તમે કોણ છો ?
વિદેશમાં અભ્યાસ
ગ્‍લોબલ કરિઅર્સ શું છે ?
સને ૨૦૦૨ માં સ્‍થાપના કરાયેલ ગ્‍લોબલ કરિઅર્સ એ વિદેશમાં અભ્‍યાસ માટેની કનસલ્‍ટન્‍સી છે જે અમેરિકા, યુ.કે., ઓસ્‍ટ્રેલિયા, કેનેડા, સિંગાપોર, ન્‍યુઝિલેન્‍ડ જેવા દેશોમાં અભ્‍યાસ કરવા ઇચ્‍છુક વિદ્યાર્થીઓને સેવાઓ પૂરી પાડે છે. તે આઇઇએલટીએસ, ટોફેલ, જી.આરઇ, જીમેટ અને સેટ જેવી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તાલિમ પૂરી પાડે છે. ગ્‍લોબલ કરિઅર્સ એ ઇટીએસ પ્રમાણિત ટોફેલ આઇબીટી કેન્‍દ્ર અને આઇઇએલટીએસ બ્રિટિસ કાઉન્‍સિલ પરીક્ષાઓ માટે અધિકૃત રજીસ્‍ટ્રેશન એજન્‍ટસ પણ છે.
વિદેશ અભ્‍યાસ શા માટે ?
એક મજબૂત શૈક્ષણિક બેકગ્રાઉન્‍ડ તથા એક ટેકનિકલી એડવાન્‍સ્‍ડ પર્યાવરણમાં ભારે પ્રેકટીકલ વર્ક અનુભવ અને એકસપોઝરના પીઠબળવાળી વૈશ્વિક કારકિર્દી ધરાવવા ઇચ્‍છુક વ્‍યકિતમાં તેનાથી માત્ર તેની કોમ્‍યુનિકેશન કુશળતાઓ અને આત્‍મવિશ્વાસના સ્‍તરમાં જ વધારો નથી થતો પરંતુ વિદેશમાં અભ્‍યાસ થકી પરસ્‍પર સમજૂતી તથા વિશ્વસ્‍તરના માણસો અને સંગઠનો સાથે કામ કરવાની કુશળતાનો વારસો પણ સંપાદન થાય છે.
વિદેશમાં અભ્‍યાસ કોણ કરી શકે ?
લાયકાત ધારાધોરણ ૧૬ થી ૬૧ વર્ષના કોઇપણ અને દરેક જણ કે જેણે ૯ મું / ૧૦ મું / ૧૧ મું અથવા ડિપ્‍લોમાં સ્‍નાતક, અનુસ્‍નાતક અથવા પી એચ ડી કર્યું હોય તેઓ ત ેમનો ડિપ્‍લોમાં અન્‍ડરગ્રેડ પોસ્‍ટગ્રેડ કરવા વિદેશમાં અભ્‍યાસ કરી શકે છે. જેઓ માન્‍યતાપ્રાપ્‍ત સ્‍નાતક પદવી ધરાવતા હોય તેઓ માટે ફરી પ્રથમ વર્ષથી શરૂઆત કર્યા વિના વિદેશી વિશ્‍વ વિદ્યાલયોમાં એક ટ્રાન્‍સફર (બદલી) વિદ્યાર્થી તરીકે વિદેશમાં અભ્‍યાસ અર્થે જઇ શકે છે. એ જ રીતે એવી વ્‍યક્તિ કે જેને કામનો અનુભવ હોય તેઓ પણ ૧૦ મું અથવા ૧૨ મું પાસ કર્યા વિના સ્‍નાતક અથવા અનુસ્‍નાતક પદવીઓ માટે જઇ શકે છે.
કયો દેશ પસંદ કરવો જોઇએ ?
દરેક દેશના તેનાં પોતાના વલણો અને ધોરણો હોય છે. તમે તમારી મહત્‍વાકાંક્ષાઓ અને તમારા બજેટ અનુસાર દેશની પસંદગી કરી શકો છો. સામાન્‍ય રીતે અમેરિકા, યુકે, ઓસ્‍ટ્રેલિયા, કેનેડા, ન્‍યુઝિલેન્‍ડ, સિંગાપોર વિદ્યાર્થીઓ માટે પસંદગીનાં ગંતવ્‍ય સ્‍થળો છે. વધુ વ્‍યક્તિગત માહિતી માટે અને કયો દેશ તમારી મહત્‍વાકાંક્ષાઓ સંતોષી શકે છે તે જાણવા અમારા કાઉન્‍સેલર્સને મળો.
કેટલો ખર્ચ કરવો પડે ?
ખર્ચમાં અભ્‍યાસક્રમની ફી ઉપરાંત રહેવાનો અને ભોજન ખર્ચનો પણ સમાવેશ થાય છે. તમે કયુ વિશ્વ વિદ્યાલય અને ગંતવ્‍ય સ્‍થળ પસંદ કરો છો તેના પર તે અવલંબે છે. સામાન્‍ય રીતે દરેક જણ પોતાના નિવાસ ખર્ચની કાળજી રાખે છે. જો કે તેમ છતાં હંમેશા સૂચન કરવામાં આવે છે. કે દરેક જણે તેની વ્‍યવસ્‍થાઓ કરવા પણ તૈયાર રહેવું જોઇએ.
તમારી પાસે નાણાં ન હોય તો શું કરશો ?
તેવા કિસ્‍સામાં અથવા તો તમારે સખત મહેનત કરી તમને વિશ્વ વિદ્યાલયમાંથી કોઇ શિષ્‍યવૃત્તિ મળે તે શોધી કાઢવા પ્રયાસ કરવો જોઇએ. સામાન્‍ય રીતે તમારા શૈ. પરિણામો તથા આઇઇએલટીએસ/ટોફેલ + જીઆઇ/જીમેટ/ સેટનાં પરિણામના આધારે શિષ્‍યવૃત્તિઓ આપવામાં આવે છે. અન્‍યથા બેન્‍ક લોન્‍સ અથવા સગાં-સબંધિઓ તરફથી સ્‍પોન્‍સરશીપ જેવી વ્‍યવસ્‍થાઓ દ્વારા તમારા શિક્ષણ માટે નાણા વ્‍યવસ્‍થા કરી શકો છો.
આગળ જુઓ