ઇ સિટિઝન
વારંવાર પુછાતા પ્રશ્નો
શિક્ષકના વ્યથવસાય માટે પાત્રતા અને તાલીમ.
પ્રશ્ન : ૧.શિક્ષકના વ્ય:વસાય માટે પાત્રતા અને તાલીમ કયાં છે ?
પ્રશ્ન : ૨.કેટલું મહેનતાણું મળે ?
પ્રશ્ન : ૩.કારકિર્દીનું માળખું કયું છે ?
પ્રશ્ન : ૪.ભાવિ શક્યતાઓ કઇ છે ?
પ્રશ્ન : ૧.શિક્ષકના વ્યવસાય માટે પાત્રતા અને તાલીમ કયાં છે ?
જવાબ-૧

પ્રાથમિક શાળાના શિક્ષકો એકંદરે ૫૦ % ગુણ સાથે ૧૨ મું ધોરણ પાસ હોય એ પસંદ કરવાજોગ છે. શૈક્ષણિક રેકર્ડ કરતાં વ્ય ક્તિગત કૌશલ અને રુચિ વધારે મહત્વનાં છે. પૂર્વ-શાળાના શિક્ષકોની તાલીમ લેતા સંખ્યાવબંધ વ્યાતવસાયિક તાલીમ કેન્દ્રોપ છે. મોન્ટેગસરી શિક્ષક તાલીમ શાળાઓ પૂર્વ-શાળા શિક્ષણ પ્રાથમિક શિક્ષક માટે તાલીમ આપે છે. પ્રાથમિક શાળાના શિક્ષક બનવા માટે નર્સરી તાલીમ પ્રમાણપત્ર / ડિપ્લોામા અથવા ડિગ્રી સાથે સ્‍નાતક ડિગ્રી છે. સામાન્યી રીતે શિક્ષણમાં સ્નાોતક (બી.એડ) હોય તેઓ પ્રાથમિક શાળાના શિક્ષકો તરીકે તેમની કારકિર્દી શરૂ કરી શકે અને ક્રમશઃ આગળ જઇ શકે. ગૃહવિજ્ઞાનમાં સ્નારતક હોય તેવા ઉમેદવારોને પણ પ્રાથમિક શાળના શિક્ષકો તરીકે પસંદ કરી શકાય. ઉમેદવાર એકંદર ઓછામાં ઓછા ૫૫ % સાથે સ્નાષતક કે અનુસ્ના.તક હોવો જોઇએ અને શિક્ષણ અથવા અધ્યા૫નમાં ડિગ્રી અથવા ડિપ્લોમા ધરાવતો હોવો જોઇએ. સ્નાનતક દરમિયાન ઉમેદવાર ઓછામાં ઓછા એક શીખવવાના વિષયનો અભ્યાસ કરતો હોવો જોઇએ.

