ઇ સિટિઝન
વારંવાર પુછાતા પ્રશ્નો
તબીબી અનુલેખન નો નવો વ્યવસાય
પ્રશ્ન : ૧.તબીબી અનુલેખન નો નવો વ્યવસાય શું છે ?
પ્રશ્ન : ૨.આ કામનો પ્રકાર કયો છે ?
પ્રશ્ન : ૩.આ નોકરી માટે કયાં વ્યવક્તિગત લક્ષણો જરૂરી છે ?
પ્રશ્ન : ૪.તબીબી અનુલેખન માટે કઇ સંસ્થાીઓ તાલીમ આપે છે ?
પ્રશ્ન : ૫.મહેનતાણું કેટલું મળશે ?
પ્રશ્ન : ૧તબીબી અનુલેખન નો નવો વ્યવસાય શું છે ?
જવાબ-૧

પશ્ચિમના દેશો ખાસ કરીને અમેરિકામાં સમગ્ર આરોગ્યે સંભાળ કાર્યક્રમ વીમા અને વિસ્તૃત તબીબી રેકર્ડ પર આધારિત છે અને તે વીમાના દાવાની પ્રક્રિયા માટે આધાર બને છે. તબીબી પ્રેક્ટિસ પણ ઘણા ચુસ્તઅ નીતિશાસ્ત્ર અને વિધાનોથી બંધાયેલ છે. આ વિધાનોને ચુસ્તસપણે અનુસરવાનું રહેશે, કેમકે કોઇ ભૂલ થઇ જાય તો લાખો ડોલરના દાવા ઊભા થાય. તેથી દરેક તબક્કે વિસ્તૃત દસ્તા વેજીકરણ કરવામાં આવે છે. તે ડૉકટરનો ૫૦ ટકા સમય લે છે. ડૉકટરોનો પગાર ઊંચો હોય છે અને તે તેમના વ્યવસાયમાં એટલા વ્યસ્તસ હોય છે કે તેમને સમય કાઢવાનું મુશ્કેલ પડે છે. તેથી તે સામાન્યમ રીતે તેમના તબીબીલક્ષી અહેવાલ કોમ્યુટરમાં અથવા બીજા અવાજ નોંધવાના સાધનમાં લખાવે છે. આ લખાયેલા અહેવાલ સાંભળીને તેમને કોમ્યુટર પર દાખલ કરીને સોફટ કોપીમાં રૂપાંતર કરવામાં આવે છે. લખાવેલી સામગ્રીને કોમ્યુધનમાટરમાં દાખલ કરીને લખાવેલા તબીબી અહેવાલને દાખલ કરીને સોફટ કોપીના ફોર્મમાં શબ્દ્ પ્રક્રિયા કાર્યક્રમનો ઉપયોગ કરીને રૂપાંતર કરવાની પ્રક્રિયાને તબીબી અનુલેખન કહેવામાં આવે છે. તબીબી અનુલેખક એવી વ્યરક્તિ છે, જે ફીઝિશિયન અને વિશેષજ્ઞ સર્જનને તેમણે લખાવેલા તબીબીલક્ષી અહેવાલનું અનુલેખન ફોર્મ અને પ્રૂફવાચન કરીને મદદ કરે છે. સામાન્યષ રીતે કહીએ તો તબીબી અનુલેખક દર્દીના આરોગ્યનની રૂપરેખા દર્શાવે છે. ફિઝિશિયનના શ્રુતલેખનનું અનુલેખન કરે છે.

પ્રશ્ન : ૨.આ કામનો પ્રકાર કયો છે ?
જવાબ-ર

ડેટા કોમ્યુમનિકેશન લાઇન પર દાબિત સ્વનરૂપમાં ભારતમાં મોકલવામાં આવે છે. ભારતમાં આ અવાજના રેકોર્ડિંગને વિસ્તૃત કરવામાં આવે છે. ભારતના અનુલેખકો અવાજના પ્લેબેક પર સંક્ષિપ્ત નિયંત્રણની છૂટ આપતા અને શબ્દ પ્રક્રિયા સોફટવેરનો ઉપયોગ કરતી સામગ્રીમાં ચાવીરૂપ ખાસ પ્લેબેક સાધનનો ઉપયોગ કરીને આ અવાજનું રેકોર્ડિંગ સાંભળે છે. આ સામગ્રીમાં ભૂલ માટે તેનું પ્રૂફ વાંચી અમેરિકાની કંપની અથવા હોસ્પિટલને ડેટા કોમ્યુનિકેશન લિંકનો ઉપયોગ કરીને પાછો મોકલવામાં આવે છે.

પ્રશ્ન : ૩.આ નોકરી માટે કયાં વ્યક્તિગત લક્ષણો જરૂરી છે ?
જવાબ-૩.

