ઇ સિટિઝન
વારંવાર પુછાતા પ્રશ્નો
કોસ્ટ એકાઉન્ટન્ટનની નોકરી
પ્રશ્ન : ૧.કોસ્ટન એકાઉન્ટન્ટની નોકરી શું છે ?
પ્રશ્ન : ૨.કોસ્ટન એકાઉન્ટન્ટ ની નોકરીનો પ્રકાર કયો છે ?
પ્રશ્ન : ૩.ભારતીય પડતર કિંમત અને કામ હિસાબનીશ સંસ્થાતની (ICWAI) ની પરીક્ષાઓ કેવી રીતે લેવામાં આવે છે. ?
પ્રશ્ન : ૪.પડતર કિંમત હિસાબ કામ માટે કયાં ગુણ આવશ્યમક છે ?
પ્રશ્ન : ૫.ભાવિ શક્યતાઓ કઇ કઇ છે ?
પ્રશ્ન : ૬.ભારતીય કોસ્ટ: અને વર્કસ એકાઉન્ટ્ન્ટટ સંસ્‍થાઓની યાદી આપો.
પ્રશ્ન : ૧.કોસ્ટન એકાઉન્ટરન્ટટની નોકરી શું છે ?
જવાબ-૧

તે એક ખૂબ આવશ્યક વ્યવસ્થા સેવા છે. તે વાસ્તરવમાં નવી શાખા છે. આ વ્યવસાય છેલ્લાખ સૈકા દરમિયાન વિકસ્યો છે. સ્પર્ધા વધવાથી અને તેના પરિણામે આર્થિક દબાણ વધવાથી પડતરકિંમત અને વ્યથવસ્થા હિસાબને છેવટે વ્યવસ્થાનના મુખ્યિ પોતમાં વણી લેવામાં આવ્યાં છે. સંસ્થા નાં તમામ ક્ષેત્રોની નાણાકીય માહિતી એકઠી કરવી, આત્મવસાત કરવી, સરખાવવી અને વિશ્લેનષણ કરવું તે પડતર-કિંમત હિસાબનીશનાં કાર્યો છે. સંસ્‍થાની સફળતા અથવા નિષ્ફળતાનો આધાર વ્યાવસ્થા મંડળને આપેલી માહિતીની ગુણવત્તા પર રહેલો છે તે હકીકતનો ઇનકાર કરી શકાય નહિ. અહીં પડતર-કિંમત હિસાબનીસની ઉત્પાદકતા કંપનીને મહત્વફની છે. વ્યાવસ્થા મંડળના નિર્ણય પડતર કિંમતની અંદર હોય તે સુનિશ્ચિત કરવું તે કોસ્ટ એકાઉન્ટન્ટ (પડતર કિંમત હિસાબનીસ) ની પ્રાથમિક ફરજ છે. જૂની અને નવી હાલની નાણાકીય કામગીરીના આધારે હાથ ધરવાની પરિયોજનાઓ માટે પડતર કિંમત હિસાબનીસ ભાવિ શક્યતા આપે તે અપેક્ષિત છે. આમ કરવા માટે. પડતર કિંમત હિસાબનીસે કાચો માલ, મજૂરી, પરિવહન, વ્યથવસ્થાતખર્ચ વગેરે જેવાં પરિબળો હિસાબમાં લેવાની જરૂર છે. આ પડતર-કિંમતની જાણકારી આયોજિત કામગીરી માટે પડતર કિંમત હિસાબનીશને અંદાજપત્ર તૈયાર કરવામાં મદદ કરશે.

પ્રશ્ન : ૨.કોસ્ટ્ એકાઉન્ટન્ટનની નોકરીનો પ્રકાર કયો છે ?
જવાબ – ર

કોસ્ટડ એકાઉન્ટૈન્ટ) વ્યવસ્થાપકીય નિર્ણયો લેવામાં, અંદાજપત્ર અને ધોરણો સ્થિર કરવામાં, કામગીરીની કાર્યક્ષમતા તથા ઉત્પાદન અને સેવા વ્યવસ્થા ની અસરકારતા આવકારવામાં અને નફાના તફાવત માટે જવાબદારી મુકર કરવામાં વિશેષજ્ઞ છે. તેની જવાબદારીઓમાં અસરકારક વ્યવસ્થાક માહિતી અને નિયંત્રણ પદ્ધતિ તૈયાર કરવી અને તેનો અમલ કરવો, પડતર-ખર્ચની પદ્ધતિ અને રીતનું આયોજન કરવું, ગાણિતિક મોડલનો સમાવેશ કરીને માલયાદી નિયંત્રણ, મૂડી-રોકાણનું વિશ્લેકષણ, પરિયોજના વ્યનવસ્થા, આંતરિક ઓડિટ, પડતર-કિંમત ઓડિટ, માંદા ઉદ્યોગોની બાબતમાં નિદાન, નાણાં-વ્યંવસ્થા , ભાવ નક્કી કરવા, આયોજન, માહિતી અને વેપારી પ્રવૃત્તિઓને લગતી માહિતીનું અર્થઘટન અને હાર્દરૂપ વ્યથવસ્થા મંડળને સાચો નિર્ણય લેવામાં માર્ગદર્શન મળે તે રીતે તેનું રૂપાંતર કરવાનો સમાવેશ થાય છે. માપદંડ : શૈક્ષણિક લાયકાતમાં ઇન્ટિયુટ ઓફ કોસ્ટય એન્ડો વર્કસ એકાઉન્ટઅસ ઓફ ઇન્ડિડયા (ICWAI) એ લીધેલી પરીક્ષા પાસ કરવાની છે.

