાવે છે અને સલાહ આપે છે. એડવોકેટ આ કેસ અસીલ વતી હાથ ધરે છે. કોઇ વ્યકક્તિ એડવોકેટ બનવાનું પસંદ કરે તો, એડવોકેટના જુનિયર મદદનીશ તરીકે શરૂ કરે છે. ફાઇલ કરવું, સંશોધન કરવું, સુનાવણીની મુદત મેળવવી જેવી રાબેતા મુજબની કામગીરી કરે છે અને સિનિયર સાથે કોર્ટમાં હાજરી પણ આપે છે. તે ક્રમશઃ સોંપેલા કેસ અંગે કામ કરે છે અને દાવાના મુસદ્દા તૈયાર કરે છે. અનેક વર્ષનો મુસદ્દા ઘડવાના અનુભવ પછી તે કોર્ટમાં સક્રિય રીતે ભાગ લેવાનું શરૂ કરે છે. સોલિસિટર બનવાના વિકલ્પપની બાબતમાં વ્યયક્તિ આર્ટિકલશીપ દરમિયાન અથવા કાયદાના અભ્યાવસક્રમ દરમિયાન સોલિસિટરની પેઢીમાં જુનિયર તરીકે જોડાય છે. અહીં પણ જુનિયરનું કાર્ય કાયદાના કેસનો અભ્યાતસ કરવો. વખતોવખત અધિકૃતિ જોવી અને મુકદ્દમા ફાઇલ કરવા, નોટિસ કાઢવી જેવા રાબેતા મુજબના કામથી શરૂઆત કરે છે. સોલિસિટર મોટી કે નાની ઓફિસના આધારે શ્રમ કાયદા અને ઔદ્યોગિક વિવાદથી કરવેરા સુધીની બાબતોની વ્યાપક શ્રેણીમાં તેના સિનિયરના માર્ગદર્શન નીચે કામ કરે છે. અહીં પણ અનેક વર્ષોના અનુભવ પછી તે સિનિયરની કક્ષાએ પહોંચે છે અને પ્રસંગોપાત્ત પેઢીના એક ભાગીદાર તરીકે જોડાવાનું આમંત્રણ મળે છે.
પ્રશ્ન : ૪.તાલીમ સંસ્થાઓ કયાં કયાં છે ?
જવાબ-૪

કાયદા સંસ્થાઓ : લગભગ બધી ભારતીય યુનિવર્સિટીઓમાં કાયદાની ડિગ્રીનો અભ્યાનસક્રમ હોય છે. આ ઉપરાંત કેટલીક યુનિવર્સિટીઓ ૧૨ મું ધોરણ પૂરું કર્યા પછી પાંચ વર્ષનો અભ્યારસક્રમ આપે છે. કેટલીક યુનિવર્સિટીઓ તો કાયદાના ટૂંકી મુદતના નીચેના વિશેષિત અભ્યા‍સક્રમ પણ આપે છે: (૧) શાળા છોડનાર માટે પાંચ વર્ષનો કાયદાનો અભ્યાસક્રમ (૨) ગુનાશાસ્ત્રય / ન્યામયસહાયક વિજ્ઞાનમાં અનુસ્ના્તક ડિપ્લોમા અને ડિગ્રી અભ્યાસક્રમ (૩) આંતરરાષ્ટ્રીય કાયદામાં અનુસ્નાતક ડિપ્લોપમા અભ્યાસક્રમ (૪) કરેવેરામાં અનુસ્નારતક ડિપ્લોતમા અભ્યાદસક્રમ (પ) શ્રમ કાયદાઓમાં અનુસ્ના તક ડિપ્લોમા અભ્યાંસક્રમ.

પ્રશ્ન : ૫.મહેનતાણું કેટલું મળે છે ?
જવાબ-પ

આર્ટિકલ કરતા કારકુન અથવા ઉમેદવાર (એપ્રેન્ટિકસ) ને સામાન્યા રીતે રૂ. ૨,૨૦૦ વૃત્તિકા મળે છે. ખાનગી પ્રેકટિસનરને સારા પગાર મળે છે. સરકારી નોકરીમાં હોય તેમને રૂ. ૨૦૦૦ થી રૂ. ૪૦૦૦ મળે છે. વ્યાક્તિને પેટા-જજ તરીકે નિમણુક મળે ત્યાલરે તે રૂ. ૫,૫૦૦ વત્તા બધા સરકારી કર્મચારીઓ મેળવવાને પાત્ર હોય તે લાભ અને પર્ક મેળવે છે.

પ્રશ્ન : ૬.વિશેષજ્ઞતાનાં ક્ષેત્રો કયાં કયાં છે ?
જવાબ-૬

વકીલ વિશેષજ્ઞ બની શકે તેવાં અનેક ક્ષેત્રો નીચે મુજબ છે.

