સમય દાન
હેલ્પલાઈન :- ૧૮૦૦-૨૩૩-૫૫૦૦(ટોલ ફ્રી)
સમય :- સવારે ૮ થી રાત્રે ૮

ગુજરાતનાં યુવાન અને યુવતીઓ દ્વારા સુવર્ણ જયંતિ વર્ષમાં જનસેવા માટે ૧૦૦ કલાકનો ફાળો આપવાનો સંકલ્‍પ એટલે "સમયદાન"
સમયદાન મહાદાન છે.
‘‘ગુજરાતના યુવાનો ગુજરાતનું જ નહીં,
સમગ્ર દેશનું ભાલ છે.
મને થનગનતા, તરવરિયા યુવાનોમાં
ભગવાન જેટલી જ અદમ્‍ય શ્રદ્ધા છે.’’
- શ્રી નરેન્‍દ્ર મોદી
મુખ્‍યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય

પર્યાવરણ
 
કામગીરીના મૂલ્યાંકન માટેના માપદંડો :-
 
૧) સામુહિક વાવેતર માટે સ્થાનિક લોકોને પ્રોત્સાહિત કરવા, સામુહિક વાવેતરનું આયોજન કરાવવું અને વર્ષ દરમિયાન આ રોપાઓનું રક્ષણ કરવું અને પાણી આપવું.

  • a. વૃક્ષ વાવેતર માટે તૈયાર કરેલ લોકોની સંખ્યા
  • b. સામૂહિક વાવેતરના આયોજનની સંખ્યા
  • c. સામૂહિક વાવેતર દરમિયાન કુલ કેટલા રોપાઓનું વાવેતર કરાવ્યું તેની સંખ્યા
  • d. વાવેતર થયેલ કેટલા રોપાઓનું રક્ષણ કર્યું તેની સંખ્યા.
  • e. વાવેતર કરેલ કેટલા રોપાઓને પાણી આપ્યું તેની સંખ્યા


૨) ઘરે ઘરે છોડની જરૂરિયાત જાતવાર ભેગી કરવી. છોડને લગાવવા માટેના સ્થળને અનુરુપ જે તે વ્યકિતને સૂચન કરવા અને વિભાગ સાથે આ રોપાઓ પહોંચાડવા માટેનું આયોજન કરવું

  • a. કેટલા ઘરો માટે છોડની જરૂરિયાત ભેગી કરી તેની સંખ્યા
  • b. વિભાગ સાથે આયોજન કરી કેટલા ઘરોએ રોપાઓ પહોંચાડ્યા તેની સંખ્યા
  • c. કુલ કેટલા રોપાઓ પહોંચાડ્યા તેની સંખ્યા
  • d. તે પૈકી કેટલા રોપાઓનું વાવેતર કરાવ્યું તેની સંખ્યા
  • e. કેટલા ગામોમાં/સોસાયટીઓમાં પ્રોત્સાહન આપ્યું તેની સંખ્યા


૩) ખુલ્લો કચરો બાળતા લોકોને સમજાવીને કચરામાંથી જૈવિક ખાતર બનાવવું.

  • a. જૈવિક ખાતર તૈયાર કરવા માટે કેટલા લોકોને તૈયાર કર્યા તેની સંખ્યા
  • b. કુલ કેટલા લોકોએ જૈવિક ખાતર બનાવ્યું તેની સંખ્યા
  • c. કુલ કેટલા તગારા જૈવિક ખાતર તૈયાર કરાવ્યું તેની સંખ્યા


૪) ધુમાડો રોકવા, બળતણ બચાવવા અને વાતાવરણના રક્ષણ માટે વાહનોનો ઉપયોગ ઘટાડવો. ચાર રસ્તા/ ક્રોસિંગ ઉપર એન્જીન બંધ કરવા અને બ્રેકનો ઉપયોગ ઘટાડવો.

  • a. કેટલા વાહન ચાલકોનો સંપર્ક કરીને આ કામગીરી કરવા માટે સમજાવ્યા તેની સંખ્યા


૫) પર્યાવરણ સુરક્ષા માટે અને પાણી બચાવવા માટે લોકોમાં જાગૃતતા ઉભી કરવા માટેનું કામ

  • a. પર્યાવરણ સુરક્ષા માટે કેટલા લોકોનો સીધો સંપર્ક કરી જાગૃતતા ઉભી કરી તેની સંખ્યા
  • b. પાણી બચાવવા માટે કેટલા લોકોનો સીધો સંપર્ક કરી જાગૃતતા ઉભી કરી તેની સંખ્યા
 
 

ઓનલાઈન રજીસ્ટ્રેશન :-

  • શું આપ નામ નોંધાવવા ઇચ્છો છો?
  • જો આપ શહેરી વિસ્તારમાં એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા શહેરી વિકાસ ઓથોરીટીના વિસ્તારમાં રહેતા હોય તો શહેરી વિસ્તારના Button ઉપર Clickકરો અન્યથા ગ્રામ્ય વિસ્તારના Button ઉપર Click કરો.
Shaheri Vistar Gramya Vistar


Official Portal of Gujarat Govt. GSWAN Vibrant Gujarat India Gov.in