ઇ સિટિઝન
વારંવાર પુછાતા પ્રશ્નો
મર્ચન્ટર નેવી માટે પાત્રતા
પ્રશ્ન : ૧.મર્ચન્ટર નેવી માટે કઇ પાત્રતા છે ?
પ્રશ્ન : ર.મહેનતાણું અને લાભ કયા કયા મળે છે ?
પ્રશ્ન : ૧.મર્ચન્ટુ નેવી માટે કઇ પાત્રતા છે ?
જવાબ-૧

બધા ભારતીય મર્ચન્ટમ નેવી કર્મચારીઓને તાલીમ આપવી તે ભારત સરકારની જવાબદારી છે. તે સપાટી પરિવહન મંત્રાલય મારફત કામ કરે છે. મર્ચન્ટદ નેવીના નૌપરિવહન અને ઇજનેરી ક્ષેત્રોમાં પ્રવેશવા માગતા ઉમેદવારોને તે ક્ષેત્રોમાં પ્રવેશ મેળવી શકે તે પહેલાં યાંત્રિક અથવા દરિયાઇ ઇજનેરીમાં બી.એસ.સી. ડિગ્રી પૂરી કરવાની જરૂર રહેશે. કેટલાક કેસમાં, ભૌતિકશાસ્ત્ર , રસાયણશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર સાથે બારમું ધોરણ પુરું કર્યું હોય તેઓ ડેક કેડેટ, નૌપરિવહન અધિકારી તરીકે જોડાવાને પાત્ર છે. માસ્ટરર અને મેટની પરીક્ષાને લગતા ભારતના વિનિયમો અનુસાર ઉમેદવારોએ કાર્યક્ષમતાનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. આ પરીક્ષા વહાણવટા મહાનિયામક, મુંબઇના સહયોગથી સપાટી પરિવહન મંત્રાલય લે છે. આ પરીક્ષાઓ અધિકારી માટે બઢતીની શક્યતાઓ માટે મદદરૂપ થાય છે. નૌપરિવહન અધિકારીઓ માટે તાલીમ.

જરૂરિયાત : નૌપરિવહન અધિકારીઓ (નેવિગેટિંગ) માટેની ઉત્તમ તાલીમ સંસ્થાા ટી.એસ. ચાણક્ય છે. જે ઉમેદવારો અહીંથી લાયક બને છે, એટલે કે, દ્વિતીય મેટની પ્રથમ કાર્યક્ષમતા પ્રમાણપત્ર પૂરૂ કરે છે. તેમને નૌપરિવહન વિજ્ઞાન (બી.એસ.સી.) માં ત્રણ વર્ષની તાલીમ પૂરી કરવાની રહે છે. ત્યારપછી મર્ચન્ટ વહાણના ડેક ખાતામાં એક વર્ષની પ્રત્‍યક્ષ તાલીમ પૂરી કરે છે.

બઢતી : દ્વિતીય મેટનું પ્રમાણપત્ર મળતાં, સારા મર્ચન્ટર વહાણમાં સારા વેતને બોર્ડ પર દ્વિતીય અથવા તૃતીય અધિકારી તરીકે નીમાવા માટે તે અધિકારી પાત્ર છે. વધારે દરિયાઇ સેવા અધિકારીને પ્રથમ મેટ (વિદેશ જતા) અને માસ્ટપર (વિદેશ જતા) પરીક્ષા આપી શકે તેવો બનાવે છે. માસ્ટાર પરીક્ષા પાસ કરાતાં તેમને મર્ચન્ટે વહાણના કેપ્ટપન બનવા માટે કાર્યક્ષમતા પ્રમાણપત્ર મળે છે.

