તમે કોણ છો ?
કારકીર્દિ પસંદ કરવા માટે માર્ગદર્શન
કારકિર્દી ક્ષેત્રની પસંદગીમાં મૂંઝવણ :
કોઇપણ ક્ષેત્રમાં પસંદગી કે સીલેકશનની પરિસ્‍થિતિ મૂંઝવણભરી સામાન્‍ય રીતે દરેક વ્‍યક્તિ માટે હોય છે. કારકિર્દી અભ્‍યાસ કે રોજગારીનું ક્ષેર પણ બાકાત નથી. ધોરણ ૧૦ અને ૧૨ ના હાઇસ્‍કૂલના ટીનેજર્સ વિદ્યાર્થીઓ તથા તેમના અજાણ કે વ્‍યસ્‍ત વાલીઓને આ સ્‍થિતિ અતિ વિકટ ઘણીવાર જણાય છે. આપણે ત્‍યાં શૈક્ષણિક કે વ્‍યવસાયિક માર્ગદર્શન સલાહની શાળા કૉલેજોમાં કે અન્‍યત્ર ખાસ પ્રોફેશનલ વૈજ્ઞાનિક સુવિધાઓ ઓછી છે. જે કંઇ મળે છે તે છેલ્‍લી ઘડીનું માર્ગદર્શન માહિતી સ્‍વરૂપનું વધુ છે તેથી જો યોગ્‍ય અને સમયસર કારકિર્દી માર્ગદર્શન ન મળે તો ઘણાં વિદ્યાર્થીઓને યોગ્‍ય કારકિર્દી ક્ષેત્ર ન મળતાં તેજસ્‍વીતા રૂંધાઇ જાય છે. આ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા કારકિર્દીના વિવિધ ક્ષેત્રની પસંદગી બે-ત્રણ ઓપ્‍શન થી કેવી રીતે શકય બને તે માટે વ્‍યક્તિગત ગુણો અને અભિગમલક્ષી કેટલાંક સામાન્‍ય માપદંડોના આધારે પસંદગીની ધારણા બાંધી છે તે બે વિભાગમાં (૧) વિજ્ઞાન-ટેકનોલોજી તથા (૨) આટર્સ કોમર્સના ક્ષેત્રોની મર્યાદિત રીતે રજૂ કરેલ છે જે વિધાર્થી / વાલીને એક દિશા સૂચકરૂપ થશે. ણ છે.
.વિજ્ઞાન-ટેકનોલોજી
.આટર્સ - કોમર્સ