સફળ તબીબી અનુલેખક બનવાની ચાવી માટે વપરાતા તબીબી શબ્દેપ્રયોગોની જાણકારી અને સારી માહિતી નોંધ (ડેટા એન્ટ્રી ) ના કૌશલ ઉપરાંત વિદેશી આરોહ સમજવાની શક્તિ જરૂરી છે. શું શ્રુતલેખન કરાવ્યું છે તે સમજવા તમારે મૂળભૂત તબીબી શરીરરચનાવિજ્ઞાન જાણવું જોઇએ. નવાં ઔષધ, તેમનાં વેપારી નામ, સામાન્યર નામ, તેમની જોડણી અને સામાન્યક ઉપયોગ, તબીબી પરિભાષા, તબીબી કાર્યપદ્ધતિ અને મૂળ લેખ (પ્રોટોકોલ) વગેરે તબીબી બાબતોમા સતત વાંચતા રહી પોતાને શિક્ષિત કરવા જોઇએ, દવામાં વપરાતાં લેટિન અને ગ્રીક ક્રિયાપદ અને વિશેષણો જાણવા અને શીખવા જોઇએ અને ઊંચી ગુણવત્તાવાળા તબીબી અનુલેખન સહેલાઇથી તૈયાર કરવા પૂર્વગ અને ઉપસર્ગના સ્વ્રૂપ ભેગા કરવાનું પણ તમને મદદરૂપ થશે. અંગ્રેજીમાં વાક્ચાતુર્ય હોવું જોઇએ અને નબળું વ્યા કરણ અને પદવિન્યાશસ નક્કી કરવામાં કાબેલ હોવો જોઇએ, કેમકે તબીબી અને આરોગ્યેને લગતા પત્રવ્યવહાર, અહેવાલનું શ્રુતલેખન લખાવે તેમાં ઘણો ફેરફાર હોઇ શકે. આ કામ એકધારું અને પુનરાવર્તનરૂપ હોવાથી, તમારામાં ધીરજ હોવી જોઇએ. આજે ઘણાખરા તબીબી અનુલેખકો ફિઝિશિયનનું શ્રુતલેખન કાગળમાં લેવાના સાધન તરીકે વર્ડ પ્રોસેસિંગ સોફટવેરનો ઉપયોગ કરે છે. વર્ડ-પ્રોસેસર સાથે કી-બોર્ડ કૌશલનો ઉપયોગ કરવો તે ટાઇપ કરવાં કરતા વધારે છે અને ટાઇપરાઇટર પર ટાઇપ કરવા સાથે તેનો ગોટાળો થવો જોઇએ નહિ. શું ટાઇપ થઇ રહ્યું છે અને શું ટાઇપ કરવાનું છે તેમાં કેટલાંક પાસાંને વર્ડ-પ્રોસેસિંગ આપમેળે છૂટ આપે છે અને એકવાર દાખલ થયેલ પાઠની જટિલ ગોઠવણી માટે છૂટ આપે છે. વર્ડ પ્રોસેસર અને મેક્રોસ (કાર્યનું પુનરાવર્તન કરવા વપરાતા નાના કાર્યક્રમો) ના ઉપયોગમાં કાબેલ થવું તે અનુલેખન ઝડપી અને ચોકસાઇપૂર્વક કરવાનો અંતર્ગત ભાગ છે અને તેથી વધારે કાર્યક્ષમ છે.

પ્રશ્ન : ૪.તબીબી અનુલેખન માટે કઇ સંસ્થાઓ તાલીમ આપે છે ?
જવાબ-૪

તબીબી અનુલેખન (M.T.) માં અભ્યાસક્રમ આપતી અનેક ખાનગી તાલીમ સંસ્થાઓ ઊભી થઇ છે. તેની ફી ચાર મહિનાના અભ્યાસક્રમ માટે રૂ. ૧૫૦૦૦ થી ૨૦૦૦૦ છે.

પ્રશ્ન : ૫.મહેનતાણું કેટલું મળશે ?
જવાબ-૫

પ્રવેશ કક્ષાએ તબીબી અનુલેખક માસિક રૂ. ૫૦૦૦ – રૂ. ૭૦૦૦ કમાવાની અપેક્ષા રાખી શકે. અનુભવ અને કાર્યક્ષમતા વધતાં. આ આંકડો સારો એવો વધી શકે. મૂળભૂત વેતન ઉપરાંત, ઘણી કંપનીઓ સ્ફૂ ર્તિ અને કામગીરીના આધારે પ્રોત્સાહન આપે છે. ભવિષ્યઅના તબીબી અનુલેખક આઇ.ટી.ને વર્ગની સેવાઓની કક્ષા હેઠળ આવે છે. ‘નાસકોમ’ (NASSCOM) અહેવાલ અનુસાર આઇટીએ સુધારેલી સેવાઓ ભારતના આઇ.ટી. નિકાસના ૪૦ ટકા ઉપરાંત અપેક્ષિત છે. અમેરિકામાં તબીબી અનુલેખકનાં વેતન ઊંચાં હોય છે. પરિણામે હોસ્પિાટલ અને અનુલેખન કંપનીઓ ઓછા ખર્ચે તે જ કામ કરી શકે તેવી વ્યાક્તિઓની શોધમાં હોય છે. ભારતને કેટલાક અંતર્ગત લાભ છે. વિશાળ અંગ્રેજી ભાષી વસ્તીશ અને વેતન ઓછાં. પરિણામે ઘણી ભારતીય કંપનીઓ આ ક્ષેત્રમાં ઝં૫લાવે છે અને સારી રીતે તાલીમ પામેલા કાર્યક્ષમ અનુલેખક (ટ્રાન્સઆક્રિપ્શજનિસ્ટ ) ની સારી માગ છે.