તમે કોણ છો ?
ભારતીય નૌકાદળમાં આર્ટીફ્રેશર એપ્રેન્‍ટિસ

લશ્‍કરી દળોમાં જોડાવાથી મળતા પગાર, ભથ્‍થાં અને બીજી સગવડો ઉપરાંત દેશ માટે કંઇક કરી છૂટવાની જે તક મળે છે તે વધુ મહત્‍વની છે. ભારતીય નૌકાદળમાં જોડાવાની ત્રણ અલગ અલગ પ્રકારની - સ્‍વરૂપની તકો આપની પાસે છે. આપણા નૌકાદળમાં નાવિકાનું સ્‍થાન મહત્‍વનું છે. આપણા નૌકાદળની મશીનરી, શસ્‍ત્રો, વીજાણું ‘સેન્‍સર્સ’ અને જહાજ પરનાં સાધનોને કાર્યાન્‍વિત કરવાની અને યોગ્‍ય રીતે જાળવણી રાખવાનું કાર્ય નાવિકો દ્વારા થાય છે. આ નાવિકને નૌકાદળ દ્વારા જ તાલીમ આપવામાં આવે છે. શરૂઆતની પાયાની તાલીમ INS ચિલ્‍કા, જિલ્‍લો ખુર્દા, ઓરિસ્‍સા ખાતે આપવામાં આવે છે. ત્‍યાર બાદ આગળની તાલીમ દેશભરમાં આવેલા વિવિધ નૌકાદળ મથકો ખાતે આપવામાં આવે છે. ગુજરાતમાં જામનગર ખાતે INS વાલસુરા નામે આ પ્રકારનું કેન્‍દ્ર છે. જરૂર પડયે પસંદગીના નાવિકોને તાલીમાર્થે વિદેશ પણ મોકલવામાં આવે છે. વળી, નાવિકોને નૌકાદળમાંથી છૂટા કરતાં પહેલા તેમને ‘પ્રિ-રિલીઝ’ અભ્‍યાસક્રમો દ્વારા નાગરિક જીવનમાં ગોઠવાઇ શકાય તેની તાલીમ પણ આપવામાં આવે છે. તો મિત્રો, નાવિક તરીકે જોડાવા તૈયાર છો ને ?

કોણ જોડાઇ શકે ?
.ડાયરેકટ એન્‍ટ્રી ડિપ્‍લોમાં હોલ્‍ડર્સ (DEDH)
વય : ૧૮ થી ૨૨ વર્ષની વચ્‍ચે હોય તથા ઓછામાં ઓછા ૫૦% માકર્સ સાથે ઇલેકટ્રોનિકસ / ટેલિકોમ્‍યુનિકેશન / એરોનોટિકલ / શિપ બિલ્‍ડિંગ / ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટેશન એન્‍જિનિયરિંગ / મેટલર્જીમાં ત્રણ વર્ષનો ડિપ્‍લોમાં સરકાર માન્‍ય પોલિટેકનિક ડિપ્‍લોમાં)
.આર્ટિફિશર એપ્રેન્‍ટિસીસ (AA)
વય : ૧૫-૧/૨ થી ૧૮ વર્ષની વચ્‍ચે હોય તથા સાયન્‍સ અને મેથ્‍સ વિષયો સાથે, ઓછામાં ઓછા ૬૦% માર્કસ સાથે મેટ્રિક્યુલેશન કે સમકક્ષ પરીક્ષા પાસ હોય કે ૬૦% માર્કસ સાથે ફિઝિકસ અને મેથ્‍સ સાથે HSC પરીક્ષા પાસ હોય.
.મેટ્રિક એન્‍ટ્રી રિક્રુટસ (MER)

વય : ૧૬ થી ૧૯ વર્ષની વચ્‍ચે હોય તથા સાયન્‍સ / મેથ્‍સ વિષયો સાથે, ઓછામાં ઓછા ૫૫% માર્કસ સાથે મેટ્રિકયુલેશન કે સમકક્ષ પરીક્ષા પાસ હોય કે ઓછામાં ઓછા ૬૦% માર્કસ સાથે ફિઝિકસ અને મેથ્‍સના વિષયો સાથે એચ.એસ.સી. પરીક્ષા પાસ હોય.

પસંદગીની પ્રક્રિયા
લેખિત પરીક્ષા, શારીરિક સક્ષમતા પરીક્ષા (ફિઝિકલ ફિટનેસ ટેસ્‍ટ - PFT) અને તબીબી પરીક્ષણ બાદ થનારા ‘મેરિટ લિસ્‍ટ’ ને આધારે નાવિકોની પસંદગી થશે. ડાયરેકટ એન્‍ટ્રી ડિપ્‍લોમાં હોલ્‍ડર્સનો ઇન્‍ટરવ્‍યૂ પણ લેવામાં આવશે.
BACKઆગળ જુઓ