તમે કોણ છો ?
ફાઇન આર્ટ ડિપ્‍લોમાં - મલ્‍ટીમીડિયાના અભ્‍યાસક્રમો
ઇન્‍ફર્મેશન ટેકનોલોજીના આ યુગમાં મલ્‍ટી મીડિયાનો ખૂબ સારો વિકાસ છે. વેબ ડિઝાઇનિંગ, એનિમેશન, વિઝયુલાઇઝર, ક્રિએટિવ આર્ટિસ્‍ટ, ગ્રાફિક આર્ટિસ્‍ટ, વેબ પ્રોગ્રામર વગેરેનાં ક્ષેરો ઝડપથી આગળ આવી રહ્યાં છે.
ડિઝાઇનિંગનું ફિલ્‍ડ:
પ્રિન્‍ટ મીડિયા એટલે કે છાપા અને મૅગેઝિન - પુસ્‍તકો, ટાઇટલ કવર, પોસ્‍ટર, જાહેરાતના બોર્ડ વગેરેમાં કમ્‍પ્‍યૂટર આર્ટનો ઉપયોગ વધતો જાય છે. ફેશન ડિઝાઇનના ટેક્ષ્‍ટાઇલ ડિઝાઇનના ક્ષેત્રમાં પણ હવે કમ્‍પ્‍યૂટરનીકમાલ જોવા મળે છે.
જાહેરાતની દુનિયા :
ટેલિવિઝન, છાપાં, મૅગેઝિન વગેરે મીડિયામાં પુષ્‍કળ જાહેરાતો આવે છે. જાહેરાત આપ્‍યા વગર આ સ્‍પર્ધાના યુગમાં આગળ વધવું ખૂબ જ મુશ્‍કેલ છે. તમારી પાસે ૧૦૦ ટચનું સોનું હોય પણ જ્યાં સુધી લોકોને એ વાતની જાણ ન હોય ત્‍યાં સુધી એની કિંમત શું ? લોકો સુધી તમારી વાત પહોંચાડવી હોય તો એક માત્ર ઉપાય છે જાહેરાતો અને આજના આ યુગમાં જાહેરાતને વધુ ને વધુ સુંદર બનાવવા એનિમેશનનો ખૂબ ઉપયોગ થાય છે.
ફાઇન આર્ટ ડિપ્‍લોમાં :
એનિમેશન, ડિઝાઇન, પ્રોગ્રામિંગ, ગ્રાફિક, વિઝયુલાઇઝિંગ (જીવંત ઊભું કરવાની કળા) જેવા મલ્‍ટી મીડિયાના ક્ષેત્રમાં જવા માટે ફાઇન આર્ટના કોર્સ ઉપયોગી બને છે. ધોરણ ૧૦ પછી ડિપ્‍લોમાં ફાઇન આર્ટના કોર્સ ચાલે છે. જો આગળ ધોરણ ૧૧ અને ૧૨ નો અભ્‍યાસ કરો તો ત્‍યાર બાદ બેચલર ઓફ ફાઇન આર્ટનો કોર્સ વડોદરા, વલ્‍લભવિદ્યાનગર અને મુંબઇમાં ચાલે છે.
ચિત્રકલાના અભ્‍યાસક્રમો માટે પ્રવેશ પદ્ધતિ :
કેન્‍દ્રીય ધોરણે ગુણાનુક્રમે પ્રવેશ અપાય છે. પાંચ વર્ષના ડિપ્‍લોમાં ધોરણ ૧૦ ના આધારે અને A.T.D. આર્ટ ટીચર ડિપ્‍લોમાં ૨ વર્ષ માટે ધોરણ ૧૨ ના આધારે, એચ.એસ.સી. અથવા એસ.એસ.સી. સાથે ડ્રોઇંગ ગ્રેડ પરીક્ષા પસાર કરેલ હોવી જોઇએ. અખબારો દ્વારા પ્રવેશ માટે જાહેર ખબર અપાય છે.
૫ વર્ષના ડિપ્‍લોમાં અભ્‍યાસક્રમો : (ધો. ૧૦ પછી)
(૧) ડ્રોઇંગ એન્‍૯ પેઇન્‍ટિંગ
(૨) એપ્‍લાઇડ / કૉમર્શીયલ આર્ટ
(૩) સ્‍કલ્‍પચર એન્‍ડ મોડલિંગ
BACKઆગળ જુઓ