તમે કોણ છો ?
ડિપ્‍લોમાં એન્‍જિનયરિંગ બાદ ડિગ્રી એન્‍જિનયરિંગ
ધોરણ ૧૦ માં સારા માકર્સ મેળવ્‍યા હોય ત્‍યારે ઘણી વાર દ્વિધા થાય કે ધોરણ ૧૧-૧૨ સાયન્‍સ કરવું કે પછી સારા ડિપ્‍લોમાં કોર્સમાં એડમિશન મેળવવું ? ઘણાં ઉદાહરણો આપણી સામે છે જ કે જેમણે ધોરણ ૧૦ માં ૮૦-૮૫-૯૦% જેટલા માર્કસ મેળવ્‍યા બાદ ધોરણ ૧૨ સાયન્‍સ માં અપેક્ષા કરતા નબળો દેખાવ કર્યો - આથી કેટલાક વિદ્યાર્થી મિત્રો ધો-૧૦ માં સારા માકર્સ મેળવ્‍યા હોય તો સારા ડિપ્‍લોમાં કોર્સમાં એડમિશન લેવાનું પસંદ કરે છે. પરંતુ અહીં એક વાતનું ખાસ ધ્‍યાન રાખીએ કે આજના સ્‍પર્ધાના યુગમાં માત્ર ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગના આધાર પર સારી કારર્કિદી બનાવવી સહેલી નથી. આથી શક્ય હોય ત્‍યાં સુધી ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગ બાદ ડિગ્રી એન્‍જિનિયરિંગનો કોર્સ કરવો જ જોઇએ. ડિગ્રી એન્‍જિનિયરિંગ કોર્સ માટે ઘણા બધા વિકલ્‍પો છે. તેમાંનો એક વિકલ્‍પ પાર્ટ-ટાઇમ ડિગ્રી એન્‍જિનિયરિંગ કોર્સનો પણ છે.
પાર્ટ ટાઇમ ડિગ્રી કોર્સ બેસ્‍ટઃ
અમદાવાદમાં આવેલ એલ. ડી. એન્‍જિનિયરિંગ કૉલેજ સરકારી કૉલેજ છે. ગુજરાતની આ સુપ્રસિદ્ધ એન્‍જિનિયરિંગ કૉલેજમાં પાર્ટ-ટાઇમ ડિગ્રી એન્‍જિનિયરિંગનો અભ્‍યાસક્રમ પણ ચાલે છે. કુલ ૮ સમેસ્‍ટર એટલે કે ચાર વર્ષની મુદતનો આ ડિગ્રી કોર્સ સાંજના ૬-૧૫ થી રાત્રિના ૯-૩૦ દરમિયાન ચાલે છે. નોકરી કરતા અથવા તો સ્‍વતંત્ર વ્‍યવસાય કરતા ડિપ્‍લોમાં એન્‍જિનિયરને એન્‍જિનિયરિંગની બેચલર ડિગ્રી બી.ઇ. મળી શકે તે માટે આ પાર્ટ ટાઇમ ડિગ્રી કોર્સ ચલાવવામાં આવે છે.
૧૨ સાયન્‍સ :
તમે ધોરણ ૧૦ પછી સિવિલ, ઇલેકટ્રોનિકસ મિકેનિકલ અથવા ઇલેકટ્રોનિકસ એન્‍જિનિયરિંગનો કોર્સ કર્યો હોય તો તમને આ પાર્ટ ટાઇમ ડિગ્રી કોર્સમાં એડમિશન મળી શકે. ૧૨ સાયન્‍સની કોઇ જરૂર નથી.
કોને એડમિશન મળે? :
(૧) તમે ધો-૧૦ પછી ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગનો કોર્સ કરેલ હોવો જોઇએ. (૨) ડિપ્‍લોમાં એન્‍જિનિયરિંગ પાસ કર્યા પછી ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ હોવો જોઇએ. સરકારી, કો-ઓપરેટીવ કે ખાનગી કોઇ પણ સંસ્‍થામાં અનુભવ લીધો છે એ અંગેનું સર્ટિફીકેટ આપવાનું હોય છે. (૩) જે બ્રાન્‍ચમાં ડિપ્‍લોમાં કરેલ હોય તે બ્રાન્‍ચમાં ડિગ્રી માટે એડમિશન મળે.
કઇ બ્રાન્‍ચમાં કેટલી સીટ ?
અમદાવાદમાં ચાર બ્રાન્‍ચ :
એલ. ડી. એન્‍જિનિયરિંગ કૉલેજ ગુજરાત યુનિવર્સિટીના મેઇન બિલ્‍ડિંગની સામે અને યુનિવર્સિટી બસ-સ્‍ટેન્‍ડની બિલકુલ નજીકમાં છે. આ કૉલેજમાં (૧) મિકેનિકલ (૨) સિવિલ અને (૩) ઇલેકટ્રિકલ અને (૪) ઇલેકટ્રોનિકસ એન્‍ડ કોમ્‍યુનિકેશન બ્રાન્‍ચમાં પાર્ટ- ટાઇમ બી.ઇ. નો કોર્સ ચાલે છે.
BACKઆગળ જુઓ