અભ્યાસક્રમની વિગતો : ટી.એસ. ચાણક્ય ભારતના ભાવિ નૌપરિવહન અધિકારીઓને દરિયાઇ શિક્ષણ અને તાલીમ આપે છે. તે મુંબઇ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તેનો પાઠ્યક્રમ દરિયાઇ વિષયો અને પ્રત્યટક્ષ પાસાંના મૂળભૂત સિદ્ધાંતો પર ખાસ ધ્યાદન કેન્દ્રિત કરીને દરિયાઇ શિક્ષણની વ્યાપક સમજ આપે છે. તેના વિષયોમાં અંગ્રેજી, પ્રયોજિત ગણિતશાસ્ત્ર , ભૌતિકશાસ્ત્ર અને વીજાણુવિદ્યા, કોમ્યુટર વિજ્ઞાન અને દરીયાઇ વ્ય વસ્થાયનો સમાવેશ થાય છે. વહાણ વ્ય,વસ્થાર પ્રૌદ્યોગિકી અને બીજા પ્રયોજિત વિષયો (દરિયાઇ વાણિજ્ય, દરિયાઇ ઇજનેરી, પર્યાવરણીય વિજ્ઞાન, નિયંત્રણ પ્રવૃત્તિ) વગેરે વિષયો પર ધ્યાન કેન્દ્રિ ત કરવામાં આવે છે. તાલીમ કાર્યક્રમો વ્યવસાય માટે જરૂરી માનસિક અને શારીરિક ગુણ આત્મસાત કરવામાં મદદ કરે છે. નીચેના વિષયોમાં પ્રત્યેક્ષ નૌપરિવહન, ચુંબકીય અને ગ્યારો કંપાસ, વીજાણુ નૌપરિવહન વિષયક સાધનો (રડાર, ડેકકા, સેટેલાઇટ, નેવિગેટર વગેરે)

વિદ્યાર્થીઓને વહાણની વ્યયવસ્થા શીખવવામાં આવે છે, નૌપરિવહન સાધનોનો ઉપયોગ કરવાનો અનુભવ આપવામાં આવે છે અને જીવનની સલામતીને લગતી બોર્ડ પરની સંખ્યાવબંધ કાણાં (ડ્રીલ)ને અધીન બનાવવામાં આવે છે.

ઇજનેરી અધિકારીઓ માટે જરુરિયાત :
દરિયાઇ ઇજનેરી સંશોધન સંસ્થા (MERI) અગાઉ દરિયાઇ ઇજનેરીના નિયામકની કચેરી, કોલકાત્તા તરીકે જાણીતી હતી. તે દરિયાઇ ઇજનેરીનું શિક્ષણ આપે છે. તેનું મુખ્યઇ મથક કોલકાત્તામાં છે અને શાખા મુંબઇમાં છે. વહાણવટા મહાનિયામક (DGS), મુંબઇના સહયોગથી સપાટી પરિવહન મંત્રાલય દ્વારા લેવાતી સૌથી નીચેની પરીક્ષા દ્વિતીય વર્ગના કાર્યક્ષમતા પ્રમાણપત્રની સમકક્ષ છે. આ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવે છે. જેમણે ‘મેરી’ પરીક્ષા પાસ કરી હોય તેમને ભાગ-એ માંથી મુક્તિ મળે છે. ભાગ-બી માં દરિયાઇ સેવાનો પ્રથમ અનુભવનો સમાવેશ થાય છે. ‘મેરી’ પછી કેડેટને મર્ચન્ટ નેવી વહાણ પર જુનિયર ઇજનેરી અધિકારી તરીકે મૂકવામાં આવે છે. સારું કામ અને પરીક્ષાઓ પૂરી કરાતાં, તેમને ઊંચી કક્ષાએ (તૃતીય ઇજનેર, દ્વિતીય ઇજનેર) અને છેવટે મુખ્યજ ઇજનેર તરીકે બઢતી આપી શકાય.

જરૂરિયાત : તાલીમ ચાર વર્ષ માટે આપવામાં આવે છે. તેના અંતે સ્નાતક પ્રમાણપત્ર મળે છે. માનવ સંસાધન વિકાસ (શિક્ષણ) મંત્રાલયે માન્યક રાખ્યાર મુજબ ડિગ્રી અભ્યાળસક્રમ પ્રથમ ડિગ્રી ઇજનેરીની સમકક્ષ છે. આ ડિગ્રીથી ઉમેદવારોને સરકાર દ્વારા દેખરેખ રખાતી સિનિયર સેવામાં નીમી શકાય.

