ઇ સિટિઝન
વારંવાર પુછાતા પ્રશ્નો
ફાર્મસિસ્ટીના કામનો પ્રકાર
પ્રશ્ન : ૧.ફાર્મસિસ્ટ ના કામનો પ્રકાર કેવો છે ?
પ્રશ્ન : ૨.તેના માટે કયાં અભિરુચિ, રસ અને વ્યરક્તિગત ગુણો જોઇએ ?
પ્રશ્ન : ૩.પાત્રતા કઇ છે ? તાલીમ અભ્યાછસક્રમ કયા છે ?
પ્રશ્ન : ૪.કેટલું મહેનતાણું મળે ?
પ્રશ્ન : ૫.ભાવિ શક્યતાઓ કઇ કઇ છે ?
પ્રશ્ન : ૧.ફાર્માસિસ્ટઓના કામનો પ્રકાર કેવો છે ?
જવાબ-૧

ભારતમાં ઔદ્યોગિક ફાર્માસિસ્ટ. – ફાર્મસ્યુટિકલ વિશાળ સેકટર છે. તેની સાથે અનેક કંપનીઓ સંકળાયેલી છે. તેમાં થોડાક માણસો રોકતા લધુ ઉદ્યોગથી માંડી હજાર માણસો રોકતી મહાકાય બહુરાષ્ટ્રીય કંપનીઓ આવી જાય છે. ઉત્પાદક વસ્તુઓમાં બલ્કો ડ્રગ, સૂત્રીકરણ અને બીજી આરોગ્યછ સંભાળ વસ્તુઓનો સમાવેશ થાય છે. કેટલીક કંપનીઓ નવી દવાઓ અને સૂત્રીકરણ વિકસાવે છે. ફાર્મસી સ્નાવતકો કંપનીમાં અનેક વિભાગો પૈકી એક વિભાગમાં કામ કરી શકે. ઉત્પાદન વ્યમવસાયમાં ઉત્પીન્નભ બેચ પ્રક્રિયા સંગ્રહ અને ગણતરીનો સમાવેશ થાય છે. ઘણી કંપનીઓ નવી દવાઓ અને સૂત્રોને વિકસાવતી હોઇ, ફાર્મસિસ્ટર દર્દીઓની સારવાર કરવામાં દવાના સલામત અને અસરકારક ઉપયોગ નિશ્ચિત કરવા ચિકિત્સાસ અજમાયશ અને ગુણવત્તાની ખાતરી કરે છે. તેઓ જુદા જુદા લોકો પર, દવાની આડ અસરની પણ નોંધ કરે છે.

સંશોધન ફાર્મસિસ્ટ : બૌદ્ધિક મિલકત હક બીજી કંપનીઓએ વિકસાવેલી દવાઓ બનાવવા માટે અટકાવે છે. તેનો અમલ થયો છે. ભારતીય કંપનીઓએ પોતાના નવી દવાના પરમાણુ વિકસાવવાના મહત્વ ને પિછાણ્યું છે. તદનુસાર, સંખ્યાબંધ કંપનીઓએ આંતરિક સંશોધન પર વધારે ધ્યામન આપવા તેમનું સંશોધન અને વિકાસ અંદાજપત્ર વધાર્યું છે. કેટલીક વિખ્યાપત ભારતીય કંપનીઓએ સંશોધન અને વિકાસમાં ઘણી પ્રગતિ કરી છે. તેમાં રેનબક્ષી, ડૉ. રેડ્ડીની લેબ અને ઓર્ચિડ કેમિકલ્સીનો સમાવેશ થાય છે. દવાના સંશોધનમાં સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્ડિયન ઇન્ટિમાંટયુટ ઓફ કેમિકલ ટેકનોલોજી, હૈદ્રાબાદનો સમાવેશ થાય છે. સંશોધન ફાર્મસિસ્ટસ નવી દવાના પરમાણુ અને તે બનાવવામાં પ્રયોજેલી પ્રક્રિયાનાં શોધ અને વિકાસમાં મહત્વ નો ભાગ ભજવે છે.

છૂટક ફાર્મસિસ્ટ  છૂટક ફાર્મસિસ્ટટ કેમિસ્ટ્ શોપ અને દવાના સ્ટોીરની માલિકી ધરાવે છે. અથવા તેની વ્યરવસ્થા કરે છે અને ફિઝિશિયન અને આરોગ્ય વ્યનવસાયીએ લખી આપેલ ઔષધ અને દવા આપે છે. ફાર્માસિસ્ટને પોતે આપે છે તે દવાના ઉપયોગ, જોખમ, આંતરક્રિયા અને આડ અસર વિશે જણાવવું જરૂરી તબીબી જ્ઞાન હોવું જોઇએ. અગાઉ છૂટક ફાર્મસિસ્ટની ભૂમિકા મહત્વણની હતી, તેણે ડૉકટરના પ્રીસ્ક્રિ પ્શ નમાં જણાવેલા ડોઝ મુજબ દવા આપવાની હતી. આધુનિક પેકેજિંગ ટેકનિકની પ્રગતિ થતાં, ઘણીખરી દવાઓ તરત ઉપયોગમાં લઇ શકાય તેવા સ્વિરૂપમાં મળે છે. ફાર્મસિસ્ટઝ પ્રીસ્ક્રિ પ્શ ન અને ડોઝના આધારે ઔષધના વેચાણ પર દેખરેખ-નિયંત્રણ રાખે છે ને ઘણીવાર કાઉન્ટર દવાઓ (જેના માટે પ્રીસ્ક્રિ પ્શચનની જરૂર નથી) અને આરોગ્યે સંભાળ વસ્તુઓ અંગે સલાહ પણ આપે છે.