  • દીવાની કાયદા, તે વ્યાક્તિઓના ખાનગી હક્કને લગતું કામ કરે છે, નુકસાનીના દાવા, કરાર ભંગના દાવા, ખત, વસિયતનામું (વિલ), ગીરોના કાગળ, ટ્રસ્ટી અથવા વાલી તરીકે કામ કરવું વગેરે.
  • ફોજદારી કાયદો, સમાજ અથવા રાજ્ય સામેના ગુના અંગે કામ કરે છે. આ સંભવતઃ કાયદાની ઉત્તેજક શાખા છે. આ વ્યકવસાયમાં અસીલના ઇન્ટવરવ્યુળ, સાક્ષીઓને પ્રશ્નો પૂછવા, તારણોનો સહસંબંધ, અજમાયશ હાથ ધરવી, રક્ષણ માટે કેસ તૈયાર કરવો, કોર્ટમાં તપાસ, ઊલટ તપાસ વગેરે.
  • કોર્પોરેશન કાયદા કોર્પોરેશનોને તેમના કાયદેસર હક, જવાબદારીઓ, વિશેષ હક અંગે સલાહ આપવી, વિધાન (સ્ટે,ચ્યુરટ), સંવિધાન અને વટહુકમનો અભ્યાગસ કરવો અને દાવા માટે જવું કે કેમ તે અંગે બધા મહત્વટના નિર્ણય લેવા કોર્પોરેશનને મદદ કરે છે.
  • આંતરરાષ્ટ્રી ય કાયદાના વિશેષજ્ઞ રાષ્ટ્ર એક બીજા સાથેના સંબંધમાં પાલન કરતા હોય તે સંધિ, પ્રથા અને પરંપરા અંગે વિશેષજ્ઞતા ધરાવે છે.
  • શ્રમ્‍ કાયદો કામદારો અને તેમનાં એસોસીએશન, કામકાજની શરતો, કાયદાઓનાં હક અને ફરજ વગેરે. અંગે કામ કરે છે. શ્રમ કાયદામાં વિશેષજ્ઞતા ધરાવનાર વકીલ પેઢીઓમાં વ્યેવસ્થાતપક મંડળ અને કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માટે બોલાવવામાં આવે છે.
  • સ્થા‍વર મિલકત અંગેનો કાયદો મિલકતના તબદીલી-ખત (કન્વયન્સિ), મિલકતના ટ્રસ્ટીે તરીકે કામ કરે છે અને ખત તથા ગીરો માટે કાયદેસર દસ્તાનવેજ તૈયાર કરે છે.
  • પેટન્ટ કાયદો પેટન્ટ કચેરીમાંથી શોધકો માટે પેટન્ટશ મેળવવા પર ધ્યાન કેન્દ્રિ ત કરે છે. અહીં પેટન્ટીના ભંગ બદલ વકીલ કેસ કરવા અથવા તેના રક્ષણ માટે વિશેષજ્ઞ છે. તે પેટન્ટહની વિગતવાર વિશિષ્ટલ વિગતો તૈયાર કરે છે.
પ્રશ્ન : ૭.આ ક્ષેત્રની ભાવી શક્યતાઓ કઇ કઇ છે ?
જવાબ-૭સામાન્યે રીતે કાયદાની પેઢી તાજા સ્ના તકોને ઉમેદવાર અથવા મદદનીશ તરીકે રાખે છે. અભ્યાયસક્રમના છેલ્લા‍ વર્ષ દરમિયાન, ઉમેદવાર ઉમેદવારી (એપ્રેન્ટિસશીપ) લે છે. બે વર્ષના આર્ટિકલશીપ પછી ઉમેદવાર લૉ સોસાયટીએ લીધેલી આર્ટિકલ કારકુનની પરીક્ષામાં બેસે છે. સ્નાદતક થયા પછી તરત ખાનગી પ્રેકટિસમાં ઝંપલાવવું વ્યકવહારુ દ્રષ્ટિએ અશકય છે, સિવાય કે કુટુંબની તૈયાર પેઢી હોય વ્યવક્તિ પોતાની પ્રેકટિસ શરૂ કરવા તૈયાર થાય તે પહેલાં એડવોકેટ અથવા સોલિસીટરની નીચે અનેક વર્ષ વીતાવે છે. ખાનગી ઉદ્યોગમાં અનેક તક છે. કંપનીઓ માટે કાનૂની સલાહકાર (પૂર્ણકાલીન અથવા અંશકાલીન) બનવાની પણ શક્યતા છે. સરકારી નોકરીમાં પણ અનેક તક છે. કાયદા સેવા આયોગ અથવા રાજ્ય જાહેર સેવા આયોગમાં પાત્ર ઠરે તે ઉમેદવાર મુન્સ.ફ તરીકે નિમણૂક માટે પાત્ર છે. તેને પેટા – જજ, જિલ્લા્ અને સેસન્સદ જજ અને હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં સિનિયોરિટી અને ખાલી જગ્યા ના આધારે તેથી આગળ બઢતી મળી શકે છે. જાહેર સેકટરના ઉપક્રમો તથા રાજ્ય અને કેન્ર્તે સરકારનાં સંગઠનો પણ વકીલ રોકે છે. સંરક્ષણ સેવામાં પણ તક રહેલી છે.