શિક્ષણ વિભાગ
માધ્‍યમિક શિક્ષક તાલીમ સંસ્થા (STTI)

આ સંસ્થા માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોને સેવા કિલાન તાલીમ આપવાની કામગીરી બજાવે છે. સમગ્ર ભારતમાં આ પ્રકારની માધ્યમિક શાળાઓમાં શિક્ષકોને તાલીમ આપવા માટેની અલગ વ્યવસ્થા સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવેલ છે.

(૧) મોડ્યુલ તૈયાર કરવા અને છપાવાની કામગીરી

જાન્યઆરી ૨૦૦૮ સુધીમાં ધોરણ-૮ થી ૧૨ ના મુખ્ય વિષયોના તથા GSEB માં ૦% પરિણામવાળી શાળાઓના શિક્ષકોના તાલીમ કાર્યક્રમ માટે કુલ ૧૦(દસ) મોડ્યુલ્સ રૂ.૦૩,૧૨,૨૨૩ ના ખર્ચે તૈયાર કરાવીને તાલીમી કાર્યક્રમ વખતે તાલીમાર્થી શિક્ષકોને તથા શાળાઓને પૂરા પાડવામાં આવ્યા. મોડ્યુલ તૈયાર કરાવવા માટે, પાઠ્યપુસ્તકના લેખકો, સમીક્ષકો, નિષ્ણાંત શિક્ષકો તથા અધ્યાપકો મળીને કુલ ૮૨ તજજ્ઞોની મદદ લાવામાં આવી.

(૨) તાલીમી કાર્યક્રમો

એપ્રિલ ૨૦૦૭ થી જાન્યુઆરી ૨૦૦૮ ના સુધીના સમયગાળા દરમ્યાન ૬૭ કાર્યક્રમો દ્વારા કુલ ૧૩૨૩ શિક્ષકોને તાલીમ આપવામાં આવેલ છે. વિષયવસ્તુ આધારિત તાલીમ કાર્યક્રમોમાં પ્ર-ટેસ્ટ અને પોસ્ટ-ટેસ્ટ દ્વારા શિક્ષકોને વિષય ક્ષમતા અંગેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ેમાં કેટલાંક વિષયોમાં તાલીમી શિક્ષકો સારો પ્રતિભાવઆપતા જોવા મળ્યા છે. વર્ષ ૨૦૦૭-૦૮ માં જાન્યુઆરી ૨૦૦૮ અંતિમ સુધીમા ંતાલીમી કાર્યક્રમો પાછલ રૂ.૧૭,૩૭,૦૮૯૭/- નું રોકાણ થયુ છે.

સંસ્થા ખાસ કરીને Content Area ઉપર વધુ કાર્યક્રમો યોજે છે. તદુપરાંત સ્કુલ મેનેજમેન્ટ સોફ્ટવેર પ્રોગ્રામ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ તથા English Speaking and Listening Programme ઉપર વધુ ભાર મુકે છે. વિક્રમ એ. સારાભાઇ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર, અમદાવાદના (VASCSC) Technical Support દ્વારા સ્વનિર્મિત ગણિતના સાધનો (T.L.M.) બનાવવા અંગેના કાર્યક્રમો પણ યોજાય છે. ભિન્ન તાલીમી કાર્યક્રમોમાં રાજ્યના તમામ જિલ્લાના આચાર્ય, શિક્ષક અન ક્લાર્કની તાલીમ માટે બોલાવવામં આવે છે. એસ.ટી.ટી.આઇ. દ્વારા તેમની તાલીમની કામગીરી ઉપરાંત ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના સહકારથી અભ્યાસ સુધારણા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ હતો. જેમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક(વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ)ના ૧૭ વિષયો અંગેની કાર્યવાહી કરેલ છે.

આગળ જુઓ