હોસ્પિટલ ફાર્મસિસ્ટ  હોસ્પિટલ ફાર્મસિસ્ટર નામ સૂચવે છે તેમ હોસ્પિટલ અને કિલનિક તેમને રાખે છે. તેઓ હોસ્પિટલમા જુદી જુદી દવાઓ અને આરોગ્ય સંભાળ વસ્તુઓના પ્રાપ્તિ સંગ્રહ અને વિતરણ માટે જવાબદાર હોય છે. આ ઉપરાંત તેમણે દૈનિક જરૂરિયાત અને સ્ટો્કનો હિસાબ રાખવાનો હોય છે. તેમણે જીવનરક્ષક દવાઓ અને દવાની વસ્તુઅઓનો પુરવઠો સતત મળ્યા કરે તે નિશ્ચિત કરવાનું હોય છે. તેઓ હોસ્પિટલમાં અને શસ્ત્રક્રિયાની પદ્ધતિમાં વાપરવા જીવાણુમુક્ત દ્રાવણ પણ બનાવે છે અને વહીવટી ફરજો પણ બજાવે છે.

તબીબી પ્રતિનિધિ : ફાર્મસ્યુ ટિકલ માલ બનાવવામાં રોકાયેલી કંપનીઓ તબીબી પ્રતિનિધિ રાખે છે. ફાર્મા કંપનીઓ છૂટક ફાર્મસી અને હોસ્પિકટલોને તેમની દવા વેચતા વેચાણકારોને જણાવવાના લાભ જુએ છે. ફાર્મસિસ્ટવ સંભવિત ખરીદનારાઓને નવી દવાના ઉત્પાનદન અંગે વિશ્વસનીય માહિતિ પૂરી પાડે છે. તબીબી પ્રતિનિધિની પ્રાથમિક કામગીરી આરોગ્યન સંભાળ નિષ્ણાતને ખાસ કરીને દાકતરને તેમની કંપનીની નવી દવા, તેના લાભ, આડઅસર અને બીજી વિગત વિશે જાણ કરવાની છે. તબીબી પ્રતિનિધિ (M.R.) એ ટેકનિકલ જાણકારીને વેચાણના કૌશલ સાથે મિશ્રણ કરવાનું છે. દરેક તબીબી પ્રતિનિધિ અમુક વિસ્તાએરનો હવાલો સંભાળે છે અને તેણે તેમાં વિસ્તાદરના જુદા જુદા ડૉકટર, કિલનિક, હોસ્પિટલ, નર્સિંગ હોમ અને આરોગ્ય સંભાળ કેન્દ્રોની મુલાકાત લઇ દવા અંગે જાગૃતિ ફેલાવવાની છે.

સરકારી નોકરી : સરકાર પણ બહુધા સરકારી માલિકીની હોસ્પિજટલો અને આરોગ્ય્ કેન્દ્રો માં ફાર્મસિસ્ટપ નીમે છે. જુદી જુદી રાજ્ય સરકારોના ખાદ્ય અને ઔષધ વહીવટ ખાતામાં આવી જગ્યાાઓ હોય છે.

પ્રશ્ન : ૨.તેના માટે કયાં અભિરુચિ, રસ અને વ્યરક્તિગત ગુણો જોઇએ ?
જવાબ-ર

ફાર્મસી અભિરુચિ, રસ અને વ્યક્તિગત ગુણો : વિજ્ઞાન અને દવા ગમતી બાબતો હોવી જોઇએ. મજબૂત તાર્કિક વિચારણા, ધીરજ અને જવાબદારીની સમજ સાથે સખત કામ કરવાની શક્તિ જોઇએ. કોઇ સંશોધનના ક્ષેત્રમાં રોકાવા માગતો હોય, તો તેનામાં મજબૂત વિશ્લેષણ શક્તિ અને મજબૂત શેક્ષણિક પાયો હોવો જોઇએ. સફળ તબીબી પ્રતિનિધિ બનવા માટે સંદેશાવ્ય્વહારનું સારું કૌશલ અને લોકોને ઠસાવવાની અભિરુચિ તેમજ ઝડપથી શીખી લેવાની શક્તિ જોઇએ. છૂટક ફાર્મસિસ્ટોમાં દવા સારાં જ્ઞાન તથા વેપારી કૌશલ જોઇએ.

