તમે કોણ છો ?
ઇન્‍ટરવ્‍યૂમાં સફળ થવા માટે સૂચનાઓ
.પ્રથમ છાપ ઉત્તમ છાપ છે. તમે કેવી રીતે વસ્‍ત્રો પહેર્યા છે, તમારી શૈક્ષણિક લાયકાત, કામનો અનુભવ, શરીરની ભાષા, રીત, માહિતી આત્‍મસાત કરવાની અને તેનું બુદ્ધિપૂર્વક અને સ્‍પષ્‍ટ રીતે અર્થઘટન કરવાની શક્તિ. તેથી, કાળજી રાખો, તમારું કામ ઉત્તમ રીતે કરો.
.પ્રમાણપત્ર, મોકલેલી અરજીની તારીખ, જીવનવૃત્તાંત વગેરે જેવી પ્રસ્‍તુત દસ્‍તાવેજોને ફોલ્‍ડરમાં ક્રમમાં લઇ જાઓ, જેથી માગવામાં આવે ત્‍યારે તે તરત બતાવી શકાય. પેન પણ સાથે રાખો.
.ઇન્‍ટરવ્‍યુ લેનાર માગે તો જ દસ્‍તાવેજો રજૂ કરો.
.ઇન્‍ટરવ્‍યુ માટે કદી મોડા ન પડો.
.તમે દાખલ થાઓ કે તરત ઇન્‍ટરવ્‍યુ લેનારને નમસ્‍કાર કરો.
.તમને જણાવવામાં આવે ત્‍યારે જ બેસો, ખુરશીને ખેંચો નહિ તે વધારે સારૃં છે. તેને ઊંચકો અથવા ખસેડો અને હંમેશાં ખુરશીની જમણીથી બાજુથી દાખલ થાઓ.
.જરૂરી હોય ત્‍યારે ત્‍યારે ‘‘આભાર‘‘ કહો .
.કાળજી પૂર્વક સાંભળો અને પ્રશ્ન પરધ્‍યાન આપો. પ્રશ્ન સ્‍પષ્‍ટ ન હોય તો તેનું પુનરાવર્તન કરવા વિવેકાપૂર્વક વિનંતી કરો.
.આત્‍મવિશ્વાસપૂર્વક તરત મુદ્દાસર જવાબ આપો. લાંબું વર્ણન કરવાનું કહેવામાં ન આવે તો તમારા જવાબ ટૂંકમાં આપો.
.જવાબ આપતી વખતે પ્રશ્ન પૂછનાર વ્‍યક્તિ તરફ જુઓ અને આનંદમાં રહેવા પ્રયત્‍ન કરો.
.તમારા જીવનવૃત્તાંતને લગતી વિગતો સંબંધી પ્રશ્નો સાચા હોવા જોઇએ.
.તમે કંઇ ન જાણતા હો તો તે કબૂલ કરો.
.તમારો મત અથવા જવાબ સ્‍વીકારવામાં ન આવે, તો દિલગીરી વ્‍યક્ત કરવાનું યાદ રાખો.
.તમારી વાણી અથવા વર્તનમાં અમુક રીતભાત ન રાખો.
.તમને તેમના તરફથી કયારે જાણવા મળવાની અપેક્ષા છે તેવું તમે પૂછી શકો.
.જગ્‍યા છોડતાં પહેલાં દરેક ઇન્‍ટરવ્‍યૂ લેનારનો ઇન્‍ટરવ્‍યુના અંતે આભાર માનવાનું ભૂલશો નહીં.
.ઇન્‍ટરવ્‍યૂ લેનાર હાથ મિલાવે તો જ તેમ કરશો.
.પાછળ જોવા સિવાય વિશ્વાસપૂર્વક બહાર આવો.
.તમે જગ્‍યા છોડો ત્‍યારે ધીમેથી બારણુ’ બંધ કરો.