ઇ સિટિઝન
વારંવાર પુછાતા પ્રશ્નો
સશસ્ત્ર દળો માટે જરૂરી વ્યક્તિગત ગુણ
પ્રશ્ન : ૧.સશસ્ત્ર દળો માટે કયા વ્યક્તિગત ગુણ જરૂરી છે ?
પ્રશ્ન : ૧.સશસ્ત્ર દળો માટે કયા વ્યક્તિગત ગુણ જરૂરી છે ?
A1.

સશસ્ત્રઇ દળોમાં લડાકુ દળ ઉપરાંત ડૉકટર, નર્સ, ઇજનેર, હિસાબનીસ, સંભાળતંત્ર નિષ્ણાત, કાનૂની નિષ્ણાકત, વહીવટી સ્ટાફ વગેરેનો પણ સમાવેશ થાય છે. લડાકુ દળમાં જોડાવા માટે ઉમેદવાર શારીરિક અને માનસિક રીતે યોગ્ય હોવો જોઇએ, કઠોર સ્થિણતિ સહન કરવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ તેનામાં ધીરજ, સમર્પણ, શિસ્ત હોવાં જોઇએ અને બીજા બધાથી રાષ્ટ્રોને સર્વોપરિ ગણતો હોવો જોઇએ. લડાકુ દળોને તેમનાં કુટુંબથી ઘણીવાર લાંબો સમય દૂર રહેવું પડે છે. સહાયક દળ માટે તે જ લક્ષણો લાગુ પડે છે. પરંતુ તેમણે ખરેખર લડાઇમાં ભાગ લેવાનો હોતો નથી. સશસ્ત્રો દળોમાં કારકિર્દીમાં માન, કીર્તિ, વિશેષાધિકારવાળી જીવનશૈલી અને સમાજમાં ઊંચો મોભો હોય છે. સશસ્ત્ર દળોની ત્રણ શાખા છે : લશ્કર, નૌકાદળને હવાઇદળ. તે એકબીજાના કામને પૂરક છે, સંપૂર્ણ સંકલનમાં કામ કરે છે અને દેશની અખંડિતતાનું રક્ષણ કરે છે. સશસ્ત્ર્દળના કામના પ્રકારમાં વૈવિધ્ય છે અને ભૌતિકશાસ્ત્ર , ગણિતશાસ્ત્રે, વીજાણુ, કાયદો, અર્થશાસ્ત્રે અને શિક્ષણ જેવી વિવિધ વિદ્યાશાખાઓને આવરી લે છે. સશસ્ત્ર્ દળોનું ત્રણ મુખ્યા શાખામાં વિભાજન થાય છે. લશ્કર, નૌકાદળ અને હવાઇદળ.