તમે કોણ છો ?
ચાટર્ડ એકાઉન્‍ટન્‍સી (સી.એ.)
ધો. ૧૦ પછી C.A. નુ’ રજીસ્‍ટ્રેશન થાય છે.
ઓકટોબર ૨૦૦૬ પછી થયેલા ફેરફાર મુજબ ચાર્ટડ એકાઉન્‍ટસની પ્રથમ પરીક્ષા CPT માટે ધોરણ ૧૦ પાસ પછી રજિસ્‍ટ્રેશન કરાવી શકાશે અને આ CPT પરીક્ષા ધો-૧૨ (ગમે તે પ્રવાહ) ની પરીક્ષામાં એપીયર થયા બાદ આપી શકાશે. દર વર્ષે CPT ની પરીક્ષા (૪) વખત લેવાશે. તે પ્રારંભિક ફાઉન્‍ડેશન પરીક્ષા છે તેમાં ૪ પ્રશ્નપત્રો હોય છે. CPT પછી CA. ની બીજી પરીક્ષા PCC તથા તે બાદ ત્રીજી ફાઇનલ પરીક્ષા CA Final નિયમોને આધીન આપી શકાય છે. અર્થાત હવે ધો. ૧૦ પાસ થવાથી સીએ CA માટેની તૈયારી થઇ શકે છે. વધુ વિગત આ સરનામેથી પ્રાપ્‍ય થશે.
ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટસ ઓફ ઇન્‍ડિયા (ICAI)(WIRC) અન્‍વેષક, ૨૭,૩૫ પેરેડ, મુંબઇ-૪૦૦૦૦૫. અમદાવાદ ફોન (૦૭૯)૨૭૪૯૦૯૪૬ વેબ www.ahd.icai.org અમદાવાદ શાખા ૧૨૩, સરદાર પટેલ સોસાયટી, નારણપુરા સ્‍ટેડીયમ પસે છે.
ધો. ૧૦ પછી સામાન્‍ય પ્રવાહમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ ચાર્ટડ એકાઉન્‍ટસીના માટે તૈયારી કરી ૬૦ દિવસ પહેલા રજીસ્‍ટ્રેશન CPT માટે કરાવી શકે છે અને પરીક્ષાની તૈયારી - પ્રશિક્ષણના પ્રયાસો વહેલાસર કરી શકે છે.