તમે કોણ છો ?
ઇન્‍ડિયન એરફોર્સ - એરમેન ટેકનિકલ ટ્રેડ

અપરિણીત ભારતીય પુરુષો માટે એક વધુ તક હવાઇદળમાં જોડાવા માટે.

કોણ અરજી કરી શકે ?
.શૈક્ષણિક લાયકાત : અંગ્રેજી, મેથેમેટિકસ અને સાયન્‍સ વિષયો તથા ઓછામાં ઓછા ૬૦% માર્કસ સાથે મેટ્રિકયુલેશન અથવા તેને સમકક્ષ પરીક્ષા પાસ.
.વય : ૧૬ થી ૨૦ વર્ષ
.શારીરિક યોગ્‍યતા : ઓછામાં ઓછી ઊંચાઇ ૧૫૨.૫ સે.મી, છાતીની ઓછામાં ઓછી પહોળાઇ ૭૫ સેમી અને વજન ઊંચાઇ વયના સપ્રમાણમાં હોવું જોઇએ.
પસંદગીની પ્રક્રિયા
કેટલાક પસંદગીના કેન્‍દ્રો પર લેખિત પરીક્ષા લેવામાં આવશે. (આ કેન્‍દ્રોમાં અંબાલા, જોધપુર, કાનપુર, બેંગ્‍લોર, ભુવનેશ્વર, બિહાર (પટના), ગુવાહાટી, કોચીનનો સમાવેશ થાય છે.) આ માટે લાયક ઉમેદવારોને સેન્‍ટ્રલ એરમેન સિલેકશન બોર્ડ દ્વારા ‘એડમિટ કાર્ડ’ મોકલવામાં આવશે. ઉમેદવારોની મેથેમેટિકસ, સાયન્‍સ, ઇંગ્‍લિશ તથા ઇન્‍ટેલિજન્‍સ અને જનરલ અવેરનેસમાં પરીક્ષા લેવામાં આવશે. આ બધા જ પ્રશ્નપત્રો ઓબ્‍જેક્ટિવ ટાઇપના (બહુવિકલ્‍પ પ્રકારના) હશે. ઉમેદવારે આ દરેક પ્રશ્નપત્રમાં (પેપરમાં) પાસ થવાનું રહેશે. આ લેખિત પરીક્ષાનુ પરિણામ તે જ દિવસે જાહેર કરવામાં આવશે અને સફળ ઉમેદવારોએ તુરત જ ટ્રેડ એલોકેશન ટેસ્‍ટ આપવાનો રહેશે.
નોંધ લેશો :
મિત્રો, પસંદગી બાદ ઇન્‍ડિયન એરફોર્સ સાથે તમે ૨૦ વર્ષ માટે જોડાવ છો. આ ઉપરાંત તબીબી યોગ્‍યતા, પરફોર્મન્‍સ ઇ. ધ્‍યાનમાં લેતાં ૫૭ વર્ષની ઉંમર સુધી ૩/૬ વર્ષના સમયગાળાઓમાં તમારો કાર્યકાળ વધારી શકાય છે.
શરૂઆતમાં ટ્રેનિંગ દરમિયાન માસિક રૂ. ૨૮૫૦/- નું ભથ્‍થું આપવામાં આવે છે. જો ટ્રેનિંગ દરમિયાન ઉમેદવાર યોગ્‍ય્‍ દેખાવ ન કરી શકે (શૈક્ષણિક કે વ્‍યવસાયિક રીતે), શિસ્‍તનું કે તબીબી યોગ્‍યતાનાં ધોરણોનું પાલન ન કરી શકે તે સમય દરમિયાન જ તેને છૂટો કરી શકાય છે. ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ બાદ તમારી શરૂઆતનો બેઝિક પગાર રૂ. ૩૨૦૦/- હોય છે, જે બાદમાં રૂ. ૯૫૫૦/- પ્રતિમાસ સુધી થઇ શકે છે. (તમે કઇ રેન્‍ક સુધી પહોંચો છો તેના પર આધારિત છે.) મોંઘવારી અને અન્‍ય ભથ્‍થાઓ, ફી ફૂડ અને કલોથિંગ, તબીબી સુવિધાઓ, મફત રહેઠાણ, LTC ઇત્‍યાદિ પણ નિયમાનુસાર મળે છે.
સંપર્ક સ્‍થાન :
એરમેન ભરતી કાર્યાલય (પશ્ચિમ વિભાગ) મુંબઇ
કમાન્‍ડીંગ ઓફિસર - ૬ - એરમેન સિલેકશન સેન્‍ટર, કોટન ગ્રીન એરફોર્સ સ્‍ટેશન, મુંબઇ - ૪૦૦૦૩૩
ટેલિફોન નંબર : (૦૨૨) ૨૩૭૧૪૯૮૨