અભ્યાસક્રમની વિગતો : પાઠ્યક્રમ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે કેડેટ મૂળભૂત ઇજનેરી સેવાથી પરિચિત બને, સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ દરિયાઇ ઇજનેરી, માનવશાસ્ત્રજ અને સમાજવિજ્ઞાનનું જ્ઞાન મેળવે તેમણે મર્ચન્ટર શીપિંગ અધિનિયમથી સ્થાશપ્યાર મુજબ દરિયાઇ ઇજનેરીના નિયમોની સમાન રહેવાનું હોય છે. અભ્યાસક્રમની સૈદ્ધાંતિક અને પ્રત્યન બાજુ ઉપરાંત વિદ્યાર્થીઓએ સંસ્થામાં યોજાતી અભ્યાધસેતર પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવાનું જરૂરી છે. ટી.એસ. ચાણક્ય અને ‘મેરી’ માં પ્રવેશ મેળવવા અંગે નીચે વાત કરે છે. ચાણક્ય અને ‘મેરી’ માટેના પ્રવેશના માપદંડ.

પાત્રતા / વયમર્યાદા : અપરિણીત પુરુષ અને સ્ત્રી ઓ માટે પ્રવેશ ખુલ્લોઇ છે. પ્રવેશ વર્ષની ૧ લી સપ્ટેમ્બરે તેમની ઉંમર વધુમાં વધુ ૨૦ વર્ષ હોવી જોઇએ. અનુસૂચિત જાતિ / અનુસૂચિત આદિજાતિ માટે પાંચ વર્ષની છૂટ આપી છે.

શૈક્ષણિક લાયકાત : ઉમેદવારે ૧૦ + ૨ પદ્ધતિ અથવા તેની સમકક્ષ પરીક્ષા રસાયણશાસ્ત્ર , ગણિતશાસ્ત્રા અને ભૌતિકશાસ્ત્ર ના પસંદગીના વિષયો સાથે પાસ કરી હોવાની સાબિતી બતાવવાની રહેશે. લાયકાત પરીક્ષાઓ નીચે મુજબ છે: સી.બી.એસ.ઇ.ની અખિલ ભારત સિનિયર શાળા પ્રમાણપત્ર પરીક્ષા; કેન્દ્રી ય / રાજ્ય બોર્ડના માધ્યીમિક શિક્ષણમાંથી ઉચ્ચાતર માધ્યસમિક પરીક્ષા, કાઉન્સિથલ ઓફ ઇન્ડિ‍યન સ્કૂડલ ઓફ એકઝામીનેશન, નવી દિલ્હીની ભારતીય શાળા પ્રમાણપત્ર પરીક્ષા, ઇન્ટડરમીડિએટ વિજ્ઞાન/ટેકનિકલ અથવા ર વર્ષની પૂર્વ-યુનિવર્સિટી પરીક્ષા, એન.ડી.એ.ના સંયુક્ત સેવા વિગતો બે વર્ષના અભ્યાસક્રમની આખરી પરીક્ષા, આઇ.આઇ.ટી. અથવા આઇ.આઇ.ટી.ની માન્યર સંસ્થા, / કોઇ માન્યૌ ભારતીય યુનિવર્સિટીના ત્રણ વર્ષના ડિગ્રી અભ્યાસક્રમની પ્રથમ વર્ષની પરીક્ષા.

બેઠકોની ફાળવણી : કુલ બેઠકોના ૧૫% અનુસૂચિત જાતિઓના ઉમેદવારો માટે, બીજી બધી જરૂરિયાતો સંતોષકારક હોય તે શરતે અનામત રાખવામાં આવે છે.

શારીરિક આરોગ્ય : પૂરતી શારીરિક યોગ્યમતાની સાબિતી માટે અધિકૃત તબીબી અધિકારીઓ ઉમેદવારોને તપાસે છે.

પસંદગીના માપદંડ : આઇ.આઇ.ટી.ની. સંયુક્ત પ્રવેશ પરીક્ષાના આધારે પસંદગી કરવામાં આવે છે. લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ પૂરા થયા પછી ગુણવત્તા યાદી તૈયાર કરવામાં આવે છે. ઉમેદવારને જે બે કાર્યક્રમ ઉત્તમ રીતે માફક આવતા હોય તે પસંદ કરવાની વહાણવટા મહાનિયામકને સત્તા છે. વિદ્યાર્થી પોતાની પસંદગી જણાવી શકે. ટી.એસ.ચાણક્ય અને ‘મેરી’ સંસ્થાતઓ બંને યોગ્યર ભારતીય વહાણવટા કંપનીઓમાં તેમના સ્નાટતકોની ભરતી કરવામાં (સરકારની જવાબદારી નથી) મદદરૂપ થાય.

