ઇ સિટિઝન
વારંવાર પુછાતા પ્રશ્નો
ભારતમાં રેલવેમાં નોકરી
પ્રશ્ન : ૧.ભારતમાં રેલવેમાં નોકરી અંગે મને કંઇક કહો ?
પ્રશ્ન : ૨.કામનો પ્રકાર કયો છે ?
પ્રશ્ન : ૩.રેલવેમાં નોકરી માટે કંઇ અભિરુચિ જરૂરી છે. ?
પ્રશ્ન : ૪.મહેનતાણું કેટલું મળે છે. ?
પ્રશ્ન : ૧.ભારતમાં રેલવેમાં નોકરી અંગે મને કંઇક કહો ?
જવાબ-૧

ભારતીય રેલવે પદ્ધતિ એશિયામાં સૌથી વિશાળ છે અને દુનિયામાં બીજા ક્રમે આવે છે. રૂટની કુલ લંબાઇ ૬૨.૩ હજાર કિલોમીટર ઉપરાંત છે. ભારતીય રેલવે એપ્રિલ ૧૮૫૩ માં સામાન્ય શરૂઆત કરી હતી. પ્રથમ ટ્રેને મુંબઇથી થાણેની કુલ ૩૫ કિલોમીટરની મુસાફરી કરી હતી. ભારતીય રેલવેએ સાધનસામગ્રીમાં આત્માનિર્ભરતા મેળવવામાં ઘણી પ્રગતિ સાધી હતી. આયોજનની શરૂઆતમાં, રેલવે ૨૩ ટકા સાધનસામગ્રી આયાત કરતી હતી. ઝોન અને વિભાગોના ભૌગોલિક ક્ષેત્રાધિકારની પુનર્રચના ૧૯૯૬ માં કરવામાં આવી હતી. દરેક ઝોનનો કાર્યબોજ, ટ્રાફિકનો પ્રવાહ અને જુદાં જુદાં પ્રવૃત્તિ કેન્દ્રો માં સહેલાઇથી પ્રવેશને ધ્યાનનમાં લઇને પુનર્રચના કરવામાં આવી હતી. હાલ ભારતીય રેલવેનું નેટવર્ક નવ ઝોનમાં થાય છે. તેનું સીધું નિયંત્રણ રેલવે બોર્ડ કરે છે. તે બધી કામગીરીમાં સર્વોચ્ચથ સ્થાનને છે. દરેક ઝોનના વડા મહાવ્‍યવસ્થાકપક (જનરલ મેનેજર) હોય છે. નવ ઝોન આ પ્રમાણે છે: મધ્યઆસ્થર ઝોનનું મુખ્યવ મથક મુંબઇ, પૂર્વ ઝોનનું કોલકાત્તા, ઉત્તર ઝોનનું નવી દિલ્હીર, ઇશાન ઝોનનું ગોરખપુર, ઇશાન સરહદ ઝોનનું ગુવાહાટી, દક્ષિણ ઝોનનું ચેન્નાઉઇ, દક્ષિણ મધ્યુસ્થ‍ ઝોનનું સિકંદરાબાદ, અગ્નિ ઝોનનું કોલકાત્તા અને પશ્ચિમ ઝોનનું મુખ્ય મથક મુંબઇ છે.

પ્રશ્ન : ૨.કામનો પ્રકાર કયો છે ?
જવાબ-ર

ભારતીય રેલવે ટ્રાફિક સેવા : ભારતીય રેલવેની આ શાખા પરિવહનને લગતી પરિવહન અને વાણિજ્યિક બાબતો પર ધ્યાવન આપે છે. તેથી આ શાખાનું બે ભાગમાં દ્વિભાજન કરવામાં આવ્યુ છે.

  • વાણિજ્યિક પ્રભાગ :- આ પ્રભાગ ટિકિટની તપાસ, ભોજન-વ્યેવસ્થા, વહીવટ અને સ્ટેજનોની વ્યયવસ્થા, આરક્ષણ, પ્લેટફોર્મ પર જાહેરાત વગેરે કામ હાથ ધરે છે.

  • કામગીરી પ્રભાગ : આ પ્રભાગ ગાડીઓની હેરફેરમાં નિયંત્રણ આવતી – જતી ગાડીઓની તપાસ, વેગન જોડવાં અથવા છૂટાં પાડવાં વગેરે આ પ્રભાગની જવાબદારી છે. પસંદગીના ગ્રેડ મુજબ જગ્યાઓ અને બઢતીમાં થોડો ફેરફાર રહે છે. અધિકારી સિનિયર વહીવટી ગ્રેડમાં પહોંચે ત્યારે તેને મુખ્યા વાણિજ્યિક / કામગીરી અધીક્ષકની જગ્યા આપવામાં આવે છે.

  • ભારતીય રેલવે હિસાબ સેવા : રેલવે સેવાની આ શાખા ભારતીય રેલવેના હિસાબ અને નાણાંની કામગીરી હાથ ધરે છે. આ શાખામાં કામ કરવાથી નાણાકીય લેવડદેવડ અંગે કામ કરવું પડતું હોવાથી, હિસાબી પદ્ધતિ અને સંબંધિત પદ્ધતિઓની સંપૂર્ણ જાણકારી ભારતીય રેલવેની આ શાખા માટે વિકલ્પ આપે તે અધિકારીઓ અસ્ક યામત સાબિત થશે. સિનિયર ગ્રેડમાં હોય તે અધિકારીને ઝોનનો હવાલો અને નાણાકીય સલાહકાર સહ મુખ્યબ હિસાબ અધિકારીની જગ્યાપ આપવામાં આવે છે. આ જગ્યાહ પર અધિકારી સમગ્ર ઝોન માટે હિસાબની સમગ્ર જવાબદારી વહન કરે છે.

