તમે કોણ છો ?
ધોરણ ૧૦ પછી શું?
રોજિંદા જીવનમાં દરરોજ આપણે કેટલા બધા ‘નિર્ણયો’ લઇએ છીએ - એ વાતનો કયારેય વિચાર કર્યો છે ખરો? આ ‘નિર્ણયો’ અલગ અલગ પ્રકારના હોય છે જેમ કે :
રોજિંદા ઘટનાક્રમના ભાગરૂપે લેવાતા નિર્ણયો - સ્‍કૂલ / ઓફિસ જવાનો નિર્ણય, સવારે બ્રશ કરવાનો - નાહવા જવાનો કે રાત્રે સૂવા જવાના નિર્ણયો... આ બધા જ નિર્ણયો આપણા રોજબરોજના જીવનનો એક ભાગ છે જ. આથી બહુ જ સહજતાપૂર્વક આ નિર્ણયો આપણે લઇએ છીએ. તેનું પાલન કરીએ છીએ.
કેટલાક નિર્ણયો એવા પણ હોય છે કે તેની પાછળ કોઇ લોજીક હોતું નથીઇ જે-તે સમયની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને જે-તે ક્ષણે જ નિર્ણય લઇએ છીએ. દા.ત., સ્‍કૂલ/કૉલેજ/ઓફિસથી પાછા ફરતી વખતે ખૂબ જ ભૂખ લાગી છે. મિત્રો જોડે દાબેલી / વડાપાઉ કે ગરમાગરમ નાસ્‍તો કરી લીધો. તરસ લાગી હોય તો ઠંડું પીણું પીવાનો નિર્ણય.
કેટલાક નિર્ણયો ‘ક્ષણિક આવેશ’ નો ભાગ હોય. દા.ત. પ્રોવિઝન સ્‍ટોરમાં સાબુ ખરીદવા ગયા, નવા સાબુ પર નજર પડી. તેની સુગંધ (fragrance) પસંદ પડી અને સાબુ ખરીદી લીધો. કોઇ નવી બૉલપેન / Gel pen પસંદ પડી અને તે ખરીદી લીધી.
અને હા, કેટલાક નિર્ણયો એવા પણ હોય કે આપણે બહુ જ વિચારીને નિર્ણય લઇએ. દા.ત., નવું Washing Machine કે Bike ખરીદવાના હોય તો ? આપણે ખરીદવાનું વિચારતા હોય ત્‍યારથી જ વિવિધ Washing Machine / Bike ની જાહેરાતો ધ્‍યાનથી જોઇએ / વાંચીને / સાંભળીએ .... ભાવ / Quality / Services ની તુલના (comparison) કરીએ. મિત્રોનો / સગાસંબંધીઓનો અભિપ્રાય પૂછીએ. બે-ચાર show-rooms ની મુલાકાત લઇને સરવે કરીએ. આપણને જેની પર વિશ્વાસ હોય તે વેપારીને પણ પૂછીએ અને ત્‍યારબાદ જ જે-તે વસ્‍તુ ખરીદવાનો નિર્ણય બહુ જ વિચારીને લઇએ. એટલે કે પૂરી સામેલગીરી (involvement) સાથે અને તર્ક (logic) ના આધારે જ નિર્ણય લઇએ. મિત્રો, Bike કે Washing Machine આજે ખરીદ્યા પછી જરૂર પડયે પાંચ - સાત વર્ષે ફરી વાર પણ લઇ શકાશે, પરંતુ જે નિર્ણય મારે - તમારે એક જ વાર (આપણા સમગ્ર જીવનમાં એક જ વાર) કરવાનો હોય છે તે નિર્ણય છે : ધોરણ ૧૦ પછી શું ? આપણા જીવનમાં આપણે ઘણા બધા મહત્‍વના નિર્ણયો પણ લઇએ છીએ. પરંતુ આ કદાચ બહુ જ મહત્‍વનો / અત્‍યંત મહત્‍વનો નિર્ણય છે. આથી જ બહુ વિચારીને લેવા જેવો આ નિર્ણય છે.... આ એક નિર્ણયને આધારે કદાચ આપના જીવન અને કારકિર્દીની દિશા નક્કી થશે. અગાઉ મૅટ્રિક થયા પછી ઘણા વિદ્યાર્થી મિત્રો આગળ અભ્‍યાસ ન કરવાનો પણ નિર્ણય કરતાં હતાં. પરંતુ આજે તો આ વાત જ અપ્રસ્‍તુત લાગે છે ને?
ધોરણ ૧૦ પછી શું કરવું ? આ સવાલનો જવાબ ઘણા બધા વિકલ્‍પો ધરાવે છે, આથી થોડી દુવિધા પણ થાય. આ રસ્‍તે જવું કે પેલા રસ્‍તે જવું એવી મૂંઝવણ થાય. ‘મારો બાળપણનો મિત્ર કે સખી આ કોર્સમાં એડમિશન લે છે તો મારે પણ આ જ કોર્સમાં એડમિશન લેવું જોઇએ, એવી લાલચ પણ થાય. પરંતુ આંધળું અનુકરણ કરવાનો નિર્ણય લેવાની ભૂલ ન કરશો. જે પણ નિર્ણય લો તે વિચારીને / સમજીને લેશો. બધા વિકલ્‍પોની જાણકારી મેળવીને / વિવિધ વિકલ્‍પોની તુલના કરીને / જરૂર પડયે જાણકાર - નિષ્‍ણાત વ્‍યક્તિનું માર્ગદર્શન પણ મેળવીને અને તમારી પોતાની ક્ષમતા / સંજોગો / નબળાં - સબળાં પાસાંઓ ધ્‍યાનમાં લઇને તમે જાતે જ નિર્ણય કરશો તો તે જ નિર્ણય શ્રેષ્‍ઠ રહેશે.
BACKઆગળ જુઓ