| કામગીરીના મૂલ્યાંકન માટેના માપદંડો:- ૧) માર્ગદર્શિત બાબતો વિશે રાજયના સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ સહાયક માર્ગદર્શન પુરુ પાડવું. - a. માર્ગદર્શન આપવા માટે કેટલા બાળકોની મુલાકાત લીધી તેની સંખ્યા
- b. કેટલા બાળકોને સ્કૂલ હેલ્થ પ્રોગ્રામનો લાભ અપાવ્યો તેની સંખ્યા
ર) મમતા અભિયાન હેઠળ - વિવિધ સ્થળે જેવા કે, તાલુકા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગર્ભવતી માતાઓની સહાયતા અને સંભાળ કરવી. - a. કેટલી ગર્ભવતી માતાઓ અંગે માહિતી મેળવી તેની સંખ્યા
- b. કેટલી ગર્ભવતી માતાઓને આરોગ્ય શિક્ષણ આપ્યું તેની સંખ્યા
- c. કેટલી ગર્ભવતી માતાઓને મમતા કેન્દ્રમાં પહોચાડી તેની સંખ્યા
૩) ટીબી રોકવાના પ્રોગ્રામમાં DOT સેવાઓની ભાગીદારી નકકી કરવી જેની સાથે એ પણ ખાતરી કરવી કે ટીબીના દર્દીઓ તેમના ઘરે પણ નિયમીત રીતે દવા લે છે. - a. કેટલા ટીબી પેશન્ટ અંગે માહિતી મેળવી તેની સંખ્યા
- b. કેટલા પેશન્ટને ટીબીની દવા ગળાવી તેની સંખ્યા
૪) આરોગ્ય જાગૃતિ માટેના કેમ્પ, રકતદાન શિબીર અને ચક્ષુદાન શિબીરોનું આયોજન કરવું. - a. કેટલા કેમ્પ અને શિબિરોનું આયોજન કર્યુ તેની સંખ્યા
- b. આરોગ્ય જાગૃતિ માટે કેટલા લોકોને સમજાવ્યા તેના સંખ્યા
- c. રક્તદાન શિબિરનું આયોજન કરીને કેટલા લોકો પાસેથી લોહી એક્ત્ર કર્યુ તેની સંખ્યા
- d. ચક્ષુદાન માટે કેટલા લોકોને તૈયાર કર્યા તેની સંખ્યા
૫) રોગ થાય જ નહીં તે માટે શાળા, આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલોમાં સ્વચ્છતા માટેની ટેવ પાડવાની ઝુંબેશ. - a. શાળા, આરોગ્ય કેન્દ્રો અથવા હોસ્પિટલોમાં સ્વચ્છતા જાળવવા માટે કેટલા લોકોને સમજાવ્યા તેની સંખ્યા
- b. શાળાઓમાં કેટલા વિદ્યાર્થીઓને હાથ ધોઈ મધ્યાહન ભોજન લેતા કર્યા તેની સંખ્યા
- c. કેટલા બાળકોને વ્યવસ્થિત તૈયાર થઈ, વાળ ઓળીને આવવા માટેની ટેવ પાડી તેની સંખ્યા
|