 

પ્રશ્ન : ૩.પાત્રતા કઇ છે ? તાલીમ અભ્યા સક્રમ કયા છે ?
જવાબ-૩

ફાર્મસીમાં ડિપ્લોમા (ડી-ફાર્મ); ભૌતિકશાસ્ત્ર , રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન / ગણિતશાસ્ત્ર સાથે ૧૦+૨; ૧-૨ વર્ષ, સ્ના‍તક ડિગ્રી (બી-ફાર્મ), ભૌતિકશાસ્ત્ર , રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન / ગણિતશાસ્ત્ર્ સાથે ૧૦+૨; + પ્રવેશ પરીક્ષા, ચાર વર્ષની માસ્ટ‍ર ડિગ્રી (એમ.ફાર્મ), બી-ફાર્મ ર વર્ષ પીએચ.ડી., એમ-ફાર્મ ૩ વર્ષ ડિપ્લોમા ધારકોને સામાન્ય રીતે ટેકનિશિયનની જગ્યાબ આપવામાં આવે છે. ડિગ્રી ધરાવનારાઓ ઉત્પાદનમાં અથવા તબીબી પ્રતિનિધિ તરીકે નોકરી મળે છે. તેઓ છૂટક તબીબી પ્રતિનિધિ તરીકેનો વિકલ્પી સ્વીરકારી શકે. માસ્ટર અને ડૉકટરે ડિગ્રીને લીધે સંશોધન મદદનીશ અથવા ફાર્મસી. કૉલેજમાં વ્યાખ્યાયતા / પ્રાધ્યાપક તરીકે થઇ શકે.

પ્રશ્ન : ૪.કેટલું મહેનતાણું મળે ?
જવાબ-૪

સંશોધન વૈજ્ઞાનિકને માસિક રૂ. ૧૦૦૦૦ થી ૪૦૦૦૦, તબીબી પ્રતિનિધિને માસિક રૂ. ૫૦૦૦ થી ૧૦૦૦૦ + પ્રોત્સાહન ઉત્પાદક ફાર્મસિસ્ટનને રૂ. ૫૦૦૦ થી વધારે હોસ્પિટલ ફાર્મસિસ્ટને માસિક રૂ. ૩૦૦૦ થી ૫૦૦૦ સરકારી નોકરી માસિક મૂળ પગારરૂ. ૧૫૦૦-૨૫૦૦ તેમજ વર્ધિત ભવિષ્યકનિધિ, મોંઘવારી ભથ્થું, વીમો, તબીબી નાણાંની ભરપાઇ અને સહકારી નિયમો મુજબ બીજાં ભથ્થાં અને લાભ.

પ્રશ્ન : ૫.ભાવિ શક્યતાઓ કઇ કઇ છે ?
જવાબ-૫

ફાર્મસી ભાવિ શક્યતાઓ ભારતમાં વિશાળ અને વૃદ્ધિ પામતો ફાર્મસ્યુટિકલ ઉદ્યોગ છે. વિશ્વવેપાર સંસ્થાની દરખાસ્તોમનો બૌદ્ધિક મિલકત હક અંગે અમલ થતાં ભારતીય કંપનીઓએ નવી દવાઓનાં સંશોધન અને વિકાસ અંગે તેમનું ધ્યાન વધારવું પડશે. ભારતીય કંપનીઓને પણ બલ્કા ડ્રગ અને સૂત્રો નિકાસ કરવાનું શરૂ કરી દીધું છે.બીજી બાજુએ ભારતીય વસ્તી હંમેશાં વધતી રહે છે. દેશ હજી આરોગ્યઅ સંભાળના ક્ષેત્રમાં પાછળ છે. મૂળભૂત આરોગ્યં સંભાળ પણ બધાંને ઝડપથી મળતી નથી. આ બધા પરિબળો દર્શાવે છે કે ભારતીય આરોગ્ય સંભાળ ઉદ્યોગે હજી ઘણું કરવાનું બાકી છે અને ફાર્મસિસ્ટ તેમાં મહત્વ ની ભૂમિકા ભજવવાની છે. ફાર્મસિસ્ટ બનવા ઉપરાંત વધારે શૈક્ષણિક કાર્ય કરતા તેઓ ઔષધ વિજ્ઞાની થઇ શકે અથવા ફાર્માસ્યુટિકલ કેમિસ્ટૈ બની શકે. શૈક્ષણિક માનસવાળા હોય તો પેટન્ટા વકીલ અથવા ફાર્મસ્યુટિકલ અને ઔષધકાયદા અંગે સલાહકાર તરીકે કામ કરતા ફાર્મસ્યુટિકલ અને કાનૂની શિક્ષણને જોડી દઇ શકે. આગામી દિવસોમાં સંશોધન, ઉત્પાદન, ખરીદવેચાણ અને છૂટક બધાં સેકટરમાં લાયકાત ધરાવતા ફાર્મસિસ્ટમની માગ વધશે.