તમે કોણ છો ?
ઇન્‍ડિયન એરફોર્સમાં એરમેન ઇન ડ્રાઇવર મિકેનિકલ ટ્રાન્‍સપોર્ટ ટ્રેડ

અપરિણીત ભારતીય પુરૂષો જ અરજી કરી શકે.

કોણ અરજી કરી શકે ?
.શિક્ષણ : ઓછામાં ઓછા ૫૦% માર્કસ સાથે, ઇંગ્‍લિશ-મેથ્‍સ-ફિઝિક્સ સાથે ધોરણ-૧૨ પાસ. અથવા પોલિટેકનિકનો ઇલેકટ્રિકલ / ઇલેકટ્રોનિક્સ / ઓટોમોબાઇલ / કમ્‍પ્‍યૂટર સાયન્‍સ / ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટેશન ટેકનોલોજીમાં માન્‍ય સંસ્‍થાઓનો ત્રણ વર્ષનો ડિપ્‍લોમાં ધરાવતા હોય તેઓ જ આ પદ માટે અરજી કરી શકે.
.વય : ૧૬ થી ૨૦ વર્ષ
.તબીબી ધોરણો :ઓછામાં ઓછી ઊંચાઇ ૧૫૨ સેમી, છાતીની પહોળાઇ ૭૫ સેમી , વજન તથા ઊંચાઇ વયના પ્રમાણમાં
આ ઉપરાંત અન્‍ય તબીબી માપદંડો પ્રમાણે આપનું શારીરિક / માનસિક સ્‍વાસ્‍થ્ય હોવું જોઇએ.
પસંદગીની પ્રક્રિયા
લાયક ઉમેદવારોને સેન્‍ટ્રલ એરમેન સિલેકશન બોર્ડ સમક્ષ લેખિત પરીક્ષામાં હાજર થવા માટે એડમિટ કાર્ડ મોકલવામાં આવશે. પરીક્ષાની બુક્સ અંગ્રેજી / હિન્‍દીમાં મળે છે. પરીક્ષાની કક્ષા ધો. ૧૨ (વિજ્ઞાન) લેવલની હોય છે.
આ લેખિત પરીક્ષા અંબાલા, નવી દિલ્‍હી, કાનપુર, બરાકપોર, જોધપુર, મુંબઇ, બેંગ્‍લોર, તાંબરામ, (ચેન્‍નઇ), ભુવનેશ્વર, બિહાર (પટણા), ગુવાહાટી, સિકન્‍દરાબાદ અને કોચીન કેન્‍દ્રો ખાતે લેવામાં આવશે.
આ માટે મેથેમેટિકસ, ફિઝિકસ અને ઇંગ્‍લિશ વિષયોની પરીક્ષા લેવામાં આવશે. ફિઝિકસ અને મેથ્‍સના પ્રશ્નપત્રો દ્વિભાષી (હિન્‍દી અને અંગ્રેજી) હશે. બધા જ પ્રશ્નપત્રો ઓબ્‍જેક્ટિવ પ્રકારના હશે. આ પરીક્ષાનું પરિણામ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. પરીક્ષાની બુકસ અંગ્રેજી / હિન્‍દીમાં મળે છે. પરીક્ષાની કક્ષા ધો. ૧૨ (વિજ્ઞાન) લેવલની હોય છે.
સફળ ઉમેદવારોએ બીજા દિવસે લશ્‍કરી દળોના તબીબી અધિકારી સમક્ષ તબીબી પરીક્ષણ માટે હાજર થવાનું રહેશે. આથી જ લેખિત પરીક્ષા માટે હાજર થતાં પહેલાં જ ઉમેદવારો પોતાના કાન ચોખ્‍ખા રાખે, દાંત પણ ચોખ્‍ખા (Tarter દૂર કરાવે) રાખે તેવી સલાહ આપવામાં આવે છે. આ એરમેન સિલેકશન બોર્ડની લેખિત પરીક્ષા દરમિયાન બે-ત્રણ દિવસ રોકાવાની વ્‍યવસ્‍થા સાથે જ જવું. આ માટે કોઇ TA/DA આપવામાં આવશે નહિ અને ઉમેદવારોએ પોતાની વ્‍યવસ્‍થા પોતે જ કરવાની રહેશે.
નોંધ લેશો :
મિત્રો, પસંદગી બાદ ઇન્‍ડિયન એરફોર્સ સાથે તમે ૨૦ વર્ષ માટે જોડાવ છો. આ ઉપરાંત તબીબી યોગ્‍યતા, પરર્ફોમન્‍સ ઇ. ધ્‍યાનમાં લેતા ૫૭ વર્ષની ઉમર સુધી ૩/૬ વર્ષના સમયગાળાઓમાં તમારો કાર્યકાળ વધારી શકાય છે.
BACKઆગળ જુઓ