તમે કોણ છો ?
બાલોત્સવ
.વિષયાંગ : નાગરિક શાસ્ત્ર વિભાગઃ સમાજવિઘા ધોરણ ૯ પ્રકરણ ઃ ૯ દેશની સમસ્યાઓ અને તના ઉકેલ
.મુદ્દો : પેટા એકમ સમાજમાં સ્ત્રીઓનું સ્થાનઃ પાના નં. ૯૨, ૯૩
.વિષયાંગ : અધ્યાપન માટેની વિશિષ્ટ પદ્ધતિ ઃ મોક વિધાનસભા - કાર્યક્રમ : ધોરણ નવ માટે
.કાર્યક્રમના વિશિષ્ટ હેતુઓ
.વિઘાર્થીઓ વિધાનસભામાં ચાલતી કાર્યવાહીથી વાકેફ બને.
.લોકશાહી શાસન વ્યવસ્થામાં ચર્ચાના મહત્વથી વિઘાર્થીઓ પરિચિત થાય. તેઓ સ્વયં લોકશાહી ઢબે ચર્ચા કરવાનું કે રજૂઆત કરવાનું કૌશલ્ય કેળવાય.
.વિષયાંગને ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુથી જોવાની ક્ષમતા કેળવે, તેઓમાં પ્રત્યાયન ક્ષમતા વિકસે અને તેઓનું અભિવ્યક્તિનું કૌશલ્ય કેળવાય.
.વિઘાર્થીઓમાં જાગતિક સામ્પ્રત ધટનાઓ પરત્વે સંવેદનશીલતા અને સભાનતા વિકસે.
.પ્રશ્નોત્તરી દ્વારા સ્પષ્ટતા મેળવવાનું કૌશલ્ય પ્રાપ્ત કરે.
.વિષયાંગનો અભ્યાસ સર્વાંગ સંપૂર્ણ અને સમજપૂર્વકનો કરી શકે. અનુભવ દ્વારા વિષય રસથી શીખે છે.
.શ્રોતા-વિઘાર્થીને રજૂઆત દરમ્યાન શ્રવણ કૌશલ્યની તાલીમ મળે અને તેમને મૂંઝવતા પ્રશ્નો ઝડપથી નોંધી લેવાની ટેવ તેઓનામાં વિકસે (નોંધ કરવાની આવડત કેળવાય)
.સભા આયોજન અને સભા સંચાલનની રીતો શીખે.
.વિઘાર્થીઓ અભ્યાસ માટે અભિપ્રેરિત થાય.
.સમાજવિઘાનો વિષય કંટાળાજનક નથી તેની અનુભૂતિ થાય અને વિષય આનંદ આપે છે, તેવી પ્રતીતિ થાય.