માધ્યોમિક અને સિનિયર માધ્ય મિક શિક્ષક : ઉમેદવાર વિષયમાં અનુસ્નાનતક ડિગ્રી અને શિક્ષણમાં સ્ના તકની ડિગ્રી (બી.એઙ) હોય તે પસંદ કરવાજોગ છે. બી. એઙ અભ્યામસક્રમ શિક્ષકોને માધ્યામિક શાળાઓ માટે સંપૂર્ણપણે તૈયાર કરે છે. જે શિક્ષકોને સ્નાતક થયા પછી બી.એઙ ડિગ્રી હોય તેમને તાલીમ પામેલા સ્નાકતક શિક્ષકો કહેવામાં આવે છે. શીખવવાનો અગાઉનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પસંદ કરવામાં આવે છે. શિક્ષકોને તાલીમ આપવા સંખ્યા્બંધ શિક્ષક તાલીમ કૉલેજ છે. તે એક વર્ષનો બી.એઙ અભ્યાઆસક્રમ ચલાવે છે. કેટલીક યુનિવર્સિટીઓ નોકરીમાં હોય તેવા શિક્ષકોની તાલીમ માટે પત્રવ્યઅવહાર અભ્યા સક્રમ ચલાવે છે. અંધ, બહેરા, મૂંગા, મંદબુદ્ધિ, કલા, હુન્નૈર, સંગીત, શારીરિક શિક્ષણ વગેરેના ખાસ શિક્ષણ માટે અલગ સંસ્થા્ઓ છે. એન.સી.ઇ.આર.ટી. મ્હૈસૂર, ભુવનેશ્વર, કટક અને અજમેરમાં શિક્ષણની પ્રાદેશીક સંસ્થાઓઓ ચલાવે છે. તે બી. એઙ સાથે વિનયન અને વિજ્ઞાનમાં બુનિયાદી સ્નાકતક ડિગ્રી પણ આપે છે. તે શાળા પછીનો ચાર વર્ષનો અભ્યાજસક્રમ છે. શિવાજી યુનિવર્સિટી, કોલ્હા્પુર ચાર વર્ષનો બી.એ., બી.એઙ, અભ્યાસક્રમ ચલાવે છે. બર્કતુલ્લાસહ યુનિવર્સિટી, ભોપાલ ચાર વર્ષનો બી.એ.,બી.એઙ તેમજ બી.કોમ., બી.એઙ અભ્યા‍સક્રમ ચલાવે છે.

વ્યાગખ્યાતા : વિનયન, વિજ્ઞાન, સમાજવિજ્ઞાન, કાયદા, વિદેશી ભાષાઓ અને શારીરિક શિક્ષણના વ્યાેખ્યાેતાઓ માટે ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ સાથે ભારતીય યુનિવર્સિટીની પ્રસ્તુત વિષયમાં અનુસ્નાતક ડિગ્રી અથવા વિદેશી યુનિવર્સિટીના સમકક્ષ ડિગ્રી જરૂરી છે. વ્યાઅખ્યાતતાઓ માટે યુનિવર્સિટી ગ્રાન્ટા કમિશન લાયકાત કસોટી યોજે છે. સી.એસ.આઇ.આર. અથવા તેવી કસોટી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને માન્યષ રાખી છે. નિયમિત નિમણૂક પછી આઠ વર્ષની નોકરી પૂરી કરી હોય અને મંજૂર કરેલ સમયના ઓછામાં ઓછા બે ઓપ અભ્યાસક્રમમાં ભાગ લીધો હોય તેમને સિનિયર પગાર ધોરણમાં નીમવામાં આવે છે. તેમનો પણ સતત સંતોષકારક કામગીરીનો મૂલ્યાંકન અહેવાલ હોવો જોઇએ. સિનિયર પગર-ધોરણના જે વ્યાખ્યાંતાઓને પીએચ.ડી.ની ડિગ્રી ન હોય અથવા સમકક્ષ કૃતિ પ્રકાશિત ન કરી હોય અને જે શિષ્યયવૃત્તિ અને સંશોધનના ધોરણને પહોંચતા ન હોય, પરંતુ બીજાં માપદંડ પરિપૂર્ણ કરતા હોય અને શીખવવામાં સારો રેકર્ડ ધરાવતા હોય તેમને પસંદગીનો ગ્રેડ મળી શકે છે.

સંશોધનમાં સક્રિય પણે રોકાયા હોય, તેમનું કામ પ્રકાશિત થયું હોય અને પ્રશંસા પામ્યું હોય અને અનુસ્નાતક શિક્ષણમાં ઓછામાં ઓછો ૧૦ વર્ષનો અનુભવ હોય તેમને પ્રાધ્યાપક તરીકે પસંદ કરી શકાય. જેમણે યુનિવર્સિટીમાં અથવા રાષ્ટ્રી ય સંશોધન કાર્યમાં વિદ્યાર્થીઓને મદદ કરવાનો અનુભવ હોય તેમને પણ પ્રાધ્યાપક તરીકે શીખવવાની કામગીરી માટે લઇ શકાય.

