તમે કોણ છો ?
ઇન્‍ડિયન નેવીમાં ડોકર્યાડ એપ્રેન્‍ટિસીસ એકઝામ

ભારતીય નૌકાદળમાં જોડાવાની એક વધુ તક મેટ્રિક પાસ પુરુષ ઉમેદવારોને આ પરીક્ષા પૂરી પાડે છે. જે વિજ્ઞાન વિષય સાથે મેટ્રિક પાસ હોય તેમને અગ્રિમતા આપવામાં આવે છે. વયમર્યદા ૧૪ થી ૧૯ વર્ષની છે.

પસંદગી માટેની લેખિત પરીક્ષામાં બે પ્રશ્નપત્રો (૧) મેથેમેટિકસ તથા (૨) જનરલ નોલેજના હોય છે. બંનેના મહત્તમ ગુણ ૧૦૦-૧૦૦ છે. આ લેખિત પરીક્ષાના આધારે ગુણવત્તા યાદી તૈયાર કરવામાં આવે છે અને દિલ્‍હી, મુંબઇ, કોલકત્તા કે બેંગ્‍લોર ખાતે ઇન્‍ટરવ્‍યૂ માટે બોલાવવામાં આવે છે. આખરી પસંદગી પામેલા ઉમેદવારોને સામાન્‍ય રીતે ૩ વર્ષ માટે નેવલ ડોકયાર્ડ સ્‍કૂલ, મુંબઇ ખાતે તાલીમ માટે મોકલવામાં આવે છે. આ તાલીમ દરમિયાન પ્રતિ માસ સ્‍ટાઇપેન્‍ડ પણ આપવામાં આવે છે. આ અંગેની જાહેરાત અને અરજી પત્રકો લિબર્ટી કેરિયર્સ ન્‍યૂઝમાંથી મળી શકે.