પ્રશ્ન : ૩.ભારતીય પડતર કિંમત અને કામ હિસાબનીશ સંસ્થાતની (ICWAI) ની પરીક્ષાઓ કેવી રીતે લેવામાં આવે છે. ?
જવાબ-૩

ભારતીય પડતર કિંમત અને કામ હિસાબનીશ સંસ્થા ની (ICWAI) ની પરીક્ષા પ્રારંભિક, ઇન્ટરમીડિએટ અને આખરી એમ ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. ઉમેદવાર ૧૦ + ૨ (બારમું ધોરણ) પાસ કર્યા પછી પ્રારંભિક પરીક્ષામાં બેસી શકે. વિદ્યાર્થીઓનું અંગ્રેજી, પ્રારંભિક ગણિતશાસ્ત્ર અને સામાન્યછ જ્ઞાનમાં પરીક્ષણ કરવામાં આવે છે. રાજપત્રિત અધિકારીઓ, અનુસ્નાતક, લાયકાત ધરાવતા ઇજનેર, ડિગ્રી ધરાવનાર અને ૫૦ ટકા ગુણ સાથે બીજા પ્રવાહના સ્નાતકો બાબતમાં પ્રારંભિક પરીક્ષા જતી કરવામાં આવે છે. તેમને સામાન્યા રીતે ઇન્ટરમીડિયેટ પરીક્ષા માટે સંસ્થામાં નોંધણી કરવા દેવામાં આવે છે.

ઇન્ટવરમીડિયેટ પરીક્ષા માટે ચાર પ્રશ્નપત્રો છે નાણાકીય હિસાબ, પડતર કિંમત હિસાબ, કોર્પોરેટ કાયદા અને સેક્રેટરીયલ અને સીધા કરવેરા છે. સમગ્ર અભ્યા્સક્રમમાં આવરી લેવાના પાઠ્યક્રમમાં નામું અને હિસાબપદ્ધતિ, ઉત્પાદન, ઉત્પા્દકતા, ઓછા ખર્ચે વધુ ઉત્પાદકતા (Cost effectiveness), પડતર-કિંમત હિસાબ પદ્ધતિ, વેપાર, ગણિતશાસ્ત્રત અને આંકડાશાસ્ત્ર , વેપાર અને આર્થિક કાયદા, વ્યવસ્થામના સિદ્ધાંતો, ઓડિટકામ, કરવેરાના કાયદા, કરવેરા આયોજન, જથ્થા વિષયક ટેકનિક તથા પડતર કિંમત અને વ્યસવસ્થાસ હિસાબ-પદ્ધતિનો સમાવેશ થાય છે. આ સંસ્થા એ નોંધાયેલા ઉમેદવારો માટે પરીક્ષાઓમાં બેસતાં પહેલાં સીધી રીતે અથવા પત્રવ્યવહાર મારફત તાલીમ અથવા શિક્ષણ લેવાનું ફરજિયાત બનાવ્યુ છે. પત્રવ્યવહાર મારફત અભ્યાસક્રમની મુદત અઢાર મહિના છે.

પ્રશ્ન : ૪.પડતર કિંમત હિસાબ કામ માટે કયા ગુણ આવશ્ય ક છે ?
જવાબ-૪

વ્યક્તિગત લક્ષણો બાબતમાં પ્રથમ જરૂરિયાત આંકડા સાથે ફાવટ હોવાની જરૂર છે. અલબત, શૈક્ષણિક શક્તિઓ સાથોસાથ ટોચ પર છે. બીજી સમાન મહત્વેની જરૂરિયાત ટૂંકમાં લેખિત સંદેશાવ્યવહાર કરવાની અને મૌખિક બોલવાની શક્તિ, વેપારની ઊંડી સમજ અને વાટાઘાટ કરવાની શક્તિ છે. આ નોકરી ઊંચી પ્રેરણા, કેન્દ્રી કરણ અને નિર્ણય માગી લે છે. પ્રાદેશિક પરિષદો અને ઇસ્વાચઇના અભ્યાકસ નિયામકે માન્યિ રાખેલી બીજી સંસ્થાવઓ આ વર્ગો ચલાવે છે. પરીક્ષા વર્ષમાં બે વાર લેવાય છે. પડતર કિંમત અને કામ હિસાબ કામગીરીનાં અભ્યાસક્રમ બે થી ત્રણ વર્ષમાં પૂરો કરી શકાય. તે આર્ટર્ડ એકાઉન્ટન્ટીના અભ્યાસક્રમ કરતાં સામાન્યે રીતે વધુ સહેલાં ગણાય છે.