પ્રશ્ન : ૨.કેટલું મહેનતાણું મળે ?
જવાબ-ર

પ્રાથમિક શાળાના શિક્ષકો સરકારી શાળાઓ : રૂ. ૪૫૦૦, - રૂ. ૯૦૦૦ જુનિયર શાળાના શિક્ષકો : સરકારી શાળા : રૂ. ૫૫૦૦ – રૂ. ૧૨૦૦૦. માધ્યરમિક શાળાના શિક્ષકો : સરકારી શાળાઓ રૂ. ૨૦૦૦ – રૂ. ૩૫૦૦ કૉલેજના વ્યાખ્યાકતા : રૂ. ૬૫૦૦ – રૂ. ૧૦૫૦૦ કૉલેજના રીડર : રૂ. ૮૦૦૦ – રૂ. ૧૩૫૦૦ કૉલેજના પ્રાધ્યાપક રૂ. ૧૨૪૦૦ – રૂ. ૨૨૪૦૦

પ્રશ્ન : ૩.કારકિર્દીનું માળખું કયું છે ?
જવાબ-૩

શિક્ષણના વ્યવસાયમાં કોઇ ચુસ્તલ બઢતી માળખું નથી. સારો રેકર્ડ ધરાવતા અને શાળામાં વધારાની વહીવટી કામગીરી હાથ ધરતા કેટલાક શિક્ષકો ઉપાચાર્ય અથવા આચાર્ય બની શકે છે. હોદ્દા અને કાર્યો સુસંગત નથી અને સંસ્થાના નિયમો મુજબ તેમાં ફેરફાર થયા કરે છે. કૉલેજોમાં કારકિર્દીનું ચુસ્ત માળખું હોય છે.

પ્રશ્ન : ૪.ભાવિ શક્યતાઓ કઇ છે ?
જવાબ-૪

પરિવર્તનશીલ સૂચિ પસંદ કરતા હોય તેમના માટે શિક્ષણકાર્ય ખાસ યોગ્યે છે. આ વ્યાવસાય મોડા પ્રવેશને અને કારકિર્દી બદલતા હોય તેમને આવકારે છે. ઘણી પરિણીત સ્ત્રીઓને આ કારકિર્દી યોગ્યિ જણાય છે. કેમકે તેમણે કુટુંબ શરૂ કર્યા પછી પણ તેમને ફરી કામ કરવાની છૂટ આપે છે. જે શિક્ષકો તૂટ પછી પાછા ફરે છે તે ઓછામાં ઓછું તેમનું જૂનું વેતન મેળવવાને પાત્ર છે તે નોંધવું જોઇએ. ઘણાખરા વ્યવસાયમાં, વ્યાક્તિ એકવાર નોકરી છોડી દે તે પછી તેને તે સમજવામાં મુશ્કે્લી પડે છે, કેમકે નવી વસ્તુઓ હંમેશાં શીખવાની અને શોધવાની હોય છે. પરંતુ શિક્ષણ એક એવો વ્યવસાય છે, જ્યાં કોઇકની હંમેશાં જરૂર રહે છે. શિક્ષકો માટે બીજું સ્થકળ ટયુટોરિયલ વર્ગો છે. વર્ગખંડોનું કદ વધતાં અને વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન નહિ અપાતાં, ઘણાખરા વિદ્યાર્થીઓ અને માતા-પિતાને વધારાના વર્ગોની જરૂર વરતાય છે. શાળા આવા વર્ગો પૂરા પાડે તેમ ન હોવાથી, મોટાં શહેરો અને નગરોમાં ટયુટોરિયલ બેચ સામાન્યઆ ઘટના બની છે. ટયુટર વર્ગના વિષયો ઉપરાંત મુલકી સેવા પ્રવેશ પરીક્ષા, એમ.બી.એ., ટોફેલ વગેરે જેવી સ્પનર્ધાત્મલક પરીક્ષાઓ માટે પણ તે પ્રશિક્ષણ આપી શકે.