ગુણનિર્ધારણ (રેટિંગ) : ભારતમાં ત્રણ તાલીમ સંસ્થાઓ છે. તે ભવિષ્યના કેડેટને એજિંન રૂમ અને ડેક વિભાગમાં ત્રણ મહિનાના અભ્યા સક્રમ આપે છે. તે છે ટી.એસ.ભદ્ર (કોલકાત્તા), ટી.એસ. મેખલા (વિશાખાપટ્ટનમ્) અને ટી.એસ. નવલક્ષી રેડિયો અધિકારી : દરિયાઇ રેડિયો અધિકારી થવા માગતા ઉમેદવારે દ્વિતીય અથવા પ્રથમ અધિકારી માટે કાર્યક્ષમતા પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરવાની રહે છે. આ પરીક્ષા ભારત સરકારના વાયરલેસ સલાહકાર, વાયરલેસ આયોજન અને સંકલન, સંચાર મંત્રાલય, સરદાર પટેલ ભવન, નવી દિલ્હીઅ ૧૧૦૦૦૧ લે છે. જે વિદ્યાર્થીઓએ એસ.એસ.સી. પરીક્ષા પાસ કરી હોય અને ૧૭ વર્ષ અને તેથી વધારે ઉંમરના હોય તેઓ આ સંસ્થાએઓમાં જોડાઇ શકે છે.

રેડિયો અધિકારીઓ માટે તાલીમ સંસ્થાશઓ :