પ્રશ્ન : ૫.ભાવિ શક્યતાઓ કઇ કઇ છે ?
જવાબ-પ

ઉમેદવાર એકવાર પરીક્ષા પાસ કરતાં, તેની આગળ અનેક વિકલ્પો છે. તે ઉદ્યોગમાં નોકરી કરી શકે અથવા સરકારી નોકરી પસંદ કરી શકે. બેંકિંગ અને વીમા સેકટરમાં ઘણો અવકાશ છે. સરકારે પડતર-કિંમત મદદનીશ નીમવા કંપનીના ૩૮ વર્ગો ફરજિયાત બનાવ્યાક છે. આ હકીકત જ આ જગ્યા માટે ઘણી તક હોવાનું દર્શાવે છે. સલાહકાર તરીકે પ્રેકટિસ કરવાનો વિકલ્પ. હંમેશાં છે ત્રીજો વિકલ્પ સંસ્થાઓ અથવા યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્યનો છે. પીએચ.ડી.નો ઉચ્ચ અભ્યાસ પણ શક્ય છે. વાણિજ્યમાં પીએચ.ડી. અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કેટલીક યુનિવર્સિટીઓને ઇકવાઇ (ICWAI) કાર્યક્રમને માન્ય રાખ્યો છે. કોઇ વ્યક્તિ વધારાની સી.એ. (ચાર્ટર્ડ એકાઉન્ટન્સી) અથવા એમ.બી.એ. (વ્યતવસ્થાઓ) ડિગ્રીની વ્ય્વસ્થાક કરી શકે તો તેની તક ખરેખર વિશાળ બની જાય. મળતર : કોસ્ટક એકાઉન્ટન્ટ માટે કોઇ નિશ્ચિત પગાર-ધોરણ નથી. તે જે સંસ્થારમાં નિમાયો હોય તેના પર બધો આધાર છે. સામાન્ય રીતે કહીએ તો, તે લગભગ માસિક રૂ. ૪૦૦૦ થી શરૂ કરી શકે. સી.એ. અથવા એમ.બી.એ. જેવી વધારાની ડિગ્રી ધરાવનારનું વેતન સંસ્થાના સિનિયર કાર્યપાલક જેટલું થવાનો સંભવ છે. સંભવતઃ તે રૂ. ૭૦૦૦-૧૨૦૦૦ હોઇ શકે.

પ્રશ્ન : ૬.ભારતીય કોસ્ટ: અને વર્કસ એકાઉન્ટકન્ટટ સંસથાઓની યાદી આપો.
જવાબ-૬

ધી ઇન્ટિ્ડિકટયુટ ઓફ કોસ્ટા એન્ડજ વર્કસ એકાઉન્ટકસ ઓફ ઇન્ડિ યાની મુખ્ય ઓફિસ ૧૨ સુદ્દર સ્ટ્રીટ, કોલકાત્તા ૭૦૦૦૧૬ છે.

પ્રાદેશિક અધિકારીઓ : નોર્ધન ઇન્ડિયા રિજીયનલ કાઉન્સિલ ઓફ ઇકવાઇ (ICWAI): ૩, ઇન્ડાસ્ટ્રીનયલ એરિયા, લોધી રોડ, નવી દિલ્હી ૧૧૦૦૦૩. વેસ્ટફર્ન ઇન્ડિયા રિજીયનલ કાઉન્સિલ ઓફ ઇકવાઇ, (ICWAI) રોહિત ચેમ્બકર્સ, ચોથો માળ, ગોગા સ્ટ્રીWટ, મુંબઇ – ૪૦૦ ૦૦૭. સઘર્ન ઇન્ડિયા રિજીયનલ કાઉન્સિનલ ઓફ ધી ઇકવાઇ (ICWAI) – ૬૫, મોન્ટી થ લેન્ડ , એગમોર, ચેન્ના્ઇ ૬૦૦ ૦૦૮. ઇસ્ટ–ર્ન ઇન્ડિયા રિજીયનલ કાઉન્સિ લ ઓફ ધી ઇકવાઇ (ICWAI) ૮૪, હરીશ મુખર્જી રોડ, કોલકાત્તા ૭૦૦ ૦૦૫ છે.