  • ભારતીય રેલવે કર્મચારીગણ સેવા : આ પ્રભાગના અધિકારીઓ પસંદગી, બઢતી, તાલીમ, કલ્યાણણ પ્રવૃત્તિઓ, બદલી, ઇજાફા, શિસ્તિભંગનાં પગલાં વગેરે જેવી કર્મચારી વર્ગને લગતી બધી બાબતો હાથ ધરે છે.

  • રેલવે રક્ષણ સેવા / દળ : ભારતીય રેલવેની આ શાખાને ગાડીમાં અને ભારતીય રેલવેની માલિકીના અને તેના દ્વારા ઉપયોગમાં લેવાતા સ્થળ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી સોંપવામાં આવે છે.

  • રેલવે ઇજનેરી સેવાઓ : આ રેલવે સેવાની ટેકનિકલ બાજુ છે. તે રેલવે ટ્રેક, પુલ અને મકાનોનાં બાંધકામ જેવી પ્રવૃત્તિઓમાં રોકાયેલ છે. આ પ્રભાગમાં પણ ભારતીય રેલવે સેવા વીજળી ઇજનેર અને ભારતીય રેલવે સેવા યાંત્રિક ઇજનેરી જેવી શાખાઓ છે.

રેલવે ઇજનેરી સેવા માટે ભરતી કરેલાને પાંચ કેન્દ્રીત તાલીમ સંસ્થાઓમાં તાલીમ આપવામાં આવે છે. યાંત્રિક ઇજનેરની પસંદગી માટે રેલવે ખાસ વર્ગો અને ઉમેદવારી પરીક્ષા લે છે. પસંદ કરેલા ઉમેદવારોને ચાર વર્ષની અજમાયશી તાલીમ આપવામાં આવે છે.

પ્રશ્ન : ૩.રેલવેમાં નોકરી માટે કંઇ અભિરુચિ જરૂરી છે. ?
જવાબ-૩

બીજી કોઇ સરકારી નોકરી જેમ આ ક્ષેત્રમાં પસંદ કરેલી વ્યઉક્તિએ પૂર્વનિર્ણિત અધિક્રમમાં કામ કરવાની ઇચ્છા હોવી જોઇએ. ખાનગી સેકટરથી વિરુદ્ધ, સરકારી સેકટરમાં અધિક્રમને ચુસ્ત રીતે વળગી રહેવામાં આવે છે. રેલવે હંમેશાં ચાલતી હોવાથી, તેના ઘણા કર્મચારીઓને પણ અહીં તહીં જવું પડે છે. તેથી વ્યક્તિએ પોતાના ઘર અને કુટુંબથી દૂર સમય કાઢવા તૈયાર રહેવું જોઇએ. ગાડી હંમેશા અસંખ્ય ઉતારુઓને લઇ જાય છે. રેલવે કર્મચારીઓ ઉતારુ અને તેમના સરસામાનની સલામતી માટે જવાબદાર છે. જવાબદારીની આ સમજ રેલવે કર્મચારીના બધાં પગલાં અંગે છે. ઉતારુઓની સલામતી કોઇ પણ રીતે ન જોખમાય તે માટે તેમણે કાળજી લેવી જોઇએ. ફરજ દરમિયાન, રેલવે કર્મચારીઓએ ઘણા લોકો સાથે આંતરક્રિયા કરવાની રહેશે. જુદા જુદા લોકો અને જુદી જુદી પરિસ્થિઓતિને અનુકૂળ થાય તેવા તે પરિવર્તનશીલ હોવા જોઇએ. પરંતુ તેમ કરતી વખતે તેમણે આંતરિક શિસ્તેથી વર્તવાનું રહેશે. રેલવેમાં ઉપયોગ કરનાર અને ખાતા પ્રત્યેની જવાબદારીને તેમણે વળગી રહેવું જોઇએ.

પ્રશ્ન : ૪.મહેનતાણું કેટલું મળે છે. ?
જવાબ-૪

ભારતીય રેલવેની વિવિધ ક્રિયાઓ ઘણાં ક્ષેત્રોમાં જગ્યાુ આપે છે અને જુદી જુદી શક્તિ ધરાવતી વ્યક્તિઓને તે સમાવી શકે છે. આમાં આટલા બધા પ્રભાગ, સંવર્ગ વગેરે હોવા છતાં, બધા પ્રભાગોમાં ભાવિ શક્યતા, બઢતી અને મહેનતાણું સરખાં છે. રેલવે, અધિકારીઓ માટેનું મહેનતાણું સરકારે નિયત કર્યું છે. બીજી બધી મુલકી સેવાઓની પદ્ધતિને તે અનુસાર છે. રેલવે સાથે જોડાયેલા બીજા લાભ પ્રવાસ ભથ્થું , શૈક્ષણિક સગવડો, આવાસન સગવડો, પેન્શ્ન, આરોગ્ય સંભાળ, રેલવેનાં મફત પાસ વગેરે છે.