સમય દાન
હેલ્પલાઈન :- ૧૮૦૦-૨૩૩-૫૫૦૦(ટોલ ફ્રી)
સમય :- સવારે ૮ થી રાત્રે ૮

ગુજરાતનાં યુવાન અને યુવતીઓ દ્વારા સુવર્ણ જયંતિ વર્ષમાં જનસેવા માટે ૧૦૦ કલાકનો ફાળો આપવાનો સંકલ્‍પ એટલે "સમયદાન"
સમયદાન મહાદાન છે.
‘‘ગુજરાતના યુવાનો ગુજરાતનું જ નહીં,
સમગ્ર દેશનું ભાલ છે.
મને થનગનતા, તરવરિયા યુવાનોમાં
ભગવાન જેટલી જ અદમ્‍ય શ્રદ્ધા છે.’’
- શ્રી નરેન્‍દ્ર મોદી
મુખ્‍યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય

સફાઈ
 
કામગીરીના મૂલ્યાંકન માટેના માપદંડો:-
 
૧) પંચાયતના સત્તાધીશોના માર્ગદર્શન હેઠળ સ્વૈચ્છીક રીતે સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતાના કામની જાગૃતિમાં જોડાવું.

  • a. સ્વચ્છતા જાળવવા કેટલા લોકોનો સંપર્ક કર્યો અને તેમને સમજાવ્યા તેની સંખ્યા
  • b. સ્વચ્છતા અંગે જાગૃતિ ઉભી કરવા માટે કોઈ કાર્યક્રમ કર્યા હોય તો તેની સંખ્યા
  • c. સ્વચ્છતા માટે કેટલા વિસ્તારોમાંથી કચરો દૂર કર્યો અથવા કરાવ્યો તેની સંખ્યા
  • d. કેટલા ટ્રેક્ટર ભરીને કચરો દૂર કર્યો અથવા કરાવ્યો તેની સંખ્યા
  • e. કેટલા લોકોને સમજાવીને, જાહેર રસ્તા પર ગંદુ પાણી છોડતા અટકાવ્યા તેની સંખ્યા
  • f. પીવાના પાણીની કેટલી જ્ગ્યાની આસપાસ અથવા કેટલા જળાશયોની આસપાસ ગંદકી થતા અટકાવી તેની સંખ્યા

ઓનલાઈન રજીસ્ટ્રેશન :-

  • શું આપ નામ નોંધાવવા ઇચ્છો છો?
  • જો આપ શહેરી વિસ્તારમાં એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા શહેરી વિકાસ ઓથોરીટીના વિસ્તારમાં રહેતા હોય તો શહેરી વિસ્તારના Button ઉપર Clickકરો અન્યથા ગ્રામ્ય વિસ્તારના Button ઉપર Click કરો.
Shaheri Vistar Gramya Vistar


Official Portal of Gujarat Govt. GSWAN Vibrant Gujarat India Gov.in