તમે કોણ છો ?
રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ યોજના
યોજનાની વિગતો
શાળાઓના કમિશ્નરની કચેરી માધ્યમિક અને ઉચ્ચિતર શિક્ષણની ૬૦૦૦ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાનઓના વહીવટ પર દેખરેખ રાખે છે. કમિશ્નરની કચેરી કેટલીક સંસ્થાઓની પ્રત્યાક્ષ વ્યવસ્થા અને નિયંત્રણ કરે છે અને બીજી સંસ્થાઓને તેમની મારફત નાણાં મળે છે. સ્ટાફની ભરતી, તેમનાં વેતન, ભથ્થાં અને નિવૃત્તિના લાભ જ કમિશ્નરની કચેરી સીધું નિયંત્રણ કરે છે. તેથી કમિશ્નરની કચેરીને, ફેકસ મશીન, કોપી પ્રિન્ટ્ર, ફેન્કિંગ મીશન, વૉટર કૂલર વગેરે પૂરાં પાડીને સંગીન બનાવવી જરૂરી છે.
મેટ્રિક પછીના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ
મેટ્રિક પછીના અભ્યાસ માટે ગુણવત્તાના ધોરણે રાષ્ટ્રીંય શિષ્યવૃત્તિ આપવાની યોજના ૧૯૬૧-૬૨ થી દાખલ કરવામાં આવી હતી, જેથી કોઇ તેજસ્વી‍ વિદ્યાર્થીની શૈક્ષણિક કારકિર્દીની પ્રગતિ ગરીબીને કારણે અવરોધાય નહિ. જુદા જુદા રાજ્યો અને સંઘ પ્રદેશોને વસ્તીના ધોરણે શિષ્યવૃત્તિઓ ફાળવવામાં આવે છે. યુનિવર્સિટીઓના રજિસ્ટ્રાર / શિક્ષણ બોર્ડના સચિવ દર વર્ષે સપ્ટે્મ્બરના અંત સુધીમાં જુદી જુદી પરીક્ષાઓમાં બેઠેલા અને પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યાવને લગતી માહિતી નિયત પત્રકમાં રજૂ કરે છે.
મેટ્રિક પછીના વિદ્યાર્થીઓને હિંદીમાં શિષ્યવૃત્તિ
આ યોજનાનો મુખ્યં ઉદ્દેશ બિન-હિંદીભાષી રાજ્યોમાં હિંદીમાં અભ્યાસને પ્રોત્સાહન આપવા અને હિંદી ભાષાનું જ્ઞાન આવશ્યક હોય ત્યાં આ રાજ્યોની સરકારને શીખવવા માટે યોગ્ય કર્મચારીઓ અને બીજી જગ્યાઓ આપવી.
ગ્રામીણ વિસ્તારનાં બાળકો માટે શિષ્યવૃત્તિઓ
આ યોજનાની કામગીરી ૧૯૭૧-૭૨ થી ચાલે છે. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરવા માટે તક પૂરી પાડવાનો છે. ફાળવેલી શિષ્યવૃત્તિની સંખ્યા દર વર્ષે રાજ્ય સરકારો / સંઘ પ્રદેશોને જણાવવામાં આવે છે.