તમે કોણ છો ?
બોર્ડર સિકયોરિટી ફોર્સ માં કોન્‍સ્‍ટેબલ (જનરલ ડયુટી)

કોણ અરજી કરી શકે ?

.શિક્ષણ : લધુતમ મેટ્રિક અથવા સમકક્ષ
.વય : ૧૮ થી ૨૩ વર્ષ
અહીં મહત્તમ વયમર્યદામાં અ.જા. / અ.જ.જા. માટે ૫ વર્ષ અને અ. પ. વ. માટે ૩ વર્ષની છૂટછાટ રહેશે આ ઉપરાંત ઉંચાઇ - છાતી સહિતની અન્‍ય શારીરિક ધોરણ પ્રમાણે આપની ઊંચાઇ ઇ. હોવા જોઇએ.
ભરતી પ્રક્રિયા
યોગ્‍ય ઉમેદવારોને કસોટી/ઈન્‍ટરવ્‍યૂના ૧૫ દિવસ અગાઉ રોલ નંબર તથા અન્‍ય સૂચનાઓ સાથેનું એડમિટ કાર્ડ મોકલવામાં આવશે. આ માટે તમને તમારા વતનથી નજીકના કેન્‍દ્ર પર હાજર થવા જણાવવામાં આવશે., જે માટે કોઇ ટીએ/ડીએ અપાશે નહિ. એટલે કે પરીક્ષા આપવા સ્‍વખર્ચે હાજર થવાનું રહેશે.
પરીક્ષા સ્‍થળે સૌ પ્રથમ ઉમેદવારોની ઊંચાઇ/વજન, છાતીની પહોળાઇ ઇત્‍યાદિની ચકાસણી થશે. ત્‍યારબાદ એમણે ફિઝિકલ એફિશિયન્‍સી ટેસ્‍ટ (PFT) આપવાની રહેશે. આ PFT અંતર્ગત ૫ કિમીની દોડ, હાઇ જમ્‍પ તથા લોંગ જમ્‍પનો સમાવેશ થાય છે. ૫ કિમીની દોડના મહત્તમ ગુણ ૧૨(૨૩ મિનિટમાં પૂરી કરનારને), લોંગ જમ્‍પના મહત્તમ ગુણ ૦૬ (૧૫ ફૂટ લાંબા કૂદકા માટે) તથા હાઇ જમ્‍પના મહત્તમ ગુણ ૦૭ (૪ ફૂટ ૬ ઇચ ઊંચા કૂદકા માટે) છે.
ત્‍યારબાદ એટલે કે PFTમાં સફળ થનાર મિત્રોની ૫૦ માર્કસની લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ લેખિત પરીક્ષા અંતર્ગત ઓબ્‍જેકટિવ તથા વર્ણનાત્‍મક બંને પ્રકારના પ્રશ્નો હશે - જનરલ નૉલેજ, જનરલ અવેરનેસ, સામાન્‍ય ગણિત, હિન્‍દી / અંગ્રેજી ભાષા ઇત્‍યાદિને લગતા સવાલો હશે. ત્‍યારબાદ ઇન્‍ટરવ્‍યૂ ટેસ્‍ટ લેવામાં આવશે. અહીં આઇ.ટી.અઇ. ડિપ્‍લોમાં રમતગમત, એન.સી.સી. તથા ઇતર પ્રવૃત્તિઓમાં વિશેષ સિદ્ધિ બદલ ઉમેદવારને બોનસ માર્કસ આપવામાં આવશે. જરૂરી પ્રમાણપત્રો રજૂ કરવા પડશે. આમ, ઉમેદવારના કુલ માર્કસને આધારે ‘મેરિટ લિસ્‍ટ’ તૈયાર થશે અને તે પ્રમાણે પસંદગી થશે.
આ ભરતીની જાહેરાત આવ્‍યે લિબર્ટી કેરિયર ન્‍યુઝમાં પ્રસિદ્ધ થાય છે.