તમે કોણ છો ?
કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલતા ધોરણ ૧૦ પછીના અભ્‍યાસક્રમો
આપણા દેશના મુખ્‍ય ઉદ્યોગોમાં કૃષિ અને પશુપાલન આજે પણ સૌથી વધુ મહત્‍વ ધરાવે છે. ગુજરાત રાજ્ય પણ કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં આગળ પડતું સ્‍થાન ધરાવે છે જ અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે - પશુપાલન ક્ષેત્રે તો ગુજરાત કદાચ સૌથી મોખરે છે. ગુજરાતના આ બંને મહત્‍વનાં ક્ષેત્રોમાં ગુજરાત સદાય અગ્રેસર રહે તે હેતુથી જ ગુજરાત રાજ્યમાં ૧૯૭૨ માં પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્‍થાપના કરવામાં આવી. આ યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત રાજ્ય હતું. જો કે કૃષિ યુનિવર્સિટી વધુ સારી રીતે / અસરકારક રીતે કાર્ય કરી શકે તે માટે હાલ એક જ કૃષિ યુનિવર્સિટીને બદલે ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે.
(૧) સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી
(૨) આણંદ કૃષિ યુનિવર્સિટી
(૩) નવસારી કૃષિ યુનિવર્સિટી
આ એગ્રિકલ્‍ચર યુનિવર્સિટીઓનાં મુખ્‍ય કાર્યો નીચે મુજબ છે.
(૧) અભ્‍યાસક્રમો ચલાવવા : ખેતીવાડી, પશુપાલન, મત્‍સ્‍યોધોગ વગેરે ક્ષેત્રે જુદા જુદા પ્રકારના ડિપ્‍લોમા સ્‍નાતક, અનુસ્‍નાતક તથા પી.એચ.ડી સુધીના અભ્‍યાસક્રમો ચલાવવા.

(૨) રિસર્ચ (સંશોધન) : જુદા જુદા પ્રકારનાં બિયારણોનાં સંશોધનો કરવા, પાક ઉત્‍પાદન વધારવા, પાકોના રોગો અટકાવવા જરૂરી સંશોધનો કરવાં તેમજ ખેતીવાડીમાં નવી ટેકનોલોજીનો વિકાસ થાય તેવાં સંશોધનો કરવા ઉપરાંત પશુપાલન ક્ષેત્રે જરૂરી વિકાસ થાય તે માટે પશુઓમાં થતા રોગો અટકાવવા તેમજ દૂધ ઉત્‍પાદન વધારવા જરૂરી સંશોધન કરવામાં આવે છે.

(૩) એક્ષટેન્‍શન (વિસ્‍તરણ) : એક્ષટેન્‍શન કાર્યક્રમ હેઠળ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ જુદાં જુદાં સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે.

ઉપર્યુક્ત ચાર યુનિર્વસિટીઓમાં નીચે મુજબના અભ્‍યાસક્રમો ચલાવવામાં આવે છે.
કૃષિવિષયક ડિપ્‍લોમાં તથા પ્રમાણપત્ર અભ્‍યાસક્રમોઃ
કૃષિ ડિપ્‍લોમાઃ
મુદત : ૨ વર્ષ
પ્રવેશ લાયકાત : ધોરણ ૧૦ પાસ. ખેતીવાડી વિષયોછને અગ્રતા. (શિષ્‍યવૃત્તિ રૂ. ૧૯૦/- માસિક)
BACKઆગળ જુઓ