 • ઓલ ઇન્‍ડિયા કૉલેજ ઓફ એન્‍જિનિયરિંગ એન્‍ડ મેરીન કોમ્‍યુનિકેશન, ૫૪૮/બી, ઋષિનગર, રાણીબાગ, પંજાબનેશનલ બેન્‍ક પાસે, દિલ્‍હી-૧૧૦૦૩૪.
 • ડૉ. રામન્‍સ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ મેરિન ઇલેક્ટ્રોનિકસ ૪, શાસ્‍ત્રીપાર્ક, ચંદ્રનગર, દિલ્‍હી ૧૧૦૦૫૧ (નિયમિત પત્રવ્‍યવહાર અભ્‍યાસક્રમ)
 • ન્‍યુ દિલ્‍હી પ્રોફેશનલ સ્‍ટડીઝ, ૧૬/૬૮૧ ફૈઝ માર્ગ, કારોલ બાગ, નવી દિલ્‍હી – ૧૧૦૦૦૫.
 • ઓસનિક ઇન્‍સ્‍ટિટયુટ ઓફ મેરિન ઇલેકટ્રોનિકસ, બી-૩૯ પંચશીલ એનકલેવ, નવી દિલ્‍હી – ૧૧૦૦૧૭
 • સીમેન્‍સ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ મેરિન ઇલેક્ટ્રોનિકસ, પોસ્‍ટ બારલૉગંજ, મસૂરી-૨૪૮૧૨૨
 • હિન્‍દુસ્‍થાન મેરિન ઇલેકટ્રોનિકસ ઇન્‍સ્‍ટિટયુટ, ૨૫૮૯, ફેઝ-૧, અર્બન એસ્‍ટેટ, ડુંગ્રી રોડ, લુધિયાણા-૧૪૧૦૦૨
 • હિન્‍દુસ્‍તાન મેરિન ઇલેકટ્રોનિકસ ઇન્‍સ્‍ટિટયુટ, પોસ્‍ટ : મજરા, સહરાનપુર રોડ, દેહરાદૂન – ૨૪૮૧૦૧
 • સેન્‍ટ્રલ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ મેરિન કોમ્‍યુનિકેશન્સ, ૧૬૬, વન્‍નીઆર સ્‍ટ્રીટ, ચૂલ્‍લાઇ મેડુ, ચેન્‍નાઇ-૬૦૦૦૯૪
 • માર્કોપોલો ઇન્‍સ્‍ટિટયુટ ઓફ મેરિન ઇલેકટ્રોનિકસ, ૪૩, વ્‍હીલર રોડ, કોકસ ટાઉન, બેંગ્‍લોર – ૪૬૦૦૦૫
 • ઇન્‍ડિયન મેરીટાઇમ કૉલેજ એ-૧૪, મસિલમણિ સ્‍ટ્રીટ, ટી. નગર, ચેન્‍નાઇ – ૬૦૦૦૧૭
 • રોયલ ટેલિગ્રાફ ઇન્‍સ્‍ટિટયુટ ૩૪, સુંકુવર અગ્રકરમ સ્‍ટ્રીટ, ચિંટાદિપેટ, ચેન્‍નાઇ – ૬૦૦૦૦૨
 • નેશનલ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ મેરિન ઇલેક્ટ્રોનિકસ, નં.- ૪૮, સેકન્‍ડ મેઇન રોડ, ગાંધીનગર, અદયાર, ચેન્‍નઇ – ૬૦૦૦૨૦
 • ડૉ. રામન ઇન્‍સ્‍ટિટયુટ ઓફ મેરિન ઇલેક્ટ્રોનિકસ, ૧૬૨ લેટ્ટિસ બ્રીજ રોડ, તિરુવનમિદુર, ચેન્‍નાઇ ૬૦૦૦૪૧
 • માર્કોની ઇન્‍સ્‍ટિટયુટ ઓફ મેરીન ઇલેક્ટ્રોનિકસ, ૭૫, પેરુમલ સ્‍ટ્રીટ, રોયલપેટ્ટા, ચેન્‍નાઇ-૬૦૦૦૦૧૪
 • નેશનલ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ મેરિન ઇલેક્ટ્રોનિકસ,, ૧૨ ગવર્નમેન્‍ટ લાઇબ્રેરી સ્‍ટ્રીટ, અયાન્‍નટરનગર, પોંડિચેરી-૬૦૫૦૧૩
 • માર્કોની ઇન્‍સ્‍ટિટયુટ ઓફ મેરિન ઇલેક્ટ્રોનિકસ, નં-૮, ભગતસિંઘ-ર સ્‍ટ્રીટ, વલંદીપલયમ, કોઇમ્‍બતુર-૬૪૧૦૨૫
 • ઇન્‍ડિયન મેરિન કૉલેજ, ૩-૪-૨૧૪ કાચીગુડા સ્‍ટેશન રોડ, કેરળ-૫૦૦૦૨૭
 • ઇન્‍સ્‍ટિટયુટ ઓફ મેરિન ઇલેક્ટ્રોનિકસ, સી-૧૦૪, લાભ કોઠી સ્‍કીંગ સી-૧૦૪ લાલ કોઠી સ્‍કીમ, જયપુર ૨૫.
 • સીકોમ મેરિન કૉલેજ ૧૫, કેનદુઆ મેઇન રોડ,
  ગરીઆ, કોલકત્તા – ૭૦૦૦૮૪
પ્રશ્ન : ર.મહેનતાણું અને લાભ કયા કયા મળે છે ?
જવાબ-રમર્ચન્ટ નેવી એક એવી કારકિર્દી છે, જ્યાં વેતન પ્રમાણમાં વધારે હોય છે. પગાર શહેર, દેશ, આયાત અને નિકાસની જરૂરિયાતો, સિનિયોરિટી વગેરેના આધારે દરેક કંપનીમાં જુદાં હોય છે. ટી.એસ. ચાણક્ય અથવા ‘મેરી’ માટે સ્નાતકને લઘુતમ વેતન સામાન્ય રીતે માસિક રૂ. ૧૦૦૦૦ થી રૂ. ૧૫૦૦૦ હોય છે. ખાસ કરીને પશ્ચિમ યુરોપ, અમેરિકા અને અખાતની વિદેશી કંપનીઓમાં ઘણા ઊંચા માસિક $ ૬૦૦ થી $ ૬૦૦૦ હોય છે. કેપ્ટનને સામાન્ય રીતે માસિક રૂ. ૫૦,૦૦૦ થી રૂ. ૧,૦૦,૦૦૦ હોય છે. દરેક અધિકારી અને નાવિકગણ તેમના વહાણમાં વિદેશી માલ હોય, તો તેમના ચોખ્ખા મળતરના ૭૫ ટકા વિદેશી હૂંડિયામણમાં મેળવવા હકદાર છે. તેમને દર વર્ષે ચાર મહિનાની રજા આપવામાં આવે છે. વિદેશી દારૂ, સિગારેટ, કેનનો ખોરાક, કોસ્મેપટિક જેવી વસ્તુાઓ, બોર્ડ પર જકાત મુક્ત છે. બધા નાવિકગણ અને અધિકારીઓને બોર્ડ પર મફત ભોજન આપવામાં આવે છે. કેટલાક અધિકારીશ્રીને મુસાફરી માટે તેમની પત્નીતને લાવવાની